બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / mumbai goa heavy rain alert

એલર્ટ / દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, મુંબઇમાં ફરી વરસાદ

Published By: Divyesh

Last Updated: 12:25 PM, 3 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઇમાં ફરીવાર વરસાદ શરૂ થઇ ગયો છે. મુંબઇના જોગેશ્વરી વિસ્તાર અને દહીસરમાં ભારે વરસાદ પડ્યો જેના કારણે રસ્તાઓ પર પાણી ભરાઇ ગયા છે. ત્યારે રોડ-રસ્તાઓ પર પાણી ભરાતાં વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે આગામી 24 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

મુંબઇમાં આગામી 48 કલાકમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. બંગાળની ખાડીમાં અપર એરસર્કયુલેશન સર્જાતાં ભારતીય હવામાન વિભાગે શનિવાર અને રવિવારના રોજ મુંબઇમાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે પાલઘરમાં તેજ વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાઇ ગયા છે. જેને લઇ હાલ બજારો પણ બંધ હાલતમાં છે.  જ્યારે મલાડ વિસ્તારમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અંડરબ્રિજ સહિતમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. પાણી ભરાતા વાહનવ્યવહાર ખોરવાયો છે.

હવામાન વિભાગના જણાવ્યાં અનુસાર ઠાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં બે દિવસ ભારે વરસાદની શક્યતા છે. ઉલ્લેખનીય છે કે ગત અઠવાડિયામાં પણ શનિવાર અને રવિવારે મુંબઇ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. પૂરના કારણે મુંબઇની નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં પ્રવાસીઓ ફસાઇ ગયા હતા, જેને સુરક્ષિત  બહાર કાઢવામાં આવ્યાં હતા. 


લેન્ડ સ્લાઇડના કારણે મુંબઇ-ગોવા હાઇવે બંધ
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં ભૂસ્ખલન થતાં મુંબઇ-ગોવા હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે. પોલાદપુર પોલીસ ક્ષેત્રમાં ધામન દેવી પાસે ભૂસ્ખલનની ઘટના બની છે. જો કે ભૂસ્ખલન દરમિયાન કોઇ વાહન પસાર ન થતું હોવાથી જાનહાનિ ટળી છે. ભૂસ્ખલનના કારણે વાહનની આવન-જાવન રોકી દેવામાં આવી છે.
 


પૂર્વોત્તર વિસ્તારમાં ચક્રવાતનો ખતરો
પૂર્વોત્તર તેમજ મધ્યપ્રદેશના અનેક ભાગમાં ચક્રવાતી હવાઓનું ક્ષેત્ર બન્યું છે. આસામના મધ્ય ભાગમાં પણ એક ચક્રવાતી હવાઓનું દબાણ સર્જાયું છે. જ્યારે ત્રીજુ ચક્રવાતી હવાનું દબાણ મિડલ-લેવલ પર આંધ્રના કોસ્ટથી બંગાળની ખાડી ઉપર બનેલું છે. દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આમ દેશભરમાં ભારે વરસાદની આગાહીના પગલે સતર્ક રહેવા નિર્દેશ આપવામાં આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં પૂર્વી રાજસ્થાન, ઓડિશા, ઉત્તર અને પશ્ચિમ મધ્ય પ્રદેશ, દક્ષિણ ગુજરાત, કોંકણ તેમજ ગોવા અને કર્ણાટકના દરિયાકિનારાના તટીય વિસ્તારમાં મધ્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 

 

 

 

સંકળાયેલા મુદ્દાઓ

Heavy Rain Mumbai goa વરસાદ હવામાન વિભાગ Heavy Rain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ