બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / My dream is to make two crore Lakhpati Didi: What plan did PM Modi announce from Red Fort?

નિવેદન / મારુ સપનું છે બે કરોડ લખપતિ દીદી બનાવીએ: PM મોદીએ લાલ કિલ્લાથી કયા પ્લાનનું કર્યું એલાન?

Priyakant

Last Updated: 12:29 PM, 15 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Independence Day 2023 News: PM મોદીએ કહ્યું, મોદીની ગેરંટી છે કે આવનારા 5 વર્ષમાં દેશ પ્રથમ 3 વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં સ્થાન બનાવશે

  • લાલ કિલ્લા પરથી PM મોદીનું મોટું નિવેદન 
  • 2 કરોડ દીદીઓને કરોડપતિ બનાવવાનો લક્ષ્યાંક
  • 5 વર્ષમાં દેશ પ્રથમ 3 વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં સ્થાન બનાવશે

આજે દેશ તેનો 77મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. દરેક વ્યક્તિ સ્વતંત્રતાના રંગોમાં સજ્જ જોવા મળે છે. આ પ્રસંગે PM મોદીએ આજે ​​10મી વખત લાલ કિલ્લા પર ધ્વજ પણ ફરકાવ્યો હતો. આ પછી તેમણે દેશને સંબોધિત કરતા ઘણી મોટી વાતો કહી છે.

2 કરોડ દીદીઓને કરોડપતિ બનાવવાનો લક્ષ્યાંક
એક વધારાની શક્તિની સંભાવના ભારતને આગળ લઈ જઈ રહી છે અને તે છે મહિલાઓના નેતૃત્વમાં વિકાસ. આજે ભારત ગર્વથી કહી શકે છે કે તેની પાસે સૌથી વધુ મહિલા પાયલોટ છે. PM મોદી એ કહ્યું કે, અમે 2 કરોડ લખપતિ દીદીના લક્ષ્ય સાથે મહિલા સ્વ-સહાય જૂથો પર કામ કરી રહ્યા છીએ.

આગામી 5 વર્ષમાં દેશનો પ્રથમ 3 વૈશ્વિક અર્થતંત્રોમાં થશે સમાવેશ 
વડાપ્રધાન દર વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવે છે. આ પછી મોદી દેશને સંબોધન પણ કરે છે. આજે પણ તેમણે દેશને સંબોધિત કરતી વખતે ઘણી મોટી વાતો કહી છે. તેમણે કહ્યું કે, જો દેશમાં ગરીબી હોય તો દેશના મધ્યમ વર્ગની તાકાત વધુ વધે છે. આ મોદીની ગેરંટી છે કે આવનારા 5 વર્ષમાં દેશ પ્રથમ 3 વૈશ્વિક અર્થવ્યવસ્થાઓમાં સ્થાન બનાવશે. 

PM મોદી એ આગળ કહ્યું કે,અમે મધ્યમ વર્ગના પરિવારો માટે એક સ્કીમ લઈને આવી રહ્યા છીએ જેઓ શહેરોમાં રહે છે પરંતુ તેમનું પોતાનું ઘર નથી. અમે બેંકમાંથી લોન લેનારા મધ્યમ વર્ગના પરિવારોના લોકોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ