ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ભારતમાં ઝડપથી વધી રહ્યા છે કેન્સરના દર્દીઓ, સામે આવ્યું સૌથી મોટું કારણ

ચિંતા / ભારતમાં ઝડપથી વધી રહ્યા છે કેન્સરના દર્દીઓ, સામે આવ્યું સૌથી મોટું કારણ

Published By: Nidhi Panchal

Last Updated: 10:38 AM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું તમને ખબર છે કે છેલ્લા ૩૩ વર્ષોમાં ભારતમાં કેન્સરના દર્દીઓ બમણી ઝડપે વધી રહ્યા છે? જ્યારે અમેરિકા અને ચીનમાં આ જ સમયગાળામાં કેન્સર પર નિયંત્રણ મેળવી લેવામાં આવ્યું છે!

ADVERTISEMENT

ભારતમાં કેન્સરના દર્દીઓની સંખ્યામાં છેલ્લા ત્રણ દાયકામાં ભારે વધારો નોંધાયો છે. ધ લેન્સેટમાં પ્રકાશિત થયેલા એક નવા અભ્યાસ મુજબ, વર્ષ 1990 થી 2023 વચ્ચે ભારતમાં કેન્સરના કેસોમાં ૨૬ ટકા વધારો થયો છે. 1990માં, પ્રતિ 100,000 લોકો દીઠ સરેરાશ 84 કેન્સરના કેસ નોંધાતા હતા, જ્યારે 2023માં આ આંકડો વધીને 107 સુધી પહોંચી ગયો છે.

cancer-new-logo1

આ અભ્યાસે વધુ એક ચોંકાવનારું તારણ આપ્યું છે – ચિકિત્સા સુવિધાઓમાં સુધારો છતાં કેન્સરથી થતા મૃત્યુમાં 21 ટકાનો વધારો થયો છે.

cancer-final

સકારાત્મક બદલાવ

બીજી બાજુ, અમેરિકા અને ચીનમાં આ જ સમયગાળામાં સકારાત્મક બદલાવ જોવા મળ્યો છે. ચીનમાં કેન્સરના કેસોમાં 19 ટકા અને અમેરિકામાં 20 ટકાનો ઘટાડો થયો છે. કેન્સરથી થતા મૃત્યુમાં તો વધુ મોટો ઘટાડો નોંધાયો – ચીનમાં 43 ટકા અને અમેરિકામાં ૩૩ ટકા. આ સફળતાનું મુખ્ય કારણ છે – તમાકુ ઉત્પાદનો પર કડક નિયંત્રણ, રસીકરણ, અને નિયમિત સ્ક્રીનીંગ.

app promo6

નિષ્ણાતોના મતે, ભારતમાં કેસોમાં વધારો થવાનો મુખ્ય કારણ છે – તમાકુનું સેવન, સ્થૂળતા, ચેપ અને કેન્સર વહેલા તબક્કે શોધી ન શકાય તે. તેમણે કહ્યું કે HPV અને હેપેટાઇટિસ-B રસીકરણ, મેમોગ્રાફી, ફેફસાના કેન્સર સ્ક્રીનીંગ અને કોલોનોસ્કોપી દ્વારા કેન્સરનું જોખમ ઘણું ઓછું થઈ શકે છે.

આ પણ વાંચો : VIDEO : ટેબલ પર હાથ પછાડ્યા, પાક. સામેની મેચમાં ગૌતમનો ગંભીર નહીં પણ જબરદસ્ત જુસ્સો

અભ્યાસના મુખ્ય લેખક, યુનિવર્સિટી ઓફ વોશિંગ્ટનના ડૉ. લિસા ફોર્સે જણાવ્યું કે, કેન્સર વૈશ્વિક સ્વાસ્થ્ય પર ભારે બોજ છે અને તેને નિયંત્રિત કરવા માટે તાત્કાલિક કાર્ય યોજના તથા આંતરરાષ્ટ્રીય સહકાર જરૂરી છે. ભારતમાં સંસદીય સમિતિએ પણ સૂચન કર્યું છે કે તમાકુ ઉત્પાદનો પર વધુ કર લગાવવો જોઈએ અને કેન્સર સ્ક્રીનીંગને જનઆંદોલન બનાવવું જોઈએ. નહીં તો આગામી વર્ષોમાં પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

cancer deaths tobacco use India cancer cases

Published by

Nidhi Panchal

Nidhi Panchal, I am having 8 years of experience in Media Industry & also work as field reporting. Working as Sub-Editor at VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ