બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / naseeruddin shah says shah rukh khan salman khan aamir khan does not take stand on social issues
ADVERTISEMENT
નસીરુદ્દીન શાહનું કહેવું છે કે આ ત્રણેય ખાન સામાજિક-રાજકીય મુદ્દાઓ પર બોલવા માટે સ્ટેન્ડ નથી લેતા. તેમણે કહ્યું કે આ ત્રણેય ખાન બલિવૂડ પર રાજ કરે છે. નસીરુદ્દીન ભારતમાં અથવા વિદેશમાં ધાર્મિક ભેદભાવની બાબતો પર ખુલ્લેઆમ બોલવા માટે જાણીતા છે.
ADVERTISEMENT
હાલમાં નસીરુદ્દીન શાહ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસન પરત ફરવાની ઉજવણી કરનારાઓ પર ભડક્યા હતા, જે બાદ તેઓ વિવાદમાં ફસાયા હતા. જોકે, શાહરુખ, સલમાન, આમિર જેવા કલાકારો અફઘાનિસ્તાન પર તાલિબાન શાસન પર કમેન્ટ કરવાથી દૂર રહે છે. નસીરુદ્દીને હવે કહ્યું છે કે તેઓ ચૂપ રહેવાનું પસંદ કરે છે કારણ કે તેમના કેસમાં લોકપ્રિયતા ખૂબ મોટી છે. જો તે કંઇક કહે તો તેમને હેરાન કરી શકાય છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
એનડીટીવી સાથે વાત કરતા નસીરુદ્દીને કહ્યું, તેઓ એ વાતને લઈને ચિંતિત છે કે તેમને કેટલી હદે હેરાન કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું, હું તેમના માટે બોલી શકતો નથી, પણ હું કલ્પના કરી શકું છું કે તેમની પાસે ગુમાવવા માટે ઘણું બધું છે. માત્ર ફાઈનાન્શિયલ જ નહીં પરંતુ તેમનું દરેક રીતે શોષણ કરવામાં આવી શકે છે.
નસીરુદ્દીન શાહે જણાવ્યું કે, ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં અત્યાર સુધી કોઈ ધાર્મિક ભેદભાવ અને ઈસ્લામોફિબિયા નથી, પરંતુ હવે સરકાર ફિલ્મ નિર્માતાઓને પ્રો ઈસ્ટાબલિશમેન્ટ ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. એટલું જ નહીં નસીરુદ્દીને સરકારની તુલના નાઝી જર્મની સાથે પણ કરી. નસીરુદ્દીન શાહે કહ્યું, નાઝી જર્મનીમાં આવું થતું હતું. ત્યાં સરકાર ફિલ્મ નિર્માતાઓને નાઝીઓની વિચારધારાનો પ્રચાર કરતી ફિલ્મો બનાવવા માટે કહેતી હતી. અત્યારે મારી પાસે ભારતીય સિનેમા વિશે નક્કર પુરાવા નથી, પરંતુ અત્યારે જે પ્રકારની ફિલ્મો આવી રહી છે તેના પરથી તમે અનુમાન લગાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.