બ્રેકિંગ ન્યુઝ
Nitish Kumar: બુધવારે (19 નવેમ્બર 2025) NDAના ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા બાદ આજે એટલે કે 20મી નવેમ્બર ગુરુવારે નીતિશ કુમાર 10મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. નીતીશ કુમારે રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને પોતાનું રાજીનામું સુપરત કરીને નવી સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો.
ADVERTISEMENT
નીતિશ કુમારના નેતૃત્વ હેઠળની આ સરકારમાં મોટાભાગે જૂના ચહેરાઓ હોવાની શક્યતા છે. ભાજપે સમ્રાટ ચૌધરી અને વિજય કુમાર સિંહાને ડેપ્યુટી સીએમ તરીકે પસંદ કર્યા છે, જેનાથી બંને નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે તે નિશ્ચિત થઈ ગયું છે. આ ઉપરાંત ભાજપ તેના મંત્રીમંડળમાં ઘણા ફેરફારો કરે તેવુ હાલ કાઈ દેખાઈ રહ્યું નથી.
ADVERTISEMENT

ADVERTISEMENT
રાજ્યની રાજધાની પટનાના ગાંધી મેદાનમાં ફરી એકવાર નીતિશ કુમાર મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. શપથ ગ્રહણ સમારોહ (20 નવેમ્બર 2025)ના રોજ સવારે 11:30 વાગ્યે યોજાવાનો છે. આ શપથગ્રહણ સમારોહમાં વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક કેન્દ્રીય મંત્રીઓ તેમજ ઘણા VIP લોકો હાજર રહેશે.
ADVERTISEMENT
નીતિશ કુમારના શપથ સમારોહમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા, રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્મા, મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ, છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાય, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુ અને IT મંત્રી નારા લોકેશ પણ આ ભવ્ય કાર્યક્રમમાં હાજર રહેશે.
વધુ વાંચો : TMKOCમાં ટૂંક સમયમાં જ થશે દયાબેનની એન્ટ્રી! ટપુએ કરી દીધુ કન્ફર્મ, જાણો ડિટેઈલ
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.