ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ભારતીયો માટે સારા સમાચાર, ટ્રમ્પ સરકારની આ શરત પૂરી કરવાથી બચી જશે નોકરી

National / ભારતીયો માટે સારા સમાચાર, ટ્રમ્પ સરકારની આ શરત પૂરી કરવાથી બચી જશે નોકરી

Published By: Nidhi Panchal

Last Updated: 06:19 PM, 24 May 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકામાં રહેતા લાખો ભારતીય H-1B વિઝા ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ પ્રશાસને ગ્રીન કાર્ડ પ્રક્રિયાને લઈને નરમ વલણના સંકેત આપતાં ભારતીય પ્રોફેશનલ્સમાં આશા જાગી છે.

ADVERTISEMENT

અમેરિકામાં ગ્રીન કાર્ડની રાહ જોઈ રહેલા ભારતીય H-1B વિઝા ધારકો માટે હવે થોડી રાહત જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી એવી ચર્ચા ચાલી રહી હતી કે ટ્રમ્પ પ્રશાસન નવી ઇમિગ્રેશન નીતિ હેઠળ ઘણા વિદેશી કર્મચારીઓને પોતાના દેશ પરત જઈને ગ્રીન કાર્ડ પ્રક્રિયા પૂર્ણ કરવા મજબૂર કરી શકે છે. આ પ્રસ્તાવને કારણે ખાસ કરીને ભારતીય IT પ્રોફેશનલ્સ અને H-1B વિઝા પર કામ કરતા લોકોમાં ભારે ચિંતા ફેલાઈ હતી. હવે અમેરિકી પ્રશાસન તરફથી મળેલા નવા સંકેતો બાદ ઘણા ભારતીયોમાં ફરી આશા જાગી છે.

h1b-visa

અમેરિકા રહીને જ ગ્રીન કાર્ડ માટે અરજી

અમેરિકાના US સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસના પ્રવક્તા જેક કાહલરે જણાવ્યું છે કે, જે વિદેશી કર્મચારીઓ અમેરિકાના રાષ્ટ્રીય હિત અથવા આર્થિક વિકાસ સાથે સીધા જોડાયેલા છે, તેમને હાલની પ્રક્રિયા હેઠળ અમેરિકા રહીને જ ગ્રીન કાર્ડ માટે અરજી આગળ વધારવાની મંજૂરી મળી શકે છે. આ નિવેદન બાદ H-1B વિઝા ધારકોને મોટી રાહત મળી છે, કારણ કે અગાઉ એવો ડર હતો કે હજારો લોકોને પોતાના દેશ પાછા મોકલવામાં આવી શકે છે.

“એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ”

હાલ સુધી અમેરિકામાં ઘણા વિદેશી કર્મચારીઓ “એડજસ્ટમેન્ટ ઓફ સ્ટેટસ” પ્રક્રિયા દ્વારા અમેરિકા છોડ્યા વગર જ ગ્રીન કાર્ડ માટે અરજી કરતા હતા. પરંતુ નવા સૂચિત ફેરફાર હેઠળ કેટલાક લોકોને અમેરિકી દૂતાવાસ અથવા કાઉન્સિલેટ મારફતે પોતાના દેશમાંથી પ્રક્રિયા પૂર્ણ કરવાની ફરજ પડી શકે છે. અમેરિકી હોમલેન્ડ સિક્યોરિટી વિભાગનું કહેવું છે કે આ પગલું ઇમિગ્રેશન સિસ્ટમને વધુ વ્યવસ્થિત બનાવવા અને ખામીઓ દૂર કરવા માટે લેવામાં આવી રહ્યું છે.

H1B-visa

સૌથી મોટી અસર ભારતીયો પર પડી

આ નવા નિયમોની સૌથી મોટી અસર ભારતીયો પર પડી શકે છે. અમેરિકામાં રોજગાર આધારિત ગ્રીન કાર્ડ બેકલોગમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. ખાસ કરીને EB-2 અને EB-3 કેટેગરીમાં અરજી કરનારા હજારો ભારતીયો 10 વર્ષથી વધુ સમયથી ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે. જો મોટી સંખ્યામાં લોકોને પોતાના દેશમાં જઈને પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે તો અમેરિકી દૂતાવાસોમાં ભારે ભીડ અને લાંબા વિલંબની સ્થિતિ સર્જાઈ શકે છે. આ દરમિયાન ઘણા લોકો નોકરી અને પરિવારથી લાંબા સમય માટે દૂર ફસાઈ શકે છે.

તેમનું કામ અમેરિકાના રાષ્ટ્રીય હિત

ઇમિગ્રેશન નિષ્ણાતોનું માનવું છે કે હવે અરજદારોને એ સાબિત કરવું પડશે કે તેમનું કામ અમેરિકાના રાષ્ટ્રીય હિત અથવા આર્થિક વિકાસ માટે મહત્વપૂર્ણ છે. માત્ર નિયમોનું પાલન કરવું પૂરતું નહીં ગણાય. આ કારણે કુશળ ભારતીય પ્રોફેશનલ્સ માટે નવા પડકારો પણ ઉભા થઈ શકે છે. જોકે, ટ્રમ્પ પ્રશાસન દ્વારા આપવામાં આવેલા તાજા સંકેતોને કારણે IT ક્ષેત્રમાં કામ કરતા ઘણા ભારતીયોમાં થોડી રાહતનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો : VIDEO : ચલણી નોટો ભરેલી બેગ ઉઠાવીને લઈ ગયો ડોગી, અનોખી ચોરીનો વીડિયો વાયરલ

કાનૂની નિષ્ણાતોનું એવું પણ કહેવું છે કે જો નવી નીતિ વધુ કડક બનશે તો તેને અમેરિકાની અદાલતમાં પડકારવામાં આવી શકે છે. હાલમાં હજુ સ્પષ્ટ નથી કે આ નિયમ ક્યારે લાગુ પડશે અને કયા અરજદારોને તેની સીધી અસર થશે. તેમ છતાં, અમેરિકાની અર્થવ્યવસ્થા માટે મહત્વપૂર્ણ માનવામાં આવતા કુશળ વિદેશી કર્મચારીઓને રાહત આપવાની તૈયારી દર્શાવતા સંકેતો ભારતીય H-1B વિઝા ધારકો માટે સકારાત્મક માનવામાં આવી રહ્યા છે.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Trump Administration H-1B Visa Green Card

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ