ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / હોસ્પિટલમાં દાખલ ધર્મેન્દ્રની તબિયતને લઈ મોટી અપડેટ, ખુદ સની દેઓલે આપ્યું નિવેદન

મુંબઈ / હોસ્પિટલમાં દાખલ ધર્મેન્દ્રની તબિયતને લઈ મોટી અપડેટ, ખુદ સની દેઓલે આપ્યું નિવેદન

Published By: Priykant Shrimali

Last Updated: 07:06 AM, 11 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dharmendra Health Updates : 88 વર્ષીય ધર્મેન્દ્ર હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ અને તેમની તબિયત સ્થિર,મોડી રાત્રે સલમાન ખાન અને શાહરૂખ ખાન પોતાના પુત્ર આર્યન ખાન સાથે બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા અને ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી.

ADVERTISEMENT

Dharmendra Health Updates : બોલીવુડના દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રની તબિયત અચાનક બગડતા તેમને સોમવારે મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 88 વર્ષીય આ મહાન કલાકાર હાલ ડોક્ટરોની દેખરેખ હેઠળ છે અને તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળી રહ્યું છે.

સની દેઓલએ આપી તબિયત અંગે માહિતી

ધર્મેન્દ્રના પુત્ર અને અભિનેતા સની દેઓલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું કે, પિતા હવે સ્થિર છે, ડોક્ટર તેમની દેખરેખ રાખી રહ્યા છે. કૃપા કરીને કોઈ અફવાઓ પર વિશ્વાસ ન કરો. આપ સૌના પ્રેમ અને આશીર્વાદ બદલ આભાર.

બોલીવુડ સ્ટાર્સની હોસ્પિટલ મુલાકાત

ધર્મેન્દ્રની તબિયતની ખબર મળતાની સાથે જ બોલીવુડના અનેક સ્ટાર્સ તેમને મળવા હોસ્પિટલ પહોંચ્યા હતા. મોડી રાત્રે સલમાન ખાન અને શાહરૂખ ખાન પોતાના પુત્ર આર્યન ખાન સાથે બ્રીચ કેન્ડી હોસ્પિટલ પહોંચ્યા અને ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી.

પરિવાર હોસ્પિટલમાં હાજર

ધર્મેન્દ્રનો આખો પરિવાર હાલ તેમની સાથે હોસ્પિટલમાં છે. સની દેઓલ પોતાના પુત્ર રાજવીર દેઓલ સાથે હોસ્પિટલમાં દેખાયા હતા. બંને ખૂબ ઉદાસ લાગતા હતા. તે જ રીતે, તેમની પુત્રી એશા દેઓલ પણ પિતાને મળવા પહોંચી હતી, જ્યારે તેમની બીજી પુત્રી કાલે વિદેશથી પરત ફરવાની છે.

હેમા માલિનીએ વ્યક્ત કર્યો આભાર

ધર્મેન્દ્રની પત્ની અને સાંસદ હેમા માલિનીએ પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું કે, હું ધરમજી પ્રત્યેની ચિંતા દર્શાવનાર દરેકનો આભાર માનું છું. તેઓ હોસ્પિટલમાં નિરીક્ષણ હેઠળ છે અને ડોક્ટરોની ટીમ સતત દેખરેખ રાખી રહી છે. કૃપા કરીને તમે સૌ તેમના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરો.

કોમેડિયન ભારતી સિંહની પ્રાર્થના

કોમેડિયન ભારતી સિંહે પાપારાઝી સાથે વાતચીત દરમિયાન જણાવ્યું કે, ધર્મેન્દ્રજી અમારું ગૌરવ છે. તેમને કંઈ નહીં થાય. અમે સૌ તેમની તંદુરસ્તી માટે પ્રાર્થના કરી રહ્યા છીએ.

આ પણ વાંચો : PHOTOS: દિવંગત અભિનેતા સુશાંત સિંહની કાર્બન કોપી, જોઈને ફેન્સ પણ ચોંક્યા

પોલીસની સાવચેતી

ધર્મેન્દ્રના ઘરની બહાર મોટી સંખ્યામાં ચાહકો અને મીડિયાના લોકો ભેગા થતા, મુંબઈ પોલીસે બેરિકેડ લગાવી સુરક્ષા વધારી છે. હાલની માહિતી મુજબ, ધર્મેન્દ્રની તબિયત સ્થિર છે અને તેઓ ઝડપથી સ્વસ્થ થઇ રહ્યા છે. દેઓલ પરિવાર અને તેમના ચાહકો તેમના સાજા સ્વાસ્થ્ય માટે સતત પ્રાર્થના કરી રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Shahrukh Khan Mumbai Dharmendra

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ