બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / ''આ માત્ર દુર્ઘટના નહીં, ષડયંત્ર પણ...'', અજીત પવારના પ્લેન ક્રેશ પર ભત્રીજાનું મોટું નિવેદન

આરોપ / ''આ માત્ર દુર્ઘટના નહીં, ષડયંત્ર પણ...'', અજીત પવારના પ્લેન ક્રેશ પર ભત્રીજાનું મોટું નિવેદન

Published By: Priyankka Triveddi

Last Updated: 07:41 AM, 11 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ajit Pawar: મહારાષ્ટ્રની રાજનીતિમાં અજીત પવારના આકસ્મિક અવસાનને લઈને એક નવો જ વિવાદ શરૂ થઈ ગયો છે. NCP નેતા રોહિત પવારે આ દુર્ઘટનાને લઈને અમુક ગંભીર સવાલ ઉઠાવ્યા છે.

Rohit Pawar on Ajit Pawar: મહારાષ્ટ્રની રાજનીતિમાં અજીત પવારની વિમાન દુર્ઘટનાને લઈને એક નવો વોવાદ શરૂ થઈ ગયો છે. NCP નેતા રોહિત પવારે એક પ્રેસ કોન્ફરન્સમાં આ દુર્ઘટનાને લઈને ઘણા ગંભીર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આશંકા બતાવી છે કે આ માત્ર એક દુર્ઘટના નહીં પણ એક કાવતરું પણ હોઈ શકે છે. રોહિત પવારે દાવો કર્યો છે કે વિમાન ઉડ્યું તે પહેલાંની ઘણી સંદિગ્ધ વાતો સામે આવી છે. રોહિતનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં લોકો પૂછી રહ્યા છે કે અજીત પવારની વિમાન દુર્ઘટનાએ વાસ્તવમાં દુર્ઘટના હતી કે પછી તેની પાછળ કોઈ કાવતરું હતું.

રોહિત પવારે ઉઠાવ્યા સવાલ

આ મામલે રોહિત પવારનું કહેવું છે કે વિમાન ઉડ્યું તે પહેલાની ઘણી સંદિગ્ધ વાતો સામે આવી છે. તેમણે જણાવ્યું કે સવારે 7 વાગ્યે ક્રૂ હાજર હતું, થોડી જ મિનિટો પછી વિઝીબીલીટી ચેક કરવામાં આવી. તેની 10 મિનિટ પછી એટલે કે 7:10 વાગ્યે વધુ બરાબર હતું. 7:50 વાગ્યે અજીત પવાર એરપોર્ટ પહોંચ્યા અને 8:10 વાગે વિમાને ઉડાન ભરી. તેમણે ભાવુક થતાં કહ્યું કે હજુ પણ ઘણા લોકોને વિશ્વાસ નથી થઈ રહ્યો કે અજીત પવાર હવે આ દુનિયામાં નથી રહ્યા. તેમણે જણાવ્યું કે તેઓ આ દુર્ઘટના પછી અજીત પવારનું બળી ગયેલું સ્વેટર, ઘડિયાળ અને ચપ્પલ જોઈને ભાવુક થઈ ગયા હતા.

તેમણે વધુમાં જણાવ્યું કે સાંજે 7:13 વાગે ગ્રુપમાં એક મેસેજ આવ્યો હતો જેમાં તેમણે જણાવ્યું હતું કે કાલે સવારે 8 વાગ્યે બારામતી જવાનું છે. દાદાએ કાર દ્વારા જવાનો નિર્ણય કર્યો હતો અને બધી કાર રોડ ટ્રીપ માટે રેડી હતી. તેમની આ યાત્રાનો યોજના એક દિવસ પહેલા જ બનાવી દેવાઈ હતી. પ્લેનમાં જવું એ છેલ્લા સમયનો નિર્ણય હતો.

પવારે ઇઝરાયલના મોસાદ પર આધારિત એક પુસ્તકની લાઇનને ટાંકતા કહ્યું કે " ક્યારેક-ક્યારેક ડ્રાઈવરને મારી નાખવો સૌથી સરળ હોય છે." અને બસ થઈ ગયું.

દુર્ઘટનાને લઈને પ્રશ્નો

રોહિત પવારે દાવો કર્યો કે વિમાનના ઉડાન પહેલાંની ઘણી સંદિગ્ધ વાતો સામે આવી છે. તેમણે જણાવ્યું છે કે વારે 7 વાગ્યે ક્રૂ હાજર હતું, થોડી જ મિનિટો પછી વિઝીબીલીટી ચેક કરવામાં આવી. તેની 10 મિનિટ પછી એટલે કે 7:10 વાગ્યે વધુ બરાબર હતું. 7:50 વાગ્યે અજીત પવાર એરપોર્ટ પહોંચ્યા અને 8:10 વાગે વિમાને ઉડાન ભરી. તેમનો કાફલો બારામતી જવા માટે તેમના બંગલાની બહાર તૈયાર હતો. એક સિનિયર લીડર તેમણે મળવા આવવાના હતા અને તે મોડા આવ્યા માટે તેઓ કાર દ્વારા રોડ માર્ગે જવાને બદલે ફ્લાઇટ બુક કરવા માટે મજબૂર થયા. તેમણે એક ફાઇલ પર સાઇન કરવાની હતી. તેઓ મંત્રાલયમાં હતા અમાટે તેમને બારામતી જવા માટે મોડા સુધી રહ જોઈ. પ્લેનનો સમય સવારે 7 વાગ્યાનો હતો તો તે 8 વાગ્યે કેમ ઉપડ્યું? ફ્લાઇટમાં ટેક ઓફમાં મોડું થવાને માટે જવાબદાર કોણ ?

તેમણે સવાલ ઉઠાવ્યો કે આ જ વિમાન દુર્ઘટનાના 2 દિવસ પહેલા જ સુરત ગયું હતું અને કંપનીએ તેને મેન્ટેન વિમાન ગણાવ્યું હતું. પરંતુ સ્થાનિક મહિલા એ કહ્યું કે આ દુર્ઘટના પહેલા વિમાનનો અવાજ સામાન્ય કરતાં અલગ હતો. ગ્રામ પંચાયતના CCTVમાં વિમાનને હવામાં 360 ડિગ્રી ફરતું પણ જોઈ શક્યું છે.

આ પણ વાંચો: ડીપફેક અને AI કન્ટેન્ટ પર કડક કાર્યવાહી... 20 ફેબ્રુઆરીથી નવા નિયમો આવશે અમલમાં

vtv app promotion

શરદ પવારના નિવેદન પર પ્રતિક્રિયા

શરદ પવાર દ્વારા આ દુર્ઘટનાને કાવતરું નહીં માનવના નિવેદન પર રોહિત પવારે કહ્યું કે તેમણે આ નિવેદન દુર્ઘટનાના અમુક કલાકો પછી આઓયુ હતું. જ્યારે હવે નવા તથ્યો અને સાક્ષીઓ ના આધાર પર સવાલ ઊભા થઈ રહ્યા છે. રોહિત કહ્યું કે તે કોઈના પર સીધો આરોપ નથી લગાવી રહ્યા પણ આ દુર્ઘટનાથી જોડાયેલા દરેક પહેલુંની નિષ્પક્ષ અને પારદર્શી તપાસ જરૂરી છે જેથી હકીકત સામે આવી શકે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Rohit Pawar Maharashtra Politics Ajit Pawar,

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ