બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટ / 'My salary from a relative college is Rs. 30 lakhs to be taken', a serious allegation of an employee of Prabodh Swamy group

રાજકોટ / 'આત્મીય કોલેજ પાસેથી મારા પગાર પેટે રૂ. 30 લાખ લેવાના બાકી', પ્રબોધ સ્વામી જૂથના કર્મચારીનો ગંભીર આક્ષેપ

Vishal Khamar

Last Updated: 06:49 PM, 23 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં આત્મીય યુનિવર્સિટીમાં મોટું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં પ્રબોધ સ્વામી જૂથનાં સત્સંગીઓએ ત્યાગવલ્લભ સ્વામી પર ગંભીર આક્ષેપો કર્યા છે.

  • રાજકોટમાં આત્મીય યુનિવર્સિટીમાં મોટુ કૌભાંડ 
  • પ્રબોધ સ્વામી જૂથના સત્સંગીઓએ ત્યાગવલ્લભ સ્વામી પર કર્યા ગંભીર આક્ષેપો
  • છેલ્લા ત્રણ વર્ષથી મને પગારના રૂપિયા નથી આપ્યાઃસહિષ્ણુ પ્રભુમય

 રાજકોટમાં આત્મીય યુનિવર્સિટીમાં મોટું કૌભાંડનો મામલો સામે આવ્યો છે. જેમાં પ્રબોધ સ્વામી જૂથનાં સત્સંગીઓએ ત્યાગવલ્લભ સ્વામી પર ગંભીર આક્ષેપો કર્યા છે. કોલેજમાં કામ કરતા પ્રબોધ સ્વામી જૂથનાં કર્મચારીઓ સહિષ્ણું પ્રભુમયે નિવેદન આપ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે મારા પગાર પેટે 30 લાખ રૂપિયા આત્મીય કોલેજ પાસેથી લેવાના નીકળે છે. તેમજ છેલ્લા ત્રણ વર્ષથી મને પગારના રૂપિયા આપ્યા નથી. તમામ લોકો ત્યાગવલ્લભ સ્વામી વિરૂદ્ધ નિવેદન પણ આપવાનાં છે. હું છેલ્લા 20 વર્ષથી આત્મીય સંકુલ સાથે જોડાયેલો છું. આવા અનેક યુવકોનાં પગારનાં રૂપિયા બાકી છે. તેમજ કોલેજમાંથી પ્રબોધ સ્વામી જૂથનાં 35 લોકોને કાઢી મૂકાયા છે.

ત્યાગ વલ્લભ સ્વામી તેમજ સમીર વૈધ દ્વારા આગોતરા જામીન અરજી કરી
આત્મીય યુનિવર્સિટીનો 33 કરોડ રૂપિયાની ઉચાપત મામલે તપાસ અધિકારી વિજય ચૌધરીને જણાવ્યું હતું કે, આ બાબતે હાલ તપાસ ચાલુ છે. ત્યારે બેંકો, કોલેજો, ચેરીટી કમિશ્નર પાસેથી તમામ દસ્તાવેજી પુરાવા મેળવવાની કામગીરી હાલ ચાલુ છે. તેમજ આ છેંતરપીંડીમાં કોણ કોણ સંડોવાયેલ છે તે તમામ સામે કાયદેસરની કાર્યવાહિ હાથ ધરવામાં આવશે. ત્યારે ત્યાગ વલ્લભ સ્વામી તેમજ સમીર વૈધ દ્વારા આગોતરા જામીન  અરજી કરવામાં આવી છે.  

વિજય ચૌધરી (એસીપી)

આત્મીય યુનિવર્સિટીમાં કરોડોના કૌભાંડ બાદ છે ફરાર
સોખડાનાં ત્યાગવલ્લભ સ્વામીનું વધુ એક કૌભાંડ બહાર આવ્યું છે. જેમાં ત્યાગવલ્લભ સ્વામી દ્વારા જમીન ખરીદીનું વધુ એક કૌભાડ બહાર આવતા હરી ભક્તોમાં ચર્ચાનો વિષય બન્યો છે. જેમાં ત્યાગવલ્લભ સ્વામીએ વડોદરાનાં આંસોજમાં બીજું નામ ધારણ કરી જમીન ખરીદી  છે. વિનુભાઈ ગોરધનભાઈ પટેલ ઉર્ફે ત્યાગ વલ્લભ સ્વામીના નામે જમીન ખરીદવામાં આવી છે. વડોદરાનાં આસોજ, દશરથ, મોક્સી અને સોખડા સહિતનાં ગામડાઓમાં જમીનો ખરીદી છે. તેમજ જમીન ખરીદનારના નામમાં સાધુ પ્રેમ સ્વરૂપનું નામ પણ સામેલ છે. ત્યાગ વલ્લભ સ્વામી રાજકોટની આત્મીય યુનિવર્સિટીમાં કરોડોનાં કૌભાંડ બાદ હાલ તેઓ ફરાર છે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ