બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / બિહારમાં મોદી-નીતિશનો મેજીક, NDAનો સપાટો, મહાગઠબંધન-PK ધોવાયા

ચૂંટણી પરિણામ / બિહારમાં મોદી-નીતિશનો મેજીક, NDAનો સપાટો, મહાગઠબંધન-PK ધોવાયા

Jay Bhatt

Last Updated: 11:14 PM, 14 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિહાર વિધાનસભા ચૂંટણીનું પરિણામનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે, NDAને પ્રચંડ જીત મળી છે. હવે પટનાના રાજકીય કિલ્લા પર ફરી એકવાર નીતિશ કુમાર કબજો કરશે અને NDA સાથે સરકાર બનાવશે.

Bihar Assembly Election Result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણી માટે બે તબક્કામાં મતદાન થયું હતું. આજે એટલે કે 14મી નવેમ્બર 2025ના રોજ વિધાનસભાની ચૂંટણી માટે મતગણતરી સવારથી જ શરુ કરવામાં આવી હતી, જે હાલ ચાલુ છે અને અત્યાર સુધીના વલણોમાં NDAએ 200 બેઠકોનો આંકડો વટાવી દીધો છે જ્યારે વિપક્ષના સુપડા સાફ કરી દીધા છે.

વડાપ્રધાન મોદી અને નીતિશ કુમારનો મેજિક ચાલી ગયો

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં ફરી એક વખત વડાપ્રધાન મોદી અને નીતિશ કુમારનો મેજિક ચાલી ગયો છે. ભાજપ, જેડીયુ સહિત સહયોગી પાર્ટીથી એનડીએ ચૂંટણીમાં જોરદાર પ્રદર્શન કર્યું છે. NDAની ભવ્ય લહેર સામે RJD અને કોંગ્રેસને કારમો પરાજયનો સામનો કરવો પડ્યો છે. જે મોટી મોટી વાતો અને બણગા ફૂંકવામાં આવી રહ્યા હતા તે તમામ ટાઈ-ટાઈ ફીસ થઈ ગયા છે.

મહાગઠબંધનના ખેલાડીઓની નાલેશીભરી હાર

બિહારમાં NDA પ્રચંડ બહુમતી સાથે સત્તામાં પાછું આવ્યું છે. 243 બેઠકોવાળી વિધાનસભામાં નીતિશ કુમારની સરકારના 29 મંત્રીઓમાંથી 28 જીત્યા છે. જ્યારે મહાગઠબંધનના બધા ખેલાડીઓની નાલેશીભરી હાર થઈ છે. કોંગ્રેસ બે આંકડા સુધી પહોંચી શકી નથી. તેજસ્વીની RJDને 26 બેઠકોથી સંતોષ માનવો પડ્યો. લાલુ યાદવના બે પુત્રોમાંથી એકની જીત થઇ તો એકની હાર થઇ છે.

vtv app promotion

મહાગઠબંધનની હારના કારણો

મહાગઠબંધનની હાર પાછળ ઘણા કારણો છે, પરંતુ તેમાંથી એક સીટ-શેરિંગમાં વિલંબ હતો. એવું માનવામાં આવે છે કે નવ સીટ પર સર્વસંમતિ છેલ્લી ઘડી સુધી નિષ્ફળ ગઈ. આનાથી જનતામાં નકારાત્મક સંદેશ ગયો. એટલુ જ નહીં પણ તેજસ્વી યાદવે ચૂંટણી પ્રચાર દરમિયાન અનેક નિવેદનો આપ્યા હતા, ખાસ કરીને નીતિશ કુમારના સ્વાસ્થ્ય અંગે. તેમણે કેટલાક ઇન્ટરવ્યુમાં તો એવું પણ કહ્યું હતું કે તેઓ બેભાન અને માનસિક રીતે અસ્થિર છે. રાજકીય વિશ્લેષકો કહે છે કે આનાથી જનતામાં ખોટો સંદેશ ગયો હતો.

રાહુલ ગાંધીએ 'મત ચોરી'નો મુદ્દો પણ ન ચાલ્યો

રાહુલ ગાંધીએ તેમની લગભગ 70-80% રેલીઓ અને પ્રેસ કોન્ફરન્સમાં SIR અને "મત ચોરી" પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જ્યારે બેરોજગારી, સ્થળાંતર, કાયદો અને વ્યવસ્થા અને ભ્રષ્ટાચાર જેવા અન્ય મુખ્ય મુદ્દાઓ પાછળ રહી ગયા. આ કારણે પણ કોંગ્રેસનો રકાસ જોવા મળ્યો છે.

વધુ વાંચો : બિહારની ચૂંટણીનાં પરિણામો જોઇ જન સુરાજ પાર્ટીનાં ઉમેદવારનું મોત, આ સીટ પરથી લડ્યાં હતા ચૂંટણી

PM મોદીને મમતા બેનરજીને મેસેજ

બિહારમાં જંગી જીત બાદ વડાપ્રધાન મોદીએ દિલ્હીમાં ભાજપ કાર્યાલય ખાતે સેંકડો કાર્યકર્તાની સામે ધારદાર સંબોધન કર્યું હતું. પોતાના સંબોધનમાં નીતિશ કુમારના વખાણ કર્યા હતા તેમજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીને પણ સ્પષ્ટ મેસેજ આપ્યો હતો. વડાપ્રધાને પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, બિહારના પરિણામો જોઈ પશ્ચિમ બંગાળમાં પણ જંગલ રાજનો સફાયો થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bihar Vidhan Sabha Election result Bihar assembly election result 2025 Bihar election result 2025
Jay Bhatt

Jai Bhatt is Sr. Sub Editor and working in journalism from more than 10 years. He is an expert of reporting and writing human interest news tories.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ