બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / mumbai metro chief hits out at aarey activists claims says this is all because of false propaganda
ADVERTISEMENT

અશ્નિની ભિડે કહ્યું કે એવું કહેવામાં આવી રહ્યું છે કે, ટ્રી ઓથોરિટી દ્વારા જાહેર કરાયેલ આદેશ બાદ 15 દિવસની નોટિસ આપવી જરૂરી છે. હું જણાવવા માગું છું કે, આ તદ્દન નિરાધાર છે. એમણે કહ્યું કે આ આદેશ 13 સપ્ટેમ્બરે જાહેર કરાયો છે. આ હિસાબે 18 સપ્ટેમ્બરે 15 દિવસનો સમય પૂર્ણ થઇ જાય છે. અમે ત્યારબાદ જ કાર્યવાહી શરૂ કરી છે. આ પ્રકારનો ખોટો પ્રચાર એક ખોટા પ્રોપેગેન્ડા હેઠળ ચલાવાઇ રહ્યો છે.
ADVERTISEMENT
નોંધનીય છે કે, મુંબઇ હાઇકોર્ટ દ્વારા ઝાડ કાપવા પર રોક લગાવવાને લઇને દાખલ અરજીને ફગાવ્યા બાદ મોટા પ્રમાણમાં સ્થાનીય લોકો અને ઘણી પાર્ટીઓના નેતા ઝાડ કાપવાનો વિરોધ કરી રહ્યા છે.
.jpg)
ADVERTISEMENT
ત્યારે આદિત્ય ઠાકરે પણ સરકારના નિર્ણય પર કડક પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, કેન્દ્ર સરકારને જો આરે કોલોનીનાં જંગલની ચિંતા નથી તો એમણે પર્યાવરણ બચાવવાને લઇને પણ બોલવું જોઇએ નથી. એમણે ટ્વીટ કરી કહ્યું કે, આરે કોલોનીના લોકો સાથે અમારા શિવસૈનિકો છે.
સામાજિક કાર્યકર્તા યોગેન્દ્ર યાદવે પણ ઝાડ કાપવાની કાર્યવાહી પર વિરોધ દર્શાવ્યો તથા સ્થિતિને ચિંતાજનક બતાવી છે. નોંધનીય છે કે, પોલીસે આરે કોલોનીની આસપાસ કલમ 144 લાગૂ કરી છે અને ઘણા રસ્તાઓ બ્લોક કરી દીધા છે. પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો છે જેથી કોઇ અનિચ્છનીય ઘટના બનતી રોકી શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.