બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / વોટ બેંક કે પછી...? મુંબઈની અસલી ઓળખ ભૂંસવા ચોક્કસ સમુદાયના તુષ્ટિકરણના આરોપોએ જોર પકડ્યું

પોલિટિક્સ / વોટ બેંક કે પછી...? મુંબઈની અસલી ઓળખ ભૂંસવા ચોક્કસ સમુદાયના તુષ્ટિકરણના આરોપોએ જોર પકડ્યું

Published By: Priyankka Triveddi

Last Updated: 11:21 AM, 10 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mumbai News: આર્થિક રાજધાની મુંબઈમાં હાલ વિકાસના મુદ્દાઓ કરતાં રાજકીય કાવાદાવાને લીધે તે વધુ ચર્ચામાં છે. એટલે સુધી કે મુંબઈની મૂળ ઓળખાણને પણ ખંડિત કરવાના આરોપો લગાવાઈ રહ્યા છે.

Mumbai News: દેશની આર્થિક રાજધાની મુંબઈ હાલ વિકાસના મુદ્દાઓ કરતાં વધારે તેના બદલાતા વસ્તીગત સમીકરણો અને વધતા રાજકીય કાવાદાવાઓને લઈને ચર્ચાના કેન્દ્રમાં છે. આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને મુંબઈની મૂળ ઓળખને ખંડિત કરવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાના આરોપો ઉઠી રહ્યા છે. ચોક્કસ સમુદાયના તુષ્ટિકરણને લઈ રાજકીય ગરમાવો વધ્યો છે, જ્યારે મહાવિકાસ આઘાડી (MVA) સરકારની નીતિઓ પર ગંભીર પ્રશ્નચિહ્ન ઉભાં થઈ રહ્યા છે.

ગેરકાયદે વસાહતોને કાયદેસર કરવાનો મુદ્દો

મુંબઈના બેહરામપાડા, માલવણી અને કુર્લા જેવા વિસ્તારોમાં ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીઓના વધતા વિસ્તરણ અંગે ચર્ચા તેજ બની છે. સ્લમ રિહેબિલિટેશન ઓથોરિટી (SRA) અંતર્ગત લેવાતા કેટલાક નિર્ણયો પર આરોપ છે કે ગેરકાયદે વસાહતોને કાયદેસર માન્યતા આપીને ચોક્કસ મતબેંકને મજબૂત કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ટીકાકારોનું માનવું છે કે આ પગલાં માત્ર વહીવટી નીતિ પૂરતા સીમિત નથી, પરંતુ લાંબા ગાળે મુંબઈના વસ્તીગત સંતુલન પર ગંભીર અસર કરી શકે છે.

પ્રતીકાત્મક રાજનીતિ અને કટ્ટરવાદને પ્રોત્સાહનનો મુદ્દો

આટલું જ નહીં પણ મુંબઈમાં બીજી જે ચર્ચાએ જોર પકડયું છે તે છે મુંબઈના મેયર પદ માટેનો મુદ્દો. એક એવી ચર્ચા થઈ રહી છે કે મુંબઈના મેયર પદ માટે મુસ્લિમ ચહેરાને સ્થાન આપશે. આ ચર્ચાને કેટલાક લોકો 'સર્વસમાવેશકતા' ગણાવે છે તો કેટલાક તેને 'તુષ્ટિકરણ' માને છે. જો કે એ વાત પણ છે કે ભૂતકાળમાં યાકુબ મેમણની કબરનું સુશોભન અને અઝાન સ્પર્ધાઓ જેવા વિવાદાસ્પદ મુદ્દાઓએ સમાજમાં ભાગલા પાડવાનું કામ કર્યું છે. તો આ મુદ્દે પોલિટિકલ એનાલિસ્ટ આને એક પ્રકારની ડબલ ગેમ ગણાવે છે.

મરાઠી અસ્મિતા અને બાંગ્લાદેશી-રોહિંગ્યા ઘૂસણખોરીનો મુદ્દો

મુંબઈમાં કાયમથી મરાઠી માનુષના હિતની વાત કરનાર ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT) પર પણ ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે. ઠાકરે પર આરોપ લગાવવામાં આવ્યા છે કે:

  1. મોંઘવારીને કારણે મધ્યમવર્ગીય મરાઠી પરિવારો થાણે, કલ્યાણ અને વિરાર તરફ સ્થળાંતર કરી રહ્યા છે.
  2. અને આ ખાલી થયેલી જગ્યાઓમાં કથિત રીતે ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસ્લિમોને આશરો આપવામાં આવી રહ્યો છે.
  3. આટલું જ નહિ પણ ચૂંટણી જીતવા માટે વિદેશી ઘૂસણખોરોને રેશન કાર્ડ અને આધાર કાર્ડ જેવા દસ્તાવેજો બનાવી આપી 'વોટ જેહાદ' ચલાવવામાં આવતી હોવાના આક્ષેપ વિપક્ષ કરી રહ્યો છે.

મુંબઈની ઓળખ અને અસ્મિતાનો મુદ્દો

મુંબઈને દેશની આર્થિક રાજધાની દેશના આર્થિક એન્જિન તરીકે ઓળખવામાં આવે છે. આ માત્ર એક શહેર નથી આથી જો સત્તા મેળવવા માટે ગેરકાયદે પ્રવાસીઓને સંરક્ષણ આપી શહેરનું સામાજિક માળખું બદલવામાં આવે તો તેની ગાઢ અસર ક્યાંક ને ક્યાંક દેશની સુરક્ષા પર પણ પડી શકે છે. મુંબઈની મૂળ ઓળખ ભારતીય સંસ્કૃતિ અને મરાઠી અસ્મિતા પર ટકેલી છે.

આ પણ વાંચો: શું ખરેખર 'સ્પીડબ્રેકર' ગઠબંધન મુંબઈના વિકાસનો રથ થંભાવી દેશે? ગરમાયું રાજકારણ

vtv app add

જો કે હવે નિર્ણય મુંબઈના નાગરિકોના હાથમાં છે કે શું તેઓ વિકાસને કેન્દ્રમાં રાખતી રાજનીતિ પસંદ કરશે, કે પછી એવી રાજનીતિને મંજૂરી આપશે જે શહેરની મૂળભૂત સંસ્કૃતિ અને સુરક્ષા માટે પડકારરૂપ બની શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Development Politics Mumbai Politics Marathi Identity

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ