બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / multani mati face packs for pimple free face in summer
જો સ્કીન કેર રૂટીનને યોગ્ય રીતે ફોલો કરવામાં આવે તો વધતી ઉંમરમાં પણ એજિંગ સાઈનથી બચી શકાય છે અને સ્કીનને જવાન બનાવી શકાય છે. ત્યાં જ નેચરલ વસ્તુઓ સ્કીન માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
ADVERTISEMENT
.jpg)
કારણ કે કેમિકલ બેસ્ડ બ્યૂટી પ્રોડક્ટ્સના મુકાબલે નેચરલ વસ્તુઓથી સાઈડ ઈફેક્ટ્સ થવાની સંભાવના ઘણી ઓછી હોય છે. સ્કીન કેરના નેચરલ ઈનગ્રેડિયન્ટ્સની વાત કરવામાં આવે તો મુલતાની માટીનો ઉપયોગ લોકો ઘણા પહેલાથી કરતા આવ્યા છે.
ADVERTISEMENT
મુલતાની માટી સ્કીનથી લઈ વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના ઉપયોગથી ત્વચા મુલાયમ તો બને જ છે સાથે જ તેને ગ્લોઈંગ સ્કીન માટે પણ કારગર માનવામાં આવે છે. આવો જાણીએ મુલતાની માટીથી કેવી રીતે ફેસ પેક બનાવાય.
ઉનાળામાં લગાવો આ ફેસ પેક
એક મોટી ચમચી મુલતાની માટીનો પાઉડર લો તેમાં અડધી ચમચી ચંદન પાઉડર, એક ચમચી ગુલાબજળ અને એકથી બે ચમચી ખીરા કાકડીનો રસ મિક્સ કરો. આ ફેસ પેક લગાવીને 20થી 25 મિનિટ સુધી રાખો અને તેના બાદ ચહેરો નોર્મલ પાણીથી ધોઈ લો. મુલતાની માટીનું આ ફેસ પેક તમને ગરમીમાં રિફ્રેશ ફીલ કરાવશે અને સ્કીનને મુલાયમ બનાવવાની સાથે ગ્લોઈંગ પણ બનાવશે.
ADVERTISEMENT

આ ફેસ પેકથી હાઈડ્રેટ રહેશે સ્કીન
મુલ્તાની માટી એક ચમચી, લીંબૂનો રસ, એક ચમચી એલોવેરા જેલ, થોડી હળદર અને એક ચમચી દહીં લઈને ફેસ પેક તૈયાર કરી લો. આ ફેસ પેકને અઠવાડિયામાં બે વખત લગાવવાથી ટેનિંગ, એક્ને, પિંપલ્સ, અનઈવનટોનની સમસ્યાથી છુટકારો મળશે અને સ્કીન પણ હાઈડ્રેટ થશે. જેનાથી ડ્રાયનેસની સમસ્યાથી રાહત મળશે.
ADVERTISEMENT
વધુ વાંચો: ઉનાળામાં ઓઈલી સ્કીનની કેર કેવી રીતે કરશો? નિષ્ણાતો જણાવી સરળ ટિપ્સ
પીમ્પલ્સ માટે બનાવો આ ફેસ પેક
જો તમે પિંપલ્સની સમસ્યાથી પરેશાન રહો છો તો મુલતાની માટીની સાથે અમુક ટીંપા લીંબૂનો રસ, ગુલાબજળ અને અડધી ચમચી લીમડાના પાનનો પાઉડર મિક્સ કરી સારી સ્મૂથ પેસ્ટ તૈયાર કરી લો. આ ફેસ પેકનો યુઝ કરવાથી પીમ્પલ્સથી છુટકારો મળવાની સાથે જ દાગ ધબ્બા પણ ઓછા કરવામાં મદદ મળે છે.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.