બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / Air India-Indigo ના પ્લેનની પાંખો ધડામ દઇને અથડાતા મુસાફરોના જીવ તાળવે ચોંટ્યા, અને પછી...!
Last Updated: 09:40 AM, 4 February 2026
Mumbai Airport: મુંબઈના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એક મોટી દુર્ઘટના ગઇકાલે બનતા ટળી ગઈ હતી. મુંબઈ એરપોર્ટ પર એર ઈન્ડિયા અને એર ઇંડિગો આ બેન ફ્લાઇટ્સ વચ્ચે ટકરામણ થઈ હતી. જો કે આ ઘટના ગ્રાઉન્ડ પર બની હતી. આ બને ફ્લાઇટ્સના ટેકસિંગ વખતે આ ઘટના બની હતી. મળતી માહિતી મુજબ એર ઇન્ડિયાનું વિમાન ટેકઓફ માટે પુશબેક કરી રહયું હતું અને બીજી તરફ એર ઇંડિગોનું પ્લેન લેન્ડિંગ પછી ટેક્સી કરી રહ્યું હતું ત્યારે બંને પ્લેનની વિંગ્સ/પાંખો એકબીજા સાથે અથડાઇ હતી. આ અને આ ઘટના બનતા જ DGCA અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જો કે સદનસીબે આ ટકરાવમાં કોઈને પણ ઇજા થઈ નથી.
ADVERTISEMENT
અકસ્માત સમયે બંને ફ્લાઇટ્સમાં મુસાફરો સવાર હતા. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈ મુસાફરો કે ક્રૂ મેમ્બરને ઈજા થઈ નથી. ઘટના બાદ DGCAના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી અને બંને વિમાનોને રોકીને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ રનવે પર એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2732 અને ઇન્ડિગોની ફ્લાઇટ 6E 791 વચ્ચે ટક્કર થઈ હતી. એર ઇન્ડિયાની ફ્લાઇટ તમિલનાડુના કોઈમ્બતુર માટે ઉડાન ભરવાની હતી, જ્યારે ઇન્ડિગોની ફ્લાઇટ હૈદરાબાદથી આવ્યા પછી ટેક્સી કરી રહી હતી. ટક્કર બાદ બંને ફ્લાઇટ્સને નિરીક્ષણ માટે લઈ જવામાં આવી હતી.
ADVERTISEMENT
એર ઈન્ડિયા તરફથી ઓફિશિયલ સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે જેમાં આ ઘટના અંગે જાણ કરતાં કહેવામાં આવ્યું છે કે
ADVERTISEMENT
"3 ફેબ્રુઆરીના રોજ મુંબઈથી કોઈમ્બતુર જનારી ફ્લાઈટ AI 2732 મોડી પડી કારણ કે જ્યારે વિમાન ઉડાનની તૈયારી કરી રહ્યું હતું ત્યારે તે ટેક્સી વે પર ઉભેલા અન્ય એરલાઇનના વિમાન સાથે અથડાયું હતું. બંને વિમાનની પાંખો વચ્ચે ટક્કર થઈ જેથી એર ઈન્ડિયાની પાંખને પણ ક્ષતિ પહોંચી છે. સુરક્ષાના કારણોસર ટેકનિકલ તપાસ માટે વિમાનને ગ્રાઉન્ડ કરી દેવામાં આવ્યું છે. તમામ મુસાફરો સુરક્ષિત છે. વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા છે ગ્રાઉન્ડ સ્ટાફ વૈકલ્પિક વ્યવસ્થા કરી રહ્યો છે. "
Mumbai Airport | While Air India AI2732 was taxiing from C1 towards M4 for departure, and the IndiGo arrival flight was taxing joining B1, the right wing tips of both the aircraft touched each other. Both aircraft were taxiing at the time of the incident. Both aircraft returned… pic.twitter.com/hZXxlrrx9l
— ANI (@ANI) February 3, 2026
ADVERTISEMENT

ADVERTISEMENT
બીજી તરફ એર ઈન્ડિયા સાથે એર ઇંડિગોની ફ્લાઇટ અથડાતાં એર ઇંડિગોએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે,
ADVERTISEMENT
" હૈદરાબાદથી મુંબઈ આવેલી ફ્લાઈટ 6E 791 વિમાન જ્યારે ટેક્સી કરી રહ્યું હતું તે દરમિયાન અન્ય એર લાઈનના વિમાન સાથે સંપર્કમાં આવી ગયું. તમામ મુસાફરો સુરક્ષિત છે, પાર્કિંગ બાદ તેમણે વિમાનમાંથી ઉતારી દેવામાં આવ્યા છે. હાલ વિમાનની ટેકનિકલ તપાસ થઈ રહી છે. પ્રોટોકોલ પ્રમાણે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક સૂચના આપી દેવામાં આવી છે. કેવી રીતે બનાવ બન્યો તેની તપાસ થઈ રહી છે. "
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.