બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:03 AM, 13 August 2025
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)એ લગભગ 1,700 જેટલા પાયલોટના સિમ્યુલેટર તાલીમમાં ખામીઓ સામે ઇન્ડિગોને કારણ આપવાની નોટિસ મોકલી છે. સિમ્યુલેટર તાલીમ એટલે કે જેમાં કમ્પ્યુટરની મદદથી હકીકત જેવી પરિસ્થિતિઓ અને કામગીરીનું વર્ચ્યુઅલ દ્રશ્ય તૈયાર કરીને પાયલોટને શીખવાની અને કુશળતા વિકસાવવાની તક આપવામાં આવે છે.
ADVERTISEMENT
કારણ જણાવો નોટિસ જાહેર
સૂત્રોના જણાવ્યા મુજબ, ગયા મહિને એરલાઇન પાસેથી મળેલા રેકોર્ડ અને તેના જવાબોની તપાસ કર્યા બાદ DGCAએ આ કારણ જણાવો નોટિસ જાહેર કરી હતી.
ADVERTISEMENT

ઇન્ડિગો તરફથી હજી સુધી કોઈ પ્રતિસાદ નહીં
ADVERTISEMENT
ઇન્ડિગો તરફથી આ મુદ્દે તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી નથી. DGCAએ જણાવ્યું છે કે લગભગ 1,700 જેટલા પાયલોટ માટે કેટેગરી-સી અથવા મહત્વના એરપોર્ટ ક્ષેત્ર માટેનું તાલીમ અયોગ્ય સિમ્યુલેટર પર લેવામાં આવ્યું હતું. તેમાં કમાંડ પાયલટ અને ફર્સ્ટ ઓફિસરના તાલીમનો પણ સમાવેશ થાય છે.
સૂત્રો મુજબ, જાણવા મળ્યું કે જે સિમ્યુલેટર પર આ તાલીમ આપવામાં આવી હતી તે કાલિકટ, લેહ અને કાઠમંડુ જેવા કેટલાક એરપોર્ટ પર ઓપરેશન માટે લાયક ન હતાં.
ADVERTISEMENT
અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલિ
એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને મંગળવારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા અકસ્માત સ્થળે મીણબત્તી પ્રગટાવીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. દુર્ઘટનાને બે મહિના પૂરા થતા આ શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT

અમેરિકા સ્થિત વિમાનન કાયદાના નિષ્ણાત માઇક એન્ડ્ર્યુઝ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા. તેઓ મૃતકોના સ્વજનોને મળવા ગુજરાત આવ્યા છે. તેમના મીડિયા કોર્ડીનેટર કુલદીપ ઇસરાણીએ જણાવ્યું કે,
ADVERTISEMENT
એન્ડ્ર્યુઝ અને વિમાન દુર્ઘટનાના પીડિતોના લગભગ 20 થી 25 પરિવારના સભ્યોએ પીડિતોની યાદમાં મીણબત્તી પ્રગટાવી હતી.
વધુ વાંચો: 7 બાળકો સહિત 10ના મોત, ખાટુશ્યામના દર્શનેથી પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓનો ગમખ્વાર અકસ્માત
વિમાનમાં સવાર 242 લોકોના મોત
12 જૂનના રોજ એર ઇન્ડિયાનું બોઇંગ વિમાન સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પરથી ઉડાન ભર્યા બાદ થોડા સમયમાં જ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં સવાર 242 મુસાફરો સહિત જમીન પર રહેલા 19 લોકોનું મૃત્યુ થયું હતું. મૃત્યુ પામનારા લોકોમાં ચાર મેડિકલ વિદ્યાર્થીઓપણ સામેલ હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.