ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ઈરાની ફાયરિંગ બાદ ભારત એક્શનમાં, હોર્મુઝમાં હજુ ફસાયેલા છે 14 ભારતીય જહાજ

અપડેટ / ઈરાની ફાયરિંગ બાદ ભારત એક્શનમાં, હોર્મુઝમાં હજુ ફસાયેલા છે 14 ભારતીય જહાજ

Published By: Priykant Shrimali

Last Updated: 10:43 AM, 21 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Strait Of Hormuz : વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ઈરાની પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને સ્પષ્ટ કર્યું કે, આ વિસ્તારમાંથી પસાર થતાં ભારતીય જહાજોની સુરક્ષા ભારત માટે સર્વોચ્ચ પ્રાથમિકતા

ADVERTISEMENT

Strait Of Hormuz : મધ્ય પૂર્વના મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટમાં તાજેતરમાં બનેલી ગોળીબારની ઘટનાએ ભારત સહિત વૈશ્વિક સ્તરે ચિંતા ઊભી કરી છે. વાસ્તવમાં 18 એપ્રિલના રોજ બનેલી આ ઘટનામાં ઈરાની ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા બે ભારતીય ધ્વજવાળા જહાજો પર ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના અહેવાલો સામે આવ્યા છે.

આ બનાવને ભારતે અત્યંત ગંભીરતાથી લીધો છે. સરકારે તાત્કાલિક રાજદ્વારી પગલાં લઈ ઈરાનના રાજદૂતને બોલાવીને કડક વિરોધ નોંધાવ્યો. વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ ઈરાની પ્રતિનિધિઓ સાથે બેઠક કરીને સ્પષ્ટ કર્યું કે, આ વિસ્તારમાંથી પસાર થતાં ભારતીય જહાજોની સુરક્ષા ભારત માટે સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

શું કહ્યું વિદેશ મંત્રાલયે ?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે, ભારત સતત ઈરાની અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને જહાજોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે. પ્રાથમિક માહિતી અનુસાર આ ગોળીબાર સ્થાનિક સ્તરે થયેલી સંચાર ખામીનું પરિણામ હોઈ શકે છે. સદનસીબે આ ઘટનામાં કોઈ મોટી જાનહાનિ કે જહાજોને ગંભીર નુકસાન થયું નથી, જોકે કેટલાક ભાગોમાં કાચ તૂટી જવાના અહેવાલ મળ્યા છે.

આ ઘટનાની પુષ્ટિ યુનાઇટેડ કિંગડમ મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સના રિપોર્ટમાં પણ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર કુલ ત્રણ જહાજોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાંથી બે ભારતીય હતા. એક ઘટનામાં ઈરાની ગનબોટ્સે કોઈ પૂર્વ ચેતવણી વગર જહાજની નજીક આવીને ગોળીબાર કર્યો હતો, જ્યારે બીજી ઘટનામાં ઓમાન નજીક એક સુપરટેન્કર પર હુમલાની માહિતી સામે આવી છે.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળએ તાત્કાલિક પગલાં લીધા છે. હાલ સાત યુદ્ધ જહાજો આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા છે અને તેઓ ભારતીય જહાજોને સુરક્ષિત રીતે બહાર લાવવા માટે એસ્કોર્ટ કરી રહ્યા છે. જહાજોને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ લારાક ટાપુથી દૂર રહે અને જરૂરી પરવાનગી બાદ જ આગળ વધે.

આ પણ વાંચો : ઉત્તર પ્રદેશમાં હીટવેવનો કહેર! શાળાઓના સમયમાં ફેરફાર

હજુ પણ હોર્મુઝ સ્ટ્રેટમાં લગભગ 14 ભારતીય જહાજો

નોંધનીય છે કે, હાલની સ્થિતિ મુજબ, હોર્મુઝ સ્ટ્રેટમાં લગભગ 14 ભારતીય જહાજો હજુ પણ ફસાયેલા છે. તેમાં મોટા તેલ ટેન્કર અને LPG કેરિયરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીથી જ આ વિસ્તારમાં તણાવ વધતા ભારતે અગાઉ પણ અનેક જહાજોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી વ્યસ્ત અને મહત્વપૂર્ણ વેપાર માર્ગોમાંનો એક છે, જ્યાંથી વૈશ્વિક તેલ પુરવઠાનો મોટો હિસ્સો પસાર થાય છે. તેથી અહીં સર્જાતી કોઈપણ અસુરક્ષા વૈશ્વિક અર્થતંત્ર પર અસર કરી શકે છે. ભારત હાલ રાજદ્વારી અને સૈન્ય બંને સ્તરે સક્રિય બનીને પોતાના નાગરિકો અને જહાજોની સલામતી સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ship Attack Maritime Security Strait Of Hormuz

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ