ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Asia Cup માં વિજેતા બનતા ટીમ ઈન્ડિયા પર થયો પૈસાનો વરસાદ, BCCIએ જાહેર કરી બમ્પર પ્રાઈઝ મની

સ્પોર્ટ્સ / Asia Cup માં વિજેતા બનતા ટીમ ઈન્ડિયા પર થયો પૈસાનો વરસાદ, BCCIએ જાહેર કરી બમ્પર પ્રાઈઝ મની

Published By: Priykant Shrimali

Last Updated: 07:52 AM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2025 Prize Money : એશિયા કપમાં પાકિસ્તાનને હરાવી ભારતની પ્રચંડ જીત, BCCIએ ખોલ્યો ખજાનો, આ રકમ ખેલાડીઓ ઉપરાંત સપોર્ટ સ્ટાફને પણ આપવામાં આવશે

ADVERTISEMENT

Asia Cup 2025 Prize Money : ગઇકાલે એટલે કે, 29 સપ્ટેમ્બર, 2025ના રોજ એક હાઇ-વોલ્ટેજ મુકાબલામાં ભારતે પોતાના પરંપરાગત પ્રતિસ્પર્ધી પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને નવમો એશિયા કપ જીત્યો. શ્રીલંકાના કોલંબો ખાતે રમાયેલ આ રોમાંચક ફાઈનલમાં ભારતે પોતાની શાનદાર રમત દ્વારા ન માત્ર ટાઇટલ જીત્યો પણ ઈનામ સમારંભ દરમિયાન મોટા ભાગના સન્માન પણ પોતાને નામ કર્યા.

ભારતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. ભારતીય બોલર્સે આ નિર્ણયને યોગ્ય સાબિત કરતાં પાકિસ્તાનને માત્ર 19.1 ઓવરમાં 146 રનમાં ઓલઆઉટ કરી દીધું. ખાસ કરીને કુલદીપ યાદવે પોતાની ઘાતક સ્પિન સાથે પાકિસ્તાની બેટ્સમેનોએ ઘૂંટણ ટેકવા મજબૂર કર્યા. જવાબમાં ભારતે લક્ષ્યનો પીછો કરી 19.4 ઓવરમાં પાંચ વિકેટના નુકસાન પર 150 રન બનાવીને વિજય હાંસલ કર્યો. યુવા બેટ્સમેન તિલક વર્માએ શાનદાર રમત દર્શાવી અને 53 બોલમાં 69 અણનમ રન બનાવ્યા. અંતે રિંકુ સિંહે વિજયી બાઉન્ડ્રી ફટકારી અને સમગ્ર ભારતીય ડ્રેસિંગ રૂમ અને દર્શકોમાં આનંદની લહેર ફેલાઈ ગઈ.

એશિયા કપ 2025 માં કોને શું મળ્યું?

મેચ બાદ આયોજિત ઇનામ વિતરણ સમારંભ ભારતીય ખેલાડીઓ માટે ખૂબ યાદગાર રહ્યો. વિવિધ શ્રેણીઓમાં તેમને સન્માનિત કરવામાં આવ્યા.

ટ્રોફી વિતરણ વિવાદ

વિચિત્ર રીતે ભારતે ટાઇટલ જીત્યા બાદ ટ્રોફી ઉપાડવાનો ઇન્કાર કર્યો. ચર્ચા મુજબ ભારતીય ટીમ ટ્રોફી ACC પ્રમુખ મોહસીન નકવીના બદલે અમીરાત ક્રિકેટ બોર્ડના ઉપાધ્યક્ષ પાસેથી લેવી ઇચ્છતી હતી. પરંતુ અંતે ટીમે ટ્રોફી વગર સમારોહ પૂર્ણ કર્યો, જે હવે ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો : આખા એશિયા કપમાં એક પણ મેચ ન રમ્યો અને ફાઇનલમાં રિંકુ સિંહે એક શૉટથી ભારતને બનાવ્યું ચેમ્પિયન

BCCI તરફથી વિશાળ નાણાકીય ઇનામ

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ વિજેતા ટીમ માટે ₹21 કરોડ રૂપિયાની ઇનામ રકમની જાહેરાત કરી છે. આ રકમ ખેલાડીઓ ઉપરાંત સપોર્ટ સ્ટાફને પણ આપવામાં આવશે. BCCI પ્રમુખે જણાવ્યું હતું કે, ટીમે જેમ રીતે સમગ્ર ટુર્નામેન્ટમાં પોતાનું પ્રદર્શન કર્યું છે તે કાબિલે દાદ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Asia Cup 2025 Prize Money Prize Money India-Pakistan Match

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ