બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Politics / શું ખરેખર 'સ્પીડબ્રેકર' ગઠબંધન મુંબઈના વિકાસનો રથ થંભાવી દેશે? ગરમાયું રાજકારણ
Last Updated: 03:07 PM, 9 January 2026
Mumbai Politics : આપણાં દેશની આર્થિક રાજધાની એટલે કે માયાનગરી મુંબઈ. રોજગાર, વેપાર, ફિલ્મ ઉદ્યોગ અને આધુનિક જીવનશૈલી માટે કરોડો લોકો મુંબઈ તરફ જોયે છે. આ શહેર સતત આગળ વધતું રહે, એ દરેક મુંબઈકરની અપેક્ષા છે. પરંતુ છેલ્લા દાયકામાં રાજકીય બદલાવ સાથે મુંબઈના વિકાસની ગતિમાં પણ સ્પષ્ટ ફરક જોવા મળ્યો છે.
ADVERTISEMENT
2014–2019 : વિકાસને મળેલી ઝડપ
દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં જ્યારે મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર હતી, ત્યારે મુંબઈમાં લાંબા સમયથી અટકેલા મોટા પ્રોજેક્ટ્સને નવી દિશા મળી. મેટ્રો નેટવર્ક, કોસ્ટલ રોડ અને ટ્રાન્સ હાર્બર લિંક જેવા પ્રોજેક્ટ્સ વર્ષો સુધી ફક્ત ફાઈલોમાં હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન એ જમીન પર ઉતરવા લાગ્યા. ટ્રાફિકની સમસ્યા ઘટાડવી, જાહેર પરિવહન મજબૂત બનાવવું અને શહેરને ભવિષ્ય માટે તૈયાર કરવું એ મુખ્ય લક્ષ્ય રહ્યું.
ADVERTISEMENT
2019–2022 : વિકાસની ગતિ ધીમી પડી
2019 બાદ મહાવિકાસ આઘાડી સરકાર આવી. આ સમય દરમિયાન ઘણા વિકાસ પ્રોજેક્ટ્સને લઈને નિર્ણયો મોડા પડ્યા. ખાસ કરીને મેટ્રો-3 ના આરે કારશેડ મુદ્દે લેવાયેલા નિર્ણયને કારણે પ્રોજેક્ટમાં વર્ષોનો વિલંબ થયો અને ખર્ચ પણ ઘણો વધ્યો. પરિણામે સામાન્ય મુંબઈકરને ઝડપી અને સરળ મુસાફરી માટે વધુ રાહ જોવી પડી. આ સમયગાળાને ઘણા લોકો વિકાસ માટે “સ્પીડબ્રેકર” સમાન માને છે.
ADVERTISEMENT

2022 પછી : અટકેલા પ્રોજેક્ટ્સને ફરી ગતિ
ADVERTISEMENT
મહાયુતિ સરકાર ફરી સત્તામાં આવતાની સાથે જ વિકાસ પ્રોજેક્ટ્સ પર કામ ઝડપથી આગળ વધ્યું. અટલ સેતુ જેવા મહત્ત્વના પ્રોજેક્ટને રેકોર્ડ સમયમાં પૂર્ણ કરવામાં આવ્યો, જેના કારણે મુંબઈ અને નવિ મુંબઈ વચ્ચેનું અંતર ઘણું ઓછું થયું. કોસ્ટલ રોડ શરૂ થતાં દક્ષિણ મુંબઈથી વરલી સુધીનો પ્રવાસ હવે મિનિટોમાં શક્ય બન્યો છે. મેટ્રો અને બુલેટ ટ્રેન જેવા પ્રોજેક્ટ્સ પણ ઝડપી ગતિએ આગળ વધી રહ્યા છે.
આ પણ વાંચો : ભક્તો મુંબઈના સિદ્ધિવિનાયકની મુખ્ય મૂર્તિના દર્શન નહીં કરી શકે, જાણો કેમ અને ક્યાં સુધી
ADVERTISEMENT
BMC ચૂંટણી 2026: ભવિષ્યનો નિર્ણય
આગામી BMC ચૂંટણી મુંબઈ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. મહાનગરપાલિકા શહેરના રોજિંદા વિકાસ, રસ્તા, પાણી, આરોગ્ય અને ટ્રાન્સપોર્ટ સાથે સીધી રીતે જોડાયેલી છે. જો ફરી એવું ગઠબંધન સત્તામાં આવે જે વિકાસ કરતાં રાજકારણને વધારે મહત્વ આપે, તો મુંબઈ ફરી પાછળ ધકેલાઈ શકે છે. શહેરના ભવિષ્ય માટે સ્થિર અને વિકાસને પ્રાથમિકતા આપતું નેતૃત્વ જરૂરી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.