બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:41 PM, 8 December 2025
ગોવાના પ્રખ્યાત 'બિર્ચ બાય રોમિયો લેન' નાઈટ ક્લબમાં થયેલા અગ્નિકાંડના મુખ્ય આરોપી આરોપી સૌરભ અને ગૌરવ લુથરા ઈન્ડિગોના વિમાનમાં ભારતમાંથી ફરાર થઈ થાઈલેન્ડના ફૂકેટ ભાગી ગયા છે. ગોવા પોલીસે સમગ્ર મામલે નિવેદન આપતા કહ્યું કે હાલમાં આરોપીના ઠેકાણા અને વિદેશ ભાગી જવાની સમગ્ર પ્રક્રિયાની તપાસ ચાલી રહી છે.
ADVERTISEMENT
ઇન્ડિગોની ફ્લાઇટ 6E 1073 માં ફુકેટ ભાગ્યા
પોલીસે વધુ વિગતો આપતા જણાવ્યું કે મુંબઈ ઇમિગ્રેશનનો સંપર્ક કરવામાં આવતા જાણવા મળ્યું કે બંને આરોપીઓ 7 ડિસેમ્બરના રોજ સવારે 5:30 વાગ્યે ઇન્ડિગોની ફ્લાઇટ 6E 1073 માં ફુકેટ જવા રવાના થયા હતા. આ અકસ્માત ગઈકાલે (7 ડિસેમ્બર) રાત્રે મધ્યરાત્રિની આસપાસ થયો હતો, જેનાથી સ્પષ્ટ થયું કે બંને શખ્સ તપાસથી બચવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ADVERTISEMENT
ફટાકડાના કારણે આગ લાગી-મુખ્યમંત્રી
ADVERTISEMENT
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે કહ્યું કે, ‘પ્રાથમિક તપાસ મુજબ, નાઈટ ક્લબનાં ડાન્સ ફ્લોર પર ભીડ ઉમટી હતી, તેમાં કોઈએ જોશમાં આવીને ફટાકડા ફોડ્યા હતા, જેના કારણે ભયાનક આગી લાખી હતી.’ આ પહેલા એવી માહિતી સામે આવી હતી કે, સિલિન્ડર બ્લાસ્ટના કારણે આગ લાગી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.