બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / 'ટ્રમ્પ અને PM મોદી વચ્ચે...', ભારત સાથેના વેપાર કરાર પૂર્વે વ્હાઇટ હાઉસનું મોટું નિવેદન

વિશ્વ / 'ટ્રમ્પ અને PM મોદી વચ્ચે...', ભારત સાથેના વેપાર કરાર પૂર્વે વ્હાઇટ હાઉસનું મોટું નિવેદન

Nidhi Panchal

Last Updated: 11:40 AM, 1 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારત અને અમેરિકાના સંબંધોમાં નવી ઊર્જા જોવા મળી રહી છે. ટ્રમ્પ સરકાર ભારત સાથે મોટો વેપાર કરાર કરવા જઈ રહી છે અને ભવિષ્યમાં બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત બનવાની આશા છે.

ભારત અને અમેરિકાના સંબંધોમાં એક નવી શક્તિ જોવા મળી રહી છે. વ્હાઇટ હાઉસની પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે તાજેતરમાં કહ્યું કે ભારત એશિયા પેસિફિક ક્ષેત્રમાં અમેરિકાનું એક મહત્વપૂર્ણ વ્યૂહાત્મક સાથીદાર છે. તેમણે જણાવ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ખૂબ સારા સંબંધો છે અને ભવિષ્યમાં આ સંબંધો વધુ મજબૂત બનશે.

trump-normal

આ નિવેદન એ સમયે આવ્યું છે જ્યારે ચીનના વધતા પ્રભુત્વને લઈને એશિયા પેસિફિક ક્ષેત્રમાં તણાવ વધી રહ્યો છે. અમેરિકા અને ભારત બંને દેશમાં વ્યૂહાત્મક સહકાર વધારવા ઈચ્છે છે. ટ્રમ્પે થોડા દિવસો પહેલા જ જણાવ્યું હતું કે ભારત અને અમેરિકાને વેપાર કરાર અંગે સહમતિ થવાની છે. તેઓએ કહ્યું કે આ કરાર લગભગ અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં આ અંગે જાહેરાત કરવામાં આવશે.

અટકાવટો દૂર કરવા ચર્ચા

કેરોલિન લેવિટે પણ એ વાતની પુષ્ટિ કરી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે વાણિજ્ય મંત્રાલય સાથે મળીને આ કરારને આખરી સ્વરૂપ આપવાનું કામ શરૂ કર્યું છે. વાણિજ્ય મંત્રી ઓવલ ઓફિસમાં ટ્રમ્પ સાથે મળ્યા હતા અને વેપાર સંબંધિત અટકાવટો દૂર કરવા માટે ચર્ચા કરી હતી.

Narendra-Modi-Donald-Trump1

ક્વાડ ચાર દેશોનું ગઠન

આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે વિદેશ મંત્રી એસ. જયશંકર અમેરિકાના પ્રવાસે છે. તેઓ ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠકમાં હાજરી આપવા પહોંચ્યા છે અને તેમણે સંયુક્ત રાષ્ટ્રમાં "ધ હ્યુમન કોસ્ટ ઓફ ટેરરિઝમ" નામના એક વિશેષ પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કર્યું છે. ક્વાડ એ ચાર દેશોનું ગઠન છે – ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાન. તેનું મુખ્ય ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ખુલ્લા અને સ્વતંત્ર વાતાવરણને પ્રોત્સાહન આપવાનું છે.

app promo5

આ પણ વાંચો : અમેરિકા કે ઇઝરાયલ નહીં, પણ આ સુપરપાવર દેશ ખામેનેઈને ઉથલાવી દેશે!

ગયા મહિને ટ્રમ્પે કહ્યું હતું કે હાલમાં ભારત સાથે વેપાર થવામાં અનેક અવરોધો છે, પણ નવા કરાર દ્વારા તે અવરોધો દૂર કરવામાં આવશે અને બંને દેશોને સરળતાથી વેપાર કરવાની તક મળશે. આ બધું જોતા, સ્પષ્ટ થાય છે કે ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારિક અને વ્યૂહાત્મક સંબંધો નિકટ ભવિષ્યમાં એક નવી ઊંચાઈએ પહોંચે તેવી સંભાવના છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Caroline Leavitt statement Trump Modi relations India US trade deal
Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ