બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / How to take care of oily skin in summer Simple tips told by experts

હેલ્થ ટિપ્સ / ઉનાળામાં ઓઈલી સ્કીનની કેર કેવી રીતે કરશો? નિષ્ણાતો જણાવી સરળ ટિપ્સ

Megha

Last Updated: 03:12 PM, 2 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળામાં ત્વચા પર પરસેવો અને તેલ બંને એકઠા થાય છે, આવી સ્થિતિમાં આખો દિવસ ધૂળ અને ગંદકી ચોંટવા લાગે છે. જેના કારણે ખીલ અને બ્લેકહેડ્સની સમસ્યા થઈ શકે છે.

ઉનાળો શરૂ થઈ ગયો છે. આવી સ્થિતિમાં હવામાન પ્રમાણે ત્વચાની કાળજી લેવી જરૂરી છે. જેમ કે શિયાળામાં ત્વચા શુષ્ક થઈ જાય છે. તેવી જ રીતે ઉનાળામાં આકરા તડકા, ભેજ અને ગરમીના કારણે ચહેરો ચીકણો દેખાવા લાગે છે. 

તમારી સ્કીન પણ ઓઇલી હોય તો રાખો આટલુ ધ્યાન, ત્વચા બનશે ઓઇલ રહિત | Home  remedies for oily skin

ત્વચા પર પરસેવો અને તેલ બંને એકઠા થાય છે, આવી સ્થિતિમાં આખો દિવસ ધૂળ અને ગંદકી ચોંટવા લાગે છે. જેના કારણે ખીલ અને બ્લેકહેડ્સની સમસ્યા થઈ શકે છે અને ચહેરો નિસ્તેજ દેખાવા લાગે છે. આ સમસ્યાથી બચવા અથવા તેને ઠીક કરવા માટે લોકો ઘણા પ્રકારના સ્કિન કેર પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે. પરંતુ એમ છતાં ઓઈલી સ્કીનને નિયંત્રિત કરી શકાતું નથી. ઉનાળામાં ઓઈલી સ્કીનની યોગ્ય કાળજી લેવી જરૂરી છે જેથી ખીલ, બ્લેકહેડ્સ અને નિસ્તેજ ત્વચા જેવી સમસ્યાઓથી બચી શકાય.  

તમારા આહારનું ધ્યાન રાખો
ઉનાળાની ઋતુમાં ખાનપાનનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આવી સ્થિતિમાં, બહારથી તળેલું, મસાલેદાર અને બિનઆરોગ્યપ્રદ ખોરાક જેવા જંક ફૂડ ઓછા ખાઓ, તેના બદલે ઘરે બનાવેલું હેલ્ધી ફૂડ ખાઓ. તાજા ફળો અને શાકભાજીનું સેવન કરો. તમે નાસ્તામાં ફળો અને તાજા શાકભાજીને રાત્રિભોજન સાથે સલાડ તરીકે પણ લઈ શકો છો.

હાઇડ્રેટેડ રહો
શરીરને હાઇડ્રેટ રાખવા માટે યોગ્ય માત્રામાં પાણીનું સેવન કરો. તરબૂચ, પાઈનેપલ જેવા ફળો પણ ખાઓ જેમાં પાણીની માત્રા વધુ હોય છે, જે શરીર અને ત્વચાને હાઈડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે. ઉપરાંત, તે ફળોમાં રહેલા પોષક તત્વો આપણા સમગ્ર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ માટે તમે તમારા શરીર અને સ્વાસ્થ્ય અનુસાર ડિટોક્સ વોટર પણ લઈ શકો છો.

Topic | VTV Gujarati

સનસ્ક્રીન લગાઓ 
ઉનાળામાં તડકાના કારણે સનબર્ન અને ત્વચા સંબંધિત બીજી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી ઉનાળામાં તડકામાં બહાર જતા પહેલા સનસ્ક્રીન લગાવો. જો તમે લાંબા સમય સુધી તડકામાં રહો છો, તો દર 2 કલાકે સનસ્ક્રીન ફરીથી લગાવવું જોઈએ. તેનાથી સૂર્યના હાનિકારક કિરણોને કારણે ત્વચાને થતા નુકસાનને અટકાવી શકાય છે.

મોઇશ્ચરાઇઝર લગાવો
શિયાળો હોય કે ઉનાળો, ત્વચા પર મોઈશ્ચરાઈઝર લગાવવું ખૂબ જ જરૂરી છે. પરંતુ ધ્યાનમાં રાખો કે આ ઉનાળાની ઋતુમાં લાઇટ મોઈશ્ચરાઈઝર લગાવો જેથી તે ત્વચાને હાઈડ્રેટ રાખવામાં મદદ કરી શકે અને તેલ એકઠું ન થાય. આ માટે તમે જેલ અથવા પાણી આધારિત મોઈશ્ચરાઈઝર પસંદ કરી શકો છો. તમે ટોનરનો ઉપયોગ પણ કરી શકો છો, તે ત્વચાના પીએચ સ્તરને સંચાલિત કરવામાં મદદ કરે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

સંકળાયેલા મુદ્દાઓ

Skin Care Tips oily skin skin care summer season skin care ઓઈલી સ્કીન oily skin
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ