બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Narmada dam increases in waterways first time cross 127 meters

વરસાદ / નર્મદા ડેમની જળસપાટીમાં વધારો, પ્રથમ વાર 127 મીટરને પાર

Hiren

Last Updated: 08:59 AM, 6 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નર્મદામાં જીલ્લામાં ભારે વરસાદ થતા ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમે નવો વિક્રમ સર્જયો છે. નર્મદા ડેમની જળસપાટી 127.36 મીટરે પહોંચી છે. ડેમની જળસપાટી પ્રથમવાર 127 મીટરે પહોંચી છે.

ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે ડેમમાં સતત 1.40 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે CHPHના ટર્બાઈન શરૂ કરી દેવામાં આવ્યા છે. તો કેનાલમાં પણ 4 હજાર 833 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જો હજુ પણ જળસપાટી વધે તો ડેમના દરવાજા પણ ખોલવામાં આવી શકે છે.

છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નર્મદામાં ભારે વરસાદ થતા સરદાર સરોવર નર્મદા ડેમમાં પાણીની આવક થઈ છે. નર્મદા ડેમની જળસપાટી 127.36 મીટરે પહોંચી છે. હાલમાં ડેમમાં 1.40 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમમાંથી કેનાલમાં 4 હજાર 833 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યુ છે.

જ્યારે પંચમહાલમાં સતત ભારે વરસાદના કારણે પાનમ ડેમમાં પાણીની આવક થઈ છે. ભારે વરસાદ થતા ડેમમાં 3 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ત્યારે હવે ડેમની જળસપાટી વધીને 122.55 મીટરે પહોંચી છે. તો બીજી તરફ દેવડેમમાં પણ પાણીની આવક થઈ છે. દેવ ડેમની જળસપાટી વધીને 88.07 મીટરે થઈ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Dam Gujarati News Narmada dam નર્મદા ડેમ rain
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ