બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ખેડૂતોના મુદ્દે બોલ્યા સાંસદ શક્તિસિંહ ગોહિલ, જુઓ શું કહ્યું?
Last Updated: 05:00 PM, 5 November 2025
ગુજરાતમાં ખેડૂતોને પડતી મુશ્કેલીઓને લઈને રાજ્યસભા સાંસદ શક્તિસિંહ ગોહીલે સરકાર સામે આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે કહ્યું કે, ક્યારેય ના જોઈ હોય તેવી પરિસ્થિતિ આજે ખેડૂત જોઈ રહ્યો છે.
ADVERTISEMENT
દિવાળી બાદ સતત વરસાદ પડતા ખેડૂતોની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. ગોહીલે જણાવ્યું કે, ચોમાસામાં ખેડૂતોએ પાક વાવ્યો હતો અને બિયારણ, ખાતર તેમજ દવાનો મોટાપાયે ખર્ચ કર્યો હતો. પરંતુ કુદરતી આફતોને કારણે પાક બરબાદ થઈ ગયો છે.
ADVERTISEMENT
શક્તિસિંહ ગોહિલે પાક વીમા યોજનાના મુદ્દે પણ સરકારને આડે હાથ લીધી હતી. તેમણે જણાવ્યું કે, આખા દેશમાં ખેડૂતો માટે પાક વીમા યોજના ચાલુ છે, પરંતુ ગુજરાતમાં ઓગસ્ટ 2020થી આ યોજના બંધ છે. મુખ્યમંત્રી કિસાન વીમા યોજના અમલમાં આવશે એવી જાહેરાત થઈ હતી. પરંતુ અત્યાર સુધી કોઈ રક્ષણ ખેડૂતને મળ્યું નથી. તેમ જણાવ્યું હતું.

ADVERTISEMENT
શક્તિસિંહ ગોહિલે માંગ કરી હતી કે, કુદરતી આફતમાં સપડાયેલા ખેડૂતોને યોગ્ય વળતર મળતું નથી. સરકાર જેણે જેટલું વાવેતર હતું તે પ્રમાણે વળતર આપે, અને જે ખેડૂતોને સહાય નથી મળી તે ખેડુતોનું સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ.
સર્વે પ્રક્રિયા અંગે પણ તેમણે પ્રશ્ન ઉઠાવ્યો. આજે સર્વેનું એક નાટક ચાલે છે. પરંતુ સર્વે કરાવનાર અધિકારી છે. ખેડૂત નથી. જે જમીન પર મુશ્કેલી છે, તે જાણવી જરૂરી છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ VIDEO : આમાં દુર્ઘટના થાય તો જવાબદાર કોણ, વીજપોલ છતાં રોડ બનાવી દેવાયો
શક્તિસિંહ ગોહીલના આ નિવેદનોને કારણે ખેડૂતોના મુદ્દા ફરી એકવાર રાજકીય ગરમાવો પકડી રહ્યા છે, જ્યારે સરકાર તરફથી આ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ પ્રતિસાદ મળ્યો નથી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.