બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / VIDEO : ટેબલ પર હાથ પછાડ્યા, પાક. સામેની મેચમાં ગૌતમ ગંભીરનો પણ જબરદસ્ત જુસ્સો
Last Updated: 11:24 AM, 29 September 2025
એશિયા કપ 2025 ના ઐતિહાસિક ફાઇનલમાં, ભારતે પાકિસ્તાનને 5 વિકેટથી હરાવ્યું. આ સાથે, સૂર્યકુમાર યાદવની આગેવાની હેઠળની ભારતીય ટીમે 9મી વખત (ODI અને T20 બંને ફોર્મેટ સહિત) એશિયા કપ જીત્યો. આ T20 એશિયા કપની ત્રીજી સીઝન હતી, જેમાં ટીમ ઇન્ડિયા બે વાર ચેમ્પિયન બની હતી. આ પહેલા, ભારતે 2016 T20 એશિયા કપ જીત્યો હતો.
ADVERTISEMENT
ટાઇટલ મેચ દરમિયાન ભારતીય ટીમના મુખ્ય કોચ ગૌતમ ગંભીરનો અનખો અંદાજ હાલ ચર્ચામાં છે. ગૌતમ ગંભીર તેમની ગંભીર અને કડક છબી માટે જાણીતા છે, પરંતુ ફાઇનલ દરમિયાન પણ તેઓ પોતાની લાગણીઓને કાબૂમાં રાખી શક્યા નહીં. જીત પહેલા ગંભીરની પ્રતિક્રિયા હવે ચાહકોમાં ઘર-ઘરમાં જાણીતી બની ગઈ છે.
મેચની છેલ્લી ઓવરમાં, જ્યારે તિલક વર્માએ હરિસ રૌફના બીજા બોલને મિડવિકેટ ઉપર સિક્સર ફટકારી, ત્યારે ગૌતમ ગંભીરની પ્રતિક્રિયા જોવા મળી હતી. ગંભીર ઉત્સાહમાં હતો અને ખુશીમાં ડ્રેસિંગ રૂમ ટેબલ પર હાથ પછાડતો જોવા મળ્યો હતો. આ દુર્લભ દૃશ્ય સોશિયલ મીડિયા પર વાયરલ થયું.
ADVERTISEMENT
The six that all but sealed it for #TeamIndia 💪
— Sony Sports Network (@SonySportsNetwk) September 28, 2025
Tilak Varma, words just aren’t enough. 🫡 #SonySportsNetwork #DPWorldAsiaCup2025 #INDvPAK pic.twitter.com/DryFgjHa37
તિલક વર્માના તૂફાનમાં ધરાશાયી થયુ પાકિસ્તાન
ADVERTISEMENT
દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં પાકિસ્તાને ભારતને જીતવા માટે 147 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. આ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. સ્કોર 20 સુધી પહોંચ્યો ત્યાં સુધીમાં ત્રણ ભારતીય ખેલાડીઓ આઉટ થઈ ગયા હતા, જેમાં ઓપનર અભિષેક શર્મા (5) ની મહત્વપૂર્ણ વિકેટનો પણ સમાવેશ થાય છે.
વધુ વાંચો: Asia Cup માં વિજેતા બનતા ટીમ ઈન્ડિયા પર થયો પૈસાનો વરસાદ, BCCIએ જાહેર કરી બમ્પર પ્રાઈઝ મની
ADVERTISEMENT
ત્રણ વિકેટ પડ્યા પછી, તિલક વર્મા અને સંજુ સેમસન (24 રન) સારી પાર્ટનરશીપ કરી હતી, ચોથી વિકેટ માટે 57 રન કર્યા હતા. ત્યારબાદ તિલક, શિવમ દુબે (33 રન) સાથે મળીને મેચનું પાસું ફેરવી દીધું. ભારતને અંતિમ ઓવરમાં જીત માટે 10 રનની જરૂર હતી. તિલકએ હરિસ રૌફના બીજા બોલ પર છગ્ગો ફટકાર્યો, જેનાથી મેચ સંપૂર્ણપણે ભારતની તરફેણમાં થઈ ગઈ.

ADVERTISEMENT
ત્યારબાદ, રિંકુ સિંહે ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો ફટકારીને ભારતને જીત અપાવી. તિલક વર્માએ પોતાની શ્રેષ્ઠ આંતરરાષ્ટ્રીય ઇનિંગ રમી, અણનમ 69 (53 બોલ, 3 ચોગ્ગા, 4 છગ્ગા) રન બનાવ્યા. અગાઉ, ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લેનારા પાકિસ્તાને મજબૂત શરૂઆત કરી, 1 વિકેટે 113 રન બનાવ્યા. જોકે, ત્યારબાદ ટીમ પત્તાના ઢગલા જેવી પડી ગઈ અને 19.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
T20 World Cup 2026 / પાકિસ્તાન સામે ભારતીય સિંહણોની ગર્જના, ટીમ ઈન્ડિયાની 64 રને શાનદાર જીત
Womens World Cup 2026 / ભારત પાકિસ્તાન મેચ પહેલા હેન્ડશેક વિવાદ પર ભડકી હરમનપ્રીત કૌર, આપ્યો સણસણતો જવાબ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.