બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Nanduben Padhdar of Nani Parbadi village of Dhoraji donated the land
Last Updated: 10:03 PM, 6 June 2023
ADVERTISEMENT
રાજકોટમાં ફરી દાતાઓની દરિયાદીલી જોવા મળી છે, સંત સૂરા અને દાતાઓની ભૂમિમાં વૃદ્ધાના દાનની દિલાવરી સામે આવી છે. 90 વર્ષીય નંદુબાએ પોતાની જમીન ખોડલધામને અર્પણ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ધોરાજીના નાની પરબડી ગામના નંદુબેન પાધડારે જમીનનું દાન કર્યું છે.
ADVERTISEMENT
43.5 વીઘા જમીન કાગવડ ખોડલધામ ટ્રસ્ટને અર્પિત કરી
ધોરાજીના નાની પરબડી ગામના નંદુબેન પાધડારે 43.5 વીઘા જમીન કાગવડ ખોડલધામ ટ્રસ્ટને અર્પિત કરી છે. મામલતદાર સમક્ષ વસિયતનામું લખી જમીન ખોડલધામને અર્પિત કરી છે, ખોડલધામના ચેરમેન નરેશ પટેલે વૃદ્ધાને વંદન કરી દાતારીને બિરદાવીલ હતી.
ADVERTISEMENT
મામલતદાર સમક્ષ વસીયતનામું
આ દાનની ઘટનાને લઈ સૌ કોઈ વૃદ્ધાના દાનની દિલાવરીને પ્રણામ કરી રહ્યાં છે. વૃદ્ધાએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે સહિતના હોદ્દેદારોને મામલતદારની સમક્ષ વસિયતનામું લખી આપ્યું છે, જો કે, તમને જણાવી દઈએ કે, 5 જૂન 2023ને સોમવારે નંદુબેન પાઘડારે ચાલી ન શકતા હોવાથી સ્ટ્રેચર પર ધોરાજી સબ રજિસ્ટ્રાર કચેરી પહોંચ્યા હતા અને ત્યાં તેમણે મામલતદાર સમક્ષ વસીયતનામું કરીને 43.5 વીઘા જમીન ખોડલધામ ટ્રસ્ટ-કાગવડને અર્પણ કરી હતી.
હોદ્દેદારોએ નંદુબાને વંદન કર્યા
અત્રે ઉલ્લેખનીય છે કે નંદુબાને સંતાન નથી અને તેમના પતિનું લગભગ 20 વર્ષ પહેલા અવસાન થઇ ચુક્યું અને પતિના અવસાન બાદ તેઓ તેમના ભાઇના ઘરે રહેતા હતા. આ ઘટનાને પગલે સમાજ વતી ખોડલધામના હોદ્દેદારોએ તેમને કોટિ કોટિ વંદન કર્યા હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.