બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / naresh patel should not join politics or congress says khodaldham survey
ADVERTISEMENT
હાર્દિકની નારાજગી વચ્ચે રાજકારણમાં ગરમાવો
ગુજરાત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો ધમધમાટ હાલ પૂરજોશમાં જોવા મળી રહ્યો છે. એક તરફ હાર્દિક પટેલ કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા છે તો બીજી તરફ નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવી અટકળો ચાલી રહી છે. હાલ નરેશ પટેલ અને હાર્દિક પટેલને લઈને ગુજરાતના રાજનીતિમાં જબરદસ્ત ગરમાવો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT
નરેશ પટેલના રાજનીતિમાં પ્રવેશ અંગે સર્વે
પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ કોંગ્રેસના સ્થાનિક નેતૃત્વથી કંટાળીને કેસરિયા કરશે કે નહીં તેની અનેક ચર્ચાઓ સંકેત વિશે ચર્ચા થઈ રહી છે.
એક તરફ રાષ્ટ્રીય કક્ષાએ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં એન્ટ્રી નિશ્ચિત થઈ ગઈ છે તો બીજી તરફ ખોડલધામના ચેરમેન નરેશ પટેલને રાજનીતિમાં પ્રવેશવું જોઈએ કે નહીં? તે વિશે ચર્ચા ચાલી રહી છે.
ADVERTISEMENT
જો તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે તો કંઈ પાર્ટીમાં જોડાશે જેવા અનેક ચર્ચાઓ થઈ રહી છે. અટકળો અનુસાર ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલ પણ મે માસના પ્રથમ સપ્તાહમાં કોંગ્રેસમાં ભળી શકે છે, પરંતુ આ અંગે રાજકોટમાં પાટીદાર અગ્રણી રમેશ ટીલાળાએ મીડિયાને જણાવ્યું હતું કે, નરેશ પટેલે રાજકારણમાં જોડાવવું ન જોઇએ તેવું સર્વેમાં સામે આવ્યું છે.

ADVERTISEMENT
ટ્રસ્ટી રમેશ ટીલાળાની મહત્વપૂર્ણ જાહેરાત
આજે રાજકોટ ખોડલધામની કારોબારી બેઠક અચાનક રદ્દ કરવામાં આવી હતી. ત્યારબાદ ટ્રસ્ટી રમેશ ટીલાળાએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, આજે મળનારી ખોડલધામની કારોબારી બેઠક ભાવનગર, અમદાવાદ અને જૂનાગઢના ટ્રસ્ટીઓ હાજર ન રહેતા બેઠક રદ્દ કરાઈ છે.
ADVERTISEMENT
રાજકારણમાં પ્રવેશ ન કરવો જોઈએ
નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ ન કરવો જોઈએ એવું રમેશ ટીલાળાએ જણાવ્યું છે. તેમણે સર્વેનો હવાલો આપીને નરેશ પટેલને રાજકારણમાં પ્રવેશ ન કરવો તેવો પ્રતિભાવ આપતા રાજનીતિ ગરમાઈ હતી. હવે જોવાનું રહેશે કે નરેશ પટેલ સમાજના આ નિર્ણયને એટલે કે કથિત સર્વે સ્વીકારે છે કે નહી.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસની હાલત ખૂબ જ ખરાબ છે, ત્યારે રાષ્ટ્રીય કક્ષાએ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર નવી રણનીતિ બનાવીને ભાજપને હંફાવી શકે છે.
એક તરફ તેમની કોંગ્રેસમાં એન્ટ્રી નિશ્ચિત થઈ ગઈ છે તો બીજી તરફ ગુજરાતમાં પાટીદાર નેતા નરેશ પટેલને કોંગ્રેસમાં ખેંચીને ગુજરાતમાં પાટીદાર પ્રભુત્વવાળી બેઠકો પર તેમણે ઉતારી શકે છે
આજે મહત્વની બેઠક મળવાની હતી
ઉલ્લેખનીય છે કે, આજે રાજકોટમાં સરદાર પટેલ ભવન ખાતે ખોડલધામનાં ટ્રસ્ટીઓની એક મહત્વની બેઠક મળવાની હતી.
આ બેઠકમાં નરેશ પટેલના રાજકીય પ્રવેશ અંગેની ચર્ચા થવાની સંભાવના હતી. જેમાં નરેશભાઇ પટેલની સાથે આજે ટ્રસ્ટીઓમાં રમેશ ટીલાળા, હર્ષદ માલાણી, જીતુભાઇ વસોયા સહિતના ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા. પરંતુ આજની કારોબારીમાં જૂનાગઢ, અમદાવાદ અને ભાવનગર સભ્ય હાજર ન રહેતા બેઠક રદ કરવામાં આવી હતી.
ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ વધુમાં જણાવ્યું હતું કે, હજુ સર્વે પૂર્ણ થયા બાદ અંતિમ નિર્ણય નરેશ પટેલ લેશે. આગામી 27 તારીખે ખોડલધામ ખાતે બેઠક મળશે. મહાસભાના આયોજન મુદ્દે બેઠકમાં ચર્ચા થશે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.