બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:03 AM, 11 September 2025
પંજાબના મોહાલીના સેક્ટર-68માં HDFC બેંક શાખામાં આવેલા એક ઇમિગ્રેશન કંપનીના માલિકે પોતાની લાઇસન્સવાળી પિસ્તોલથી ગોળી મારીને આત્મહત્યા કરી લીધી. મૃતકની ઓળખ રાજદીપ તરીકે થઈ છે. તેણે 45 બોરની પિસ્તોલથી આત્મહત્યા કરી હતી. તે મૂળ મોગાનો રહેવાસી હતો. રાજદીપે બેંકના બાથરૂમમાં આત્મહત્યા કરી હતી. તેણે માથામાં ગોળી મારીને આત્મહત્યા કરી હતી. પોલીસે બેંકની અંદર લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ પણ મેળવ્યા છે. રાજદીપ એક ઇમિગ્રેશન કંપનીનો માલિક હતો અને સેક્ટર-80માં ભાડાના મકાનમાં રહેતો હતો. તેની સેક્ટર-82માં ઓવરલેન્ડ નામની ઇમિગ્રેશન કંપની છે.
ADVERTISEMENT
સુસાઇડ નોટમાં શું લખ્યું?
બપોરે લગભગ 2:30 વાગ્યે પોલીસને માહિતી મળી કે રાજદીપ નામના વ્યક્તિએ HDFC બેંકના બાથરૂમમાં ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. રાજદીપના મોબાઈલમાંથી એક વીડિયો પણ મળી આવ્યો છે જેમાં તેણે પંજાબ પોલીસના AIG ગુરજોત સિંહ પર માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે. રાજીવે વીડિયોમાં કહ્યું છે કે AIG તેમને અને તેમના પરિવારને ધમકી આપી રહ્યા છે અને તેઓ સતત હેરાન કરી રહ્યા છે. એટલા માટે તે આત્મહત્યા કરી રહ્યો છે. પોલીસને ઘટનાસ્થળેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. ગુરજોત સિંહ કાલેર વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે અને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
બધા લોકોએ મને લૂંટી લીધો-રાજદીપ સુસાઈટ નોટમાં લખ્યું
ADVERTISEMENT
પંજાબીમાં લખેલી સુસાઇડ નોટમાં રાજદીપે પહેલા તેના પિતા, પત્ની અને પુત્રની માફી માંગી. રાજદીપે લખ્યું, "પપ્પા, કૃપા કરીને મને માફ કરો. છબી, તમે પણ મને માફ કરો. મારી પાસે બીજો કોઈ વિકલ્પ બચ્યો નથી. 4 લોકોએ મારા બધા પૈસા લૂંટી લીધા છે અને મને ધમકી આપી રહ્યા છે. મારી સાથે કામ કરતા સમીર, રિંકુ અને સાઇનાએ મને છેતર્યો છે. રિંકુ અને સાઇનાએ 40 લાખનું નુકસાન પહોંચાડ્યું છે. મારે સમીર અગ્રવાલ પાસેથી 2.46 કરોડ રૂપિયા લેવાના છે, અને આ 3.5કરોડ રૂપિયા ગુરડિયાલ કાકાના છે. હું ચાર મહિનાથી પૈસા માંગી રહ્યો છું પણ તેઓ પાછા નથી આપી રહ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.