બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / narendra modi address to nation today at 8 pm why ?

કોરોના / PM મોદીનું 8 વાગ્યે સંબોધન એટલે સમજી લેવાનું કે આવી જ કોઈ વાત હશે

Kavan

Last Updated: 04:26 PM, 12 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મંગળવારે એટલે કે આજે રાત્રે આઠ વાગ્યે ફરી એક વખત દેશને સંબોધન કરશે. ત્યારે એ વાત ચોક્કસ છે કે કોરોના વાયરસ અને લોકડાઉન અંગે વાત કરશે. આ પહેલા પણ મોદી રાત્રે 8 વાગ્યે અનેક વખત દેશને સંબોધન કરી ચૂક્યા છે.

  • પ્રધાનમંત્રી આજે રાજે 8 વાગે દેશને કરશે સંબોધન
  • શા માટે 8 વાગ્યોનો જ સમય કરે છે પસંદ ?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આઠ વાગ્યેના સંબોધનની વાત આવે ત્યારે દેશવાસીઓના કાન ઊંચા થઈ જાય છે. 2016 થી પ્રધાનમંત્રી મોદીએ આ સમયે મોટાભાગે ચોંકાવનારા નિર્ણયો જ દેશવાસીઓને જણાવ્યાં છે. નોટબંધી વિશે માહિતી આપવાની હોય કે કોરોના વાયરસના લોકડાઉનની ઘોષણા કરવાની હોય, પીએમ મોદી રાત્રે આઠ વાગ્યે આવ્યા હતા. રાત્રે 8 વાગ્યા સુધી મોદીએ ક્યારે અને કેવી રીતે સંબોધન કર્યું છે તે જાણીએ...

આખરે, PM મોદી આઠ વાગ્યે કેમ આવે છે?

એવું નથી કે પ્રધાનમંત્રીએ માત્ર 8 વાગ્યે જ દેશને સંબોધન કર્યું છે. પરંતુ આ પ્રાઈમ ટાઇમ છે. આખો પરિવાર સામાન્ય રીતે સાથે બેઠો હોય છે. ડીનરનો સમય છે. આવી સ્થિતિમાં, દેશ માટે આ સૌથી ખાસ સમય છે. સંભવ છે કે આ વખતે પીએમ મોદીએ એટલે જ આ સમય પસંદ કર્યો હોય. જો મોદી આ સમયે કંઈક કહેવા માંગે છે, તો તેનો અર્થ એ છે કે આ મામલો મોટો છે અને તેની માટે ઈતિહાસ સાબિતી આપે છે. 

8 નવેમ્બર, 2016 (નોટબંધીની જાણકારી)

8 નવેમ્બર, 2016 એ દિવસે, બધાની નજર યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણી પર હતી કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અચાનક પહેલી વાર દેશવાસીઓની સામે દેખાયા. સાથે એક ચોંકાવનારી જાહેરાત પણ કરી. તેમણે કહ્યું કે હવેથી 500 અને 1000 ની નોટ હવે માન્ય રહેશે નહીં.

જ્યારે મોદીએ 'મિશન શક્તિ' વિશે જણાવ્યું

માર્ચ 2019 માં જ મોદીએ દેશને સંબોધન કરતાં કહ્યું હતું કે ભારતનો 'મિશન શક્તિ' પ્રોજેક્ટ સફળ રહ્યો છે. જેમાં અવકાશમાં એક સેટેલાઈટને ભારતે 3 મિનિટમાં તોડી પાડ્યું હતું. 

ફરી એક વખત 8 વાગે સંબોધન

વર્ષ 2019 ઓગસ્ટનો મહિનો છે. પીએમ મોદીએ ફરી એકવાર રાત્રે 8 વાગ્યે સંબોધનની જાહેરાત કરી. લોકો ફરી ડરી ગયા. લાગ્યું કે ફરી કંઈક નોટબંધી જેવું હશે. જો કે આ વખતે એવું કંઈ નહોતું. ત્યારે મોદી સામે આવ્યાં અને માત્ર જમ્મુ-કાશ્મીર પર વાત કરી. ત્યારે સરકારે જમ્મુ-કાશ્મીરમાંછી 370ની કલમ હટાવી હતી.

19 માર્ચ, 2020 (જનતા કર્ફ્યુ)

19 માર્ચ 2020 ની રાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર દેખાયા. તેમણે કોરોના વાયરસ અંગે દેશ સાથે વાત કરી હતી અને રવિવારે સાંજે આઠ વાગ્યે પીએમ મોદીએ દેશવાસીઓને કોરોના વાયરસ વિશે સંબોધન કર્યું હતું. તેમણે રવિવારે (22 માર્ચ) જનતા કર્ફ્યુની જાહેરાત કરી લોકોને સહયોગ આપવા અપીલ કરી હતી. તે દિવસે પાંચ વાગ્યે, તેઓને પાંચ મિનિટ સુધી તાળીઓ વગાડીને તબીબી સેવાઓ વગેરે લોકોનો આભાર માનવાનું કહેવામાં આવ્યું.

પછી 8 વાગ્યે સામે આવ્યાં અને 21 દિવસનું લોકડાઉન લાદ્યું

24 માર્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશની જનતા સમક્ષ હાજર થયા. તેમણે કહ્યું કે દેશને કોરોના સામે લડવા માટે ઓછામાં ઓછા 21 દિવસની જરૂર છે. 8 વાગ્યે 13 એપ્રિલ સુધી 21 દિવસના લોકડાઉનની ઘોષણા કરી.

3 મે સુધી લૉકડાઉન વધારાયું

પ્રધાનમંત્રી મોદીએ 14 એપ્રિલે ફરી એકવાર દેશને સંબોધન કર્યું હતું. ત્યારબાદ પીએમ મોદીએ કોરોના સામેના યુદ્ધમાં લોકડાઉન 3 મે સુધી વધાર્યું.

સવારે 10 વાગ્યે સંબોધનમાં મોટી જાહેરાત નહીં

ઉલ્લેખનીય છે કે લૉકડાઉનના સમયમાં 14 એપ્રિલે જ્યારે PM મોદીએ રાષ્ટ્રને સંબોધન સવારે 10 વાગ્યે કર્યુ હતું ત્યારે એવી કોઈ મોટી જાહેરાત ન હતી. આ સમયે તેમણે પ્રજા પાસે 7 વચનો માંગ્યાં હતાં જેમાં લૉકડાઉનના પાલન અને સોશ્યલ ડિસ્ટન્સિંગ વિશે ધ્યાન રાખવા જણાવ્યું હતું. 

આવામાં જોવા જઈએ તો 8 વાગ્યે પીએમ મોદીના સંબોધનમાં કોઈક મોટી અને મહત્વની જાહેરાત જ હશે તે ચોક્કસપણે કહી શકાય.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ