બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / ભક્તો મુંબઈના સિદ્ધિવિનાયકની મુખ્ય મૂર્તિના દર્શન નહીં કરી શકે, જાણો કેમ અને ક્યાં સુધી

દર્શન બંધ / ભક્તો મુંબઈના સિદ્ધિવિનાયકની મુખ્ય મૂર્તિના દર્શન નહીં કરી શકે, જાણો કેમ અને ક્યાં સુધી

Published By: Priyankka Triveddi

Last Updated: 02:33 PM, 5 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Siddhivinayak Temple:મુંબઈના જાણીતા સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન થોડા દિવસો ભક્તો માટે બંધ રહેશે. થોડા દિવસો માટે ભક્તો મુખ્ય પ્રતિમાના દર્શન કરી શકશે નહીં, જાણો કેમ..

Siddhivinayak Temple Mumbai: મુંબઈના અતિપ્રસિદ્ધ સિદ્ધિ વિનાયક મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ અને મુખ્ય પ્રતિમાના દર્શન ભક્તો માટે થોડા દિવસ બંધ રહેશે. આ દરમિયાન મંદિર આવનાર ભક્તો બહારથી મૂળ પ્રતિમાની પ્રતિકૃતિ સમાન મૂર્તિના જ દર્શન કરી શકશે. અને આ થવાનું કારણ મંદિરનો એક વાર્ષિક સમારોહ છે જેનું નામ છે ' સિંદૂર લેપન'. ભગવાન સિદ્ધિ વિનાયકની મૂળ પ્રતિમાને સિંદૂર લેપનની આ વિધિ આવતી 7 જાન્યુઆરી થી 11 જાન્યુઆરી એમ 5 દિવસ સુધી ચાલશે. અને આ દરમિયાન ભક્તો મૂળ પ્રતિમાના દર્શન નહિ કરી શકે.

સિંદૂર લેપન વિધિ

દર વર્ષે માઘ મહિનામાં ગણેશ જયંતી પહેલા આ સિંદૂર લેપનની રસમ/વિધિ સિદ્ધિવિનાયક મંદિરમાં કરવામાં આવે છે. સિંદૂર લેપનનો આ સમારોહ 5 દિવસ સુધી ચાલે છે. આ દરમિયાન સિદ્ધિવિનાયકની પ્રતિમાને સિંદૂર લગાવવામાં આવે છે અને વિશેષ પૂજા-અનુષ્ઠાન થાય છે. આ વર્ષે પણ આ સમારોહ યોજાશે જે આંટી 7 જાન્યુઆરી (બુધવાર) થી 11 જાન્યુઆરી 2026 (રવિવાર) સુધી ચાલશે. આ સમય પછી એટલે કે 12 જાન્યુઆરી 2026ના સોમવારના રોજ બપોરે 1 વાગ્યા પછી દર્શન માટે ફરીથી ગર્ભગૃહ ભક્તો માટે ખુલ્લા કરી દેવાશે.

temple

રોજ થશે વિશેષ પૂજા-આરતી

ganpati

આ દરમિયાન સિદ્ધિવિનાયક મંદિરમાં રોજની જેમ જ પૂજા આરતીનું કાર્ય ચાલુ રહેશે. તો મંદિર આવનર તમામ ભક્તો આ મૂર્તિની પ્રતિકૃતિના દર્શન કરી શકશે. સિંદૂર લેપનનો આ રિવાજ/વિધિ ગણેશજી ને પ્રસન્ન કરવા માટે અને શુભતા લાવવા માટે કરવામાં આવે છે. અંહિયા ભક્તો આવીને સિંદૂર અર્પણ કરે છે અને ગણપતિ બાપ્પા પાસે આરોગ્ય અને સુખ-સમૃદ્ધિ આપવાની કામના કરે છે. આ દરમિયાન મંદિરમાં વિશેષ સજાવટ પણ કરવામાં આવે છે. તો સિંદૂર લેપન પછી ગર્ભગૃહ સામાન્ય ભક્તો માટે ખૂલે છે અને આ દરમિયાન ભક્તોની ભારે ભીડ મંદિરમાં જોવા મળે છે.

આ પણ વાંચો: મહાયુતિ ગઠબંધનમાં ડખો, 38 બેઠકો પર એકલા હાથે ચૂંટણી લડવાનું દિગ્ગજ નેતાનુ્ં એલાન

Vtv App Promotion 2

જણાવી દઈએ કે સિદ્ધિવિનાયક મંદિર મુંબઈમાં પ્રભાદેવી સ્થિત એક પ્રસિદ્ધ ગણપતિ મંદિર છે. આ મંદિરમાં ભગવાન ગણેશની જમણે અને ડાબે બાજુ વળેલી સૂંઢની પ્રતિમા છે, જેને લઈને એવી માન્યતા છે કે આના દર્શન કરવા માત્રથી ભક્તોથી તમામ મનોકામના પૂરી થઈ જાય છે. આ માટે આ મંદિરમાં દેશ-વિદેશ માંથી પણ ભક્તો આવે છે. એટલું જ નહીં પણ તમામ સેલિબ્રિટી પણ અંહિયા વારંવાર દર્શન માટે આવે છે જેમાં અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, શિલ્પા શેટ્ટીથી લઈને અંબાણી પરિવારનો પણ સમાવેશ થાય છે. આ મંદિરની ગણતરી દેશના સૌથી ધનાઢ્ય મંદિરોમાં થાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Siddhivinayak darshan update Sindoor Lepan Ceremony Siddhivinayak Temple Mumbai

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ