બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / 1947ની 15મી ઓગસ્ટે ક્યાં હતા મહાત્મા ગાંધીજી? શું આઝાદીથી બાપુ ખુશ ન હોતા?

ઇતિહાસના ઓરડેથી / 1947ની 15મી ઓગસ્ટે ક્યાં હતા મહાત્મા ગાંધીજી? શું આઝાદીથી બાપુ ખુશ ન હોતા?

Priykant Shrimali

Last Updated: 07:34 AM, 15 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day 2025 : શું ભારત અંગેજોથી આઝાદ થયું તેની મહાત્મા ગાંધીને ખુશી નહોતી ? 15 ઓગસ્ટ 1947ના રોજ મહાત્મા ગાંધી ક્યાં હતા ? આજે આપણે આ આર્ટીકલમાં જાણીશું આવા અનેક સવાલોના જવાબો

Independence Day 2025 : ગુજરાત સહિત દેશભરમાં આજે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આપણાં દેશને અંગેજોથી આઝાદી મળવામાં અનેક મહાનુભાવોનું ખૂબ મોટું યોગદાન છે. જોકે આઝાદીના ઇતિહાસની અનેક ચર્ચાઑ પણ છે. જેમાં એક વાત એ પણ છે કે, શું ભારત અંગેજોથી આઝાદ થયું તેની મહાત્મા ગાંધીને ખુશી નહોતી ? 15 ઓગસ્ટ 1947ના રોજ મહાત્મા ગાંધી ક્યાં હતા ? આજે આપણે આ આર્ટીકલમાં જાણીશું આવા અનેક સવાલોના જવાબો.

આપણે બધા દર વર્ષે 2 ઓક્ટોબરના દિવસે આપણે દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું સ્મરણ કરીએ છીએ. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી હતું. તેમનો જન્મ 1869માં ગુજરાતના પોરબંદર શહેરમાં થયો હતો. તેમણે સમગ્ર વિશ્વને અહિંસા, સત્ય અને શાંતિના માર્ગે ચાલવાનું એક અનોખું ઉદાહરણ આપ્યું. ગાંધીજી માત્ર એક રાજકીય નેતા નહીં પણ સમાજના નૈતિક પાયાને મજબૂત બનાવનારા મહાન વિચારક હતા. તેમણે બ્રિટિશ શાસન સામે લડવા માટે હિંસાની જગ્યાએ અહિંસા અને સત્યાગ્રહ જેવા માર્ગ અપનાવ્યા જેના પરિણામે ભારત 15 ઓગસ્ટ 1947ના રોજ સ્વતંત્ર બન્યું.

આઝાદીની ઉજવણી વખતે ક્યાં હતા ગાંધીજી ?

હવે વાત કરીએ ઇતિહાસની તો શું તમને ખબર છે? જ્યારે આખું દેશ આઝાદીની ભવ્ય ઉજવણીમાં ડૂબેલું હતું ત્યારે ગાંધીજી એ ઉજવણીથી દૂર હતા. તેઓ ત્યાં નહોતા જ્યાં તિરંગો લહેરાવવામાં આવ્યો, ન તો તે ઉજવણીમાં સામેલ થયા જ્યાં નેતાઓ નાચતા હતાં. ગાંધીજી એ દિવસે હતા કોલકાતા (તત્કાલીન નોઆખલી)માં,જ્યાં તેઓ સાંપ્રદાયિક હિંસા રોકવા માટે અનશન પર હતા.

સાંપ્રદાયિક સમરસતા માટે અનોખો યજ્ઞ

વિગતો મુજબ 14 ઓગસ્ટ 1947ના રાત્રે જયારે દેશભરમાં ઉત્સવ ઉજવાઈ રહ્યો હતો ત્યારે ગાંધીજી એક તૂટેલા મકાનના આંગણામાં પ્રાર્થનાસભા કરી રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે, આઝાદી આનંદદાયી છે, પણ એ સાથે જવાબદારી પણ છે. અડધી રાતે ભારતના બે ટુકડા થશે. એટલે આવતી કાલનો દિવસ એક તરફ ખુશીનો હશે તો બીજી તરફ દુઃખનો પણ. તેમના આ શબ્દો પાછળ રહેલું તત્વજ્ઞાન આજે પણ આપણા માટે માર્ગદર્શક છે. તેઓ માનતા હતા કે, જો કોલકાતામાં શાંતિ સ્થાપી શકાય, તો આખા ભારતમાં ભાઈચારાની ભાવના જગાવી શકાય છે.

ગાંધીજી એ દિવસ ઉપવાસ પર રહ્યા. તેમનું દિલ એ હિંસાથી ભડકેલા સમાજમાં શાંતિ લાવવાના પ્રયાસોમાં લાગેલું હતું. તેમણે કહ્યું હતું કે, સ્વતંત્રતાને એક જવાબદારી તરીકે જોવી, જયાં દરેક નાગરિકએ પોતાનું કર્તવ્ય નિભાવું જોઈએ-ભાઈચારો, સહિષ્ણુતા અને માનવતાને વરવા જોઈએ. જ્યારે આપણે ગાંધી જયંતી અને સ્વતંત્રતા દિવસ ઉજવીએ છીએ એ માત્ર એક અવકાશ પૂરતું નથી પણ એક ચેતના છે-જે આપણને સતત યાદ અપાવે છે કે, સાચી આઝાદી ત્યારે જ આવે છે, જ્યારે સમાજમાં શાંતિ, સમરસતા અને નૈતિકતા હોય.

આ પણ વાંચો : અહીં 15 ઓગસ્ટ નહીં, 19 ડિસેમ્બરે મનાવાય છે આઝાદીનો જશ્ન, એવું કેમ, જાણો

નેહરૂને પણ નહોતા સાંભળ્યા ગાંધીજીએ!

અહી એક વાત એ પણ નોંધનીય છે કે, 14 ઓગસ્ટની મધ્યરાત્રીએ જવાહરલાલ નેહરુએ તેમનું ઐતિહાસિક ભાષણ ‘ટ્રિસ્ટ વિથ ડેસ્ટિની’ આપ્યું હતું. આ ભાષણને મહાત્મા ગાંધી સિવાય લગભગ સમગ્ર દુનિયાએ સાંભળ્યું હતું, કેમ કે એ રાત્રે ગાંધીજી વહેલા ઊંઘી ગયા હતા.

આ પણ વાંચો : આ સ્ટાઇલમાં લખો 'હર ઘર તિરંગા' અભિયાન પર શાનદાર નિબંધ, તો બની જશો ક્લાસના નંબર 1 હીરો

હવે જાણીએ આઝાદીપર્વને લગતી આવી જ કેટલીક રસપ્રદ હકીકતો

  • દર વર્ષે સ્વતંત્રતા દિવસ પર ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પર તિરંગો (રાષ્ટ્રધ્વજ) લહેરાવે છે, પણ 15 ઓગસ્ટ, 1947ના દિવસે આવું બન્યું ન હતું. લોકસભા સચિવાલયના એક શોધપત્ર અનુસાર, નેહરુએ 16 ઓગસ્ટ, 1947ના દિવસે લાલ કિલ્લા પર ઝંડો લહેરાવ્યો હતો
  • 15 ઓગસ્ટ સુધી ભારત અને પાકિસ્તાન વચ્ચે સીમા રેખા (સરહદો) નક્કી થઈ ન હતી. તેનો નિર્ણય 17 ઓગસ્ટની ‘રેડક્લિફ લાઈન’ની જાહેરાતથી થયો, જે ભારત અને પાકિસ્તાનની સરહદોને નિર્ધારિત કરે છે
  • ભારત 15 ઓગસ્ટે આઝાદ તો થયો પણ એ વખતે આપણા દેશનું કોઈ રાષ્ટ્રગીત ન હોતું. રવીન્દ્રનાથ ટાગોર તો ‘જન ગણ મન’ વર્ષ 1911માં લખી ચૂક્યા હતા. આ ગીતને જોકે છેક 1950માં રાષ્ટ્રગીતનો દરજ્જો મળ્યો હતો.
  • 15 ઓગસ્ટના દિવસે જ સાઉથ કોરિયા, બહેરીન અને કાંગો દેશનો પણ સ્વતંત્રતા દિવસ ઉજવાય છે. જોકે આ દેશ અલગ-અલગ વર્ષ ક્રમશ: 1945, 1971 અને 1960માં આઝાદ થયા હતા.
  • લૉર્ડ માઉન્ટબેટને જ અંગત રીતે ભારતની સ્વતંત્રતા માટે 15 ઓગસ્ટનો દિવસ નક્કી કર્યો હતો, કેમ કે આ દિવસને તેઓ પોતાના કાર્યકાળ માટે સૌથી સૌભાગ્યશાળી દિવસ માનતા હતા.
  • 15 ઓગસ્ટ, 1947ના દિવસે લૉર્ડ માઉન્ટબેટને તેમની ઑફિસમાં કામ કર્યું હતું. બપોરે નેહરુએ તેમને પ્રધાનમંડળની યાદી સોંપી અને બાદમાં ઈન્ડિયા ગેટ નજીક પ્રિન્સેસ ગાર્ડનમાં એક સભાને સંબોધિત કરી હતી.
  • 15 ઓગસ્ટ, 1947ના દિવસે એક રૂપિયો એક ડૉલર બરાબર હતો અને સોનાનો ભાવ 88.62 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Mahatma Gandhi 15 August 2025 Independence Day 2025
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ