બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:47 PM, 7 November 2024
ઘણીવાર આપણે સાંભળતા હોઈએ છીએ કે યૌન શોષણના મામલામાં સમાધાન થયા પછી કોર્ટ કેસને રદ કરે છે . પરંતુ એકમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપતા કહ્યું કે ફરિયાદકર્તા અને આરોપી વચ્ચે સમાધાન પછી કર્યા પછી યૌન શોષણના મામલામાં રદ નથી કરી શકતા. સાથે જ સુપ્રીમ કોર્ટે રાજસ્થાન હાઇકોર્ટના નિર્ણયને પણ રદ કર્યો છે.
ADVERTISEMENT
સુપ્રીમ કોર્ટના ચુકાદો આપતા કહ્યું કે યૌન ઉત્પીડન મામલાને ફરીયાદકર્તા અને આરોપી વચ્ચે સમાધાન થવાથી રદ નથી કરી શકાતો. રાજસ્થાન હાઈકોર્ટે સમાધાનના આધારે યૌન ઉત્પીડન મામલાઓને રદ કર્યા હતા જેને સુપ્રીમ કોર્ટે પલટીને હાઇકોર્ટના આદેશ રદ કરી દીધા.
ADVERTISEMENT
બેન્ચે મહત્વનો નિર્ણય આપ્યો છે
જસ્ટિસ સિટી રવિકુમાર અને પીવી સંજય કુમારની ડિવિઝન બેન્ચે એક મહત્વનો ચુકાદો આપ્યો અને કહ્યું કે રાજસ્થાન હાઈકોર્ટના ચુકાદાને રદ કરવામાં આવે છે, FIR અને અપરાધિક કાર્યવાહી કાનૂન અનુસાર આગળ વધશે. બેન્ચે સ્પષ્ટ કર્યું હતું કે તેને કેસની યોગ્યતા પર કોઈ ટિપ્પણી કરી નથી.
બાર અને બેન્ચની રિપોર્ટ અનુસાર આ ચુકાદો ગત વર્ષે ઓક્ટોબરમાં અનામત રાખવામાં આવ્યો હતો અને આ તે મામલામાં આવ્યો હતો જે જેમાં પ્રશ્ન હતો કે શું CRPC ની કલમ 482 હેઠળ પોતાની શક્તિઓનો ઉપયોગ કરીને હાઈ કોર્ટ પાસે આરોપી વચ્ચે સમાધાનના આધારે યૌન ઉત્પીડન મામલાને રદ કરવાની શક્તિ છે.
મામલો રાજસ્થાનનો છે
મામલો 2022 નો છે. જ્યારે રાજસ્થાનના ગંગા પૂરમાં એક નાબાલિક દલિત છોકરીએ સરકારી સ્કૂલના શિક્ષક પર યૌન ઉત્પીડનની પોલિસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે તપાસ કર્યા બાદ શિક્ષક વિરુદ્ધ પોકસો એક્ટ અને SC-ST એક્ટ હેઠળ કેસ નોંધ્યો હતો અને બાદમાં નાબાલિક છોકરીનું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ '6 લોકોને સોપારી આપી દીધી છે, તારા છેલ્લા દિવસો બચ્યાં', પપ્પુ યાદવને મળી ફરી ધમકી, ચેટ વાયરલ
સર્વોચ્ચ અદાલતે શરૂઆતમાં કહ્યું હતું કે ફોજદારી કેસમાં અસંતુષ્ટ પક્ષ દ્વારા અરજી દાખલ કરી શકાતી નથી. જોકે, બાદમાં આ મુદ્દો ઉઠાવીને તેની તપાસ કરવાનું નક્કી કર્યું હતું. આ પછી આરોપી અને પીડિતાના પિતાને કેસમાં પક્ષકાર બનાવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.