ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / આખા એશિયા કપમાં એક પણ મેચ ન રમ્યો અને ફાઇનલમાં રિંકુ સિંહે એક શૉટથી ભારતને બનાવ્યું ચેમ્પિયન

સ્પોર્ટ્સ / આખા એશિયા કપમાં એક પણ મેચ ન રમ્યો અને ફાઇનલમાં રિંકુ સિંહે એક શૉટથી ભારતને બનાવ્યું ચેમ્પિયન

Published By: Priykant Shrimali

Last Updated: 06:58 AM, 29 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rinku Singh : એશિયા કપ 2025 દરમિયાન ભારતે અનેક મૅચો રમેલી પરંતુ રિંકુ સિંહ માટે આ ટૂર્નામેન્ટ ખાસ રહ્યું, કારણ કે તેણે માત્ર એક જ મેચ રમી અને તે પણ ફાઇનલ!

ADVERTISEMENT

Rinku Singh : ભારત vs પાકિસ્તાન એશિયા કપ 2025ની ફાઇનલમાં દબાણ ભરેલી ક્ષણ અને માત્ર એક શોટથી વિજયી બનવાની તક અને ત્યાં રિંકુ સિંહ ક્રીઝ પર આવ્યા. તેમણે ફક્ત એક જ બોલ રમ્યો… અને એ જ બોલ પર ભારતને જીતનો વિજયી શોટ મારી દેતો ઈતિહાસ રચી દીધો.

ફાઇનલનો નાયક: રિંકુ સિંહ

એશિયા કપ 2025 દરમિયાન ભારતે અનેક મૅચો રમેલી પરંતુ રિંકુ સિંહ માટે આ ટૂર્નામેન્ટ ખાસ રહ્યું, કારણ કે તેણે માત્ર એક જ મેચ રમી અને તે પણ ફાઇનલ! પાકિસ્તાન સામે રમાયેલી આ નિર્ણાયક મૅચમાં જયારે જીત માટે છેલ્લો શોટ જરૂરી હતો, ત્યારે રિંકુ સિંહે એક શાંત અને આત્મવિશ્વાસભર્યો ફોર માર્યો અને ભારતને 5 વિકેટથી જીત અપાવી. આ શોટ માત્ર જીતનો પલ ન હતો આ તેની તૈયારી, ધીરજ અને આત્મવિશ્વાસની જીત હતી.

રિંકુએ પહેલાં જ લખી દીધું હતું "વિજેતા શોટ"

મૅચ પછીના "એક્સ્ટ્રા ઇનિંગ્સ" કાર્યક્રમમાં રિંકુ સિંહે એવું ખુલાસું કર્યું કે, તેણે એશિયા કપ શરૂ થાય તે પહેલાં જ લખી દીધું હતું કે તે “વિજેતા શોટ” મારશે. જ્યારે હોસ્ટ દ્વારા તેને એક કાગળનો ટુકડો બતાવાયો, જેમાં “વિજેતા શોટ-રિંકુ સિંહ” લખેલું હતું, ત્યારે તેણે હસતાં-હસતાં પુષ્ટિ આપી, હા, હું માનું છું કે, ભગવાને આ બધું લખી દીધું હતું. પણ કદાચ મેં પણ મારા નસીબને લખવાનું શરુ કરી દીધું છે. આ શબ્દોએ માત્ર ક્રિકેટ પ્રેમીઓ નહીં, પરંતુ તમામ યંગસ્ટર્સ માટે પ્રેરણાનું કામ કર્યું.

આ પણ વાંચો : "ભારતીય સેનાને આપવા માંગુ છું એશિયા કપ મેચની ફી", પ્રચંડ જીત બાદ કેપ્ટનનું મોટું એલાન

પ્રિયા સરોજ સાથેનો ખાસ ક્ષણ

વિજય પછી રિંકુ સિંહે તેની મંગેતર પ્રિયા સરોજ સાથે વીડિયો કોલ પર વાત કરી. ત્યાર બાદ પ્રિયાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બંનેનો સ્ક્રીનશોર્ટ શેર કર્યો, જેને લાખો લોકોએ શેર અને લાઈક કર્યું. પ્રેમ અને સફળતાના આ ક્ષણોએ આ વિજયને વધુ ખાસ બનાવી દીધો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

asia cup trophy Asia Cup 2025 rinku singh

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ