ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / ધર્મેન્દ્ર બાદ પ્રેમ ચોપરા હોસ્પિટલમાં દાખલ, હોસ્પિટલે આપ્યું હેલ્થ બુલેટીન
Last Updated: 08:06 AM, 11 November 2025
ADVERTISEMENT
Prem Chopra : બોલીવુડના પીઢ અને શ્રેષ્ઠ અભિનેતા પ્રેમ ચોપરાને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. 90 વર્ષની ઉંમરના અભિનેતાને હૃદય સંબંધિત સમસ્યાઓને કારણે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાજેતરના અહેવાલો અનુસાર, હાલ તેમનું સ્વાસ્થ્ય સ્થિર છે અને માત્ર બે થી ત્રણ દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી શકે છે.
ADVERTISEMENT
પ્રેમ ચોપરાની તબિયત અંગે અપડેટ
તેમના જમાઈ અને અભિનેતા વિકાસ ભલ્લાએ જણાવ્યું હતું કે, સાવચેતીના પગલાં રૂપે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમની તબિયત સારી છે અને થોડા દિવસોમાં તેમને રજા આપવામાં આવશે. આ બધું ઉંમર સંબંધિત છે અને એક નિયમિત પ્રક્રિયા છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી.
ADVERTISEMENT
ડૉ. જલીલ પાર્કરે જણાવ્યું કે, પ્રેમ ચોપરાને બે દિવસ પહેલા તેમના ફેમિલી કાર્ડિયોલોજિસ્ટ ડૉ. નીતિન ગોખલેની દેખરેખ હેઠળ લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતને ધ્યાનમાં રાખીને ICUની જરૂર નથી અને તેઓ રૂમ અને વોર્ડમાં સારવાર લઈ રહ્યા છે. તેમનો હૃદય સાથે સંબંધિત સમસ્યા ઉપરાંત તેમને વાયરસ અને ફેફસાના ઇન્ફેક્શનનો પણ સામનો છે જેના માટે અમે તેઓની સારવાર કરી રહ્યા છીએ.

ADVERTISEMENT
હોસ્પિટલથી રજા ક્યારે મળશે?
હાલના રિપોર્ટ પ્રમાણે તેઓ થોડા દિવસોમાં દવાખાનાથી રજા મેળવી શકે છે. તબીબી ટીમની દેખરેખ હેઠળ તેમની તબિયત સુધરતી જાય તેવી અપેક્ષા છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : હોસ્પિટલમાં દાખલ ધર્મેન્દ્રની તબિયતને લઈ મોટી અપડેટ, ખુદ સની દેઓલે આપ્યું નિવેદન
અન્ય પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત પણ લથડી
ADVERTISEMENT
સોમવારે બોલીવુડના અન્ય પીઢ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત અચાનક બગડી હતી. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, તેમનું સ્વાસ્થ્ય હાલ સ્થિર છે અને આગામી 48 કલાક સુધી તેઓ તબીબી દેખરેખ હેઠળ રહેશે. જ્યારે બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન ધર્મેન્દ્રની તબિયત જાણવા માટે હોસ્પિટલ ગયા હતા. બોલીવુડના આ બંને દિગ્ગજ કલાકારોના ચાહકો માટે આ સમાચાર થોડા ચિંતાજનક છે, પરંતુ તબીબી અપડેટ અનુસાર બંનેના સ્વાસ્થ્ય પર નિયંત્રણ છે અને ગંભીર સ્થિતિ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT