બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:10 AM, 30 October 2025
PM Modi at Maritime Leaders Conclave: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે બુધવાર 29 ઓકટોબરના રોજ મહારાષ્ટ્રના મુંબઈમાં ઈન્ડિયા મેરીટાઇમ વીક 2025માં 'મેરીટાઇમ લીડર્સ કોન્ક્લેવ'ને સંબોધી હતી અને ગ્લોબલ મેરીટાઇમ સીઈઓ ફોરમની અધ્યક્ષતા કરી હતી. આ પ્રસંગે સંબોધનમાં PM મોદીએ ગુજરાતના કંડલા પોર્ટની પ્રશંસા કરી તેને દેશનું ગૌરવ ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે પ્રથમ વખત, કોઈ ભારતીય બંદરે મેગાવોટ-સ્કેલ સ્વદેશી ગ્રીન હાઇડ્રોજન સુવિધા સ્થાપિત કરી છે - અને આ સીમાચિહ્ન કંડલા પોર્ટ દ્વારા હાંસલ કરાયું છે.
ADVERTISEMENT
#Watch | Prime Minister @narendramodi addressed the Maritime Leaders Conclave at India Maritime Week 2025 in Mumbai today. PM Modi highlighted that India's ports are now among the most efficient in the developing world, and in many areas, they outperform even those in developed… pic.twitter.com/ASmhPsUIgq
— DD News (@DDNewslive) October 29, 2025
ઉલ્લેખનીય છે કે PM મોદીએ અગાઉ તેમની કચ્છની મુલાકાત દરમિયાન 10 મેગાવોટ પ્લાન્ટનો શિલાન્યાસ કરાયો હતો. જેમાંથી એક મેગાવોટ પ્લાન્ટ સ્થપાયો છે. ત્યારબાદ ખૂબ જ ટૂંકા ગાળામાં કંડલા પોર્ટે દેશના પ્રથમ મેક-ઇન-ઇન્ડિયા-આધારિત 1 મેગાવોટના ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટને સફળતાપૂર્વક સ્થાપિત કરીને ભારતના બંદર ક્ષેત્રમાં એક નવા યુગની શરૂઆત કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
જો કે આ પહેલીવાર નથી આ અગાઉ પણ પીએમ મોદીએ એક ટ્વિટમાં ડીપીએની આ પહેલની પણ પ્રશંસા કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે "આ એક પ્રશંસનીય પ્રયાસ છે, જે ટકાઉ વિકાસને મજબૂત બનાવે છે અને ભારતના નેટ ઝીરો વિઝનને આગળ ધપાવે છે." કાર્બન ઉત્સર્જન ઘટાડવાના ભારતના મિશનને ટેકો આપવામાં આ પ્લાન્ટ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ઉલ્લેખનીય છે કે દેશમાં આ પહેલી વાર છે જ્યારે ભારત સરકારના બંદર દ્વારા આવી ભવિષ્યલક્ષી પહેલ હાથ ધરવામાં આવી છે. જે દરિયાઇ ક્ષેત્રમાં પરિવર્તનના પાયા સમાન છે. આ આત્મનિર્ભર ભારતનું જીવંત ઉદાહરણ છે, જેમાં ગુજરાત ફરી એકવાર રાષ્ટ્રની વિકાસ યાત્રામાં અગ્રણી ભૂમિકા ભજવી રહ્યું છે.
વધુ વાંચો: PM મોદીએ નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું, આ તારીખથી શરૂ થશે ફ્લાઈટ્સ
ADVERTISEMENT

દીનદયાળ ઓથોરિટી કંડલાની આ ઉપલબ્ધીએ માત્ર ગુજરાત માટે નહી પરંતુ સમગ્ર દેશનું ગૌરવ વધાર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વ અને માર્ગદર્શનમાં તથા કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલ, તથા કેન્દ્રીય રાજયમંત્રી શાંતનુ ઠાકુર તથા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અવિરત પ્રયાસોથી દિનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલા અવિરત પ્રગતિ સાધી રહ્યું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.