બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ટેક અને ઓટો / Moto G77 Power આજે થશે લોન્ચ, 7000mAh બેટરી સાથે મળશે ધમાકેદાર ફીચર્સ

ટેક્નોલોજી / Moto G77 Power આજે થશે લોન્ચ, 7000mAh બેટરી સાથે મળશે ધમાકેદાર ફીચર્સ

Jinal Chauhan

Last Updated: 12:04 PM, 8 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય સ્માર્ટફોન બજારમાં આજે મોટોરોલા પોતાનો નવો Moto G77 Power લોન્ચ કરવા જઈ રહ્યું છે. લોન્ચ પહેલા જ ફોનના ઘણા મહત્વના ફીચર્સ સામે આવી ગયા છે.

ભારતીય સ્માર્ટફોન બજારમાં આજે મોટોરોલા પોતાનો નવો Moto G77 Power લોન્ચ કરવા જઈ રહ્યું છે. લોન્ચ પહેલા જ ફોનના ઘણા મહત્વના ફીચર્સ સામે આવી ગયા છે. મોટી બેટરી, 50MP કેમેરા અને Android 16 જેવા ફીચર્સને કારણે આ ફોન ચર્ચામાં છે. કંપનીનો દાવો છે કે ફોનની બેટરી એક વખત ફુલ ચાર્જ કર્યા બાદ ત્રણ દિવસ સુધી સાથ આપશે. આ ફોન મિડ-રેન્જ સેગમેન્ટમાં Vivo, Samsung, Oppo અને iQOO જેવા બ્રાન્ડ્સને ટક્કર આપી શકે છે. લોન્ચ પહેલા Flipkart પર તૈયાર કરાયેલી માઇક્રોસાઇટ પરથી ફોનની અનેક વિગતો જાહેર થઈ છે.

કેમેરા અને ડિસ્પ્લે રહેશે ખાસ

Moto G77 Powerમાં 50 મેગાપિક્સલનો Sony LYTIA 600 પ્રાઇમરી કેમેરા મળશે. તેની સાથે 8 મેગાપિક્સલનો અલ્ટ્રા વાઇડ કેમેરા પણ આપવામાં આવશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા મળશે. ફોનમાં 6.72 ઇંચની Full HD+ ડિસ્પ્લે આપવામાં આવશે. ડિસ્પ્લે 120Hz રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. સ્ક્રીનની સુરક્ષા માટે Gorilla Glass 7i પ્રોટેક્શન મળશે.

7000mAh બેટરી બનશે સૌથી મોટી ખાસિયત

આ સ્માર્ટફોનમાં 7000mAhની મોટી બેટરી આપવામાં આવશે. કંપનીનું કહેવું છે કે સામાન્ય ઉપયોગમાં આ બેટરી ત્રણ દિવસ સુધી ચાલી શકે છે. લાંબા સમય સુધી ફોનનો ઉપયોગ કરતા યુઝર્સ માટે આ ફીચર ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.

vtv app promotion

આ પણ વાંચોઃ રોજના એક-બે નહીં, અનેક લોકોના WhatsApp થાય છે હૅક, તમે પણ બચો આ સ્કેમથી

Android 17 અપગ્રેડ પણ મળશે

Moto G77 Power Android 16 ઓપરેટિંગ સિસ્ટમ સાથે લોન્ચ થશે. કંપનીએ પહેલેથી જ ખાતરી આપી છે કે આ ફોનને Android 17 અપગ્રેડ પણ મળશે. ઉપરાંત ફોનને 3 વર્ષ સુધી સિક્યોરિટી અપડેટ્સ મળવાની શક્યતા છે.

પ્રોસેસર અને અન્ય ફીચર્સ

રિપોર્ટ મુજબ ફોનમાં MediaTek Dimensity 6400 ઓક્ટા-કોર પ્રોસેસર મળી શકે છે. સાથે 120Hz ટચ સેમ્પલિંગ રેટ, Water Touch ટેક્નોલોજી અને 1050 નિટ્સ હાઈ બ્રાઇટનેસ મોડ જેવા ફીચર્સ પણ મળી શકે છે. સાઉન્ડ અનુભવને વધુ સારો બનાવવા માટે Dolby Atmos, Stereo Speakers અને Hi-Res Audio સપોર્ટ પણ આપવામાં આવશે. ફોન ત્રણ અલગ-અલગ કલર વિકલ્પોમાં લોન્ચ થઈ શકે છે.

કિંમત કેટલી હોઈ શકે?

રિપોર્ટ્સ અનુસાર Moto G77 Powerની કિંમત 30 હજાર રૂપિયાથી ઓછી રાખવામાં આવી શકે છે. જો આવું થાય તો આ ફોન મિડ-રેન્જ સ્માર્ટફોન સેગમેન્ટમાં મજબૂત વિકલ્પ બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Motorola Smartphone Android 16 Moto G77 Power
Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ