બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / mother in law daughter in law bathroom honeymoon investigating virginity test

OMG / સુહાગરાત પર જ સાસુએ વહુ સાથે કર્યુ એવું કામ કે હેબતાઈ ગઈ, મામલો પહોંચ્યો પોલીસમાં

Intern

Last Updated: 06:52 PM, 6 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જૂનવાણી વિચારો ધરાવતા એક પરિવારે બેચલર ઓફ ઍન્જિનિયરિંગમાં પાસ થયેલી વહુ સાથે અજીબ હરકત કરી. સુહાગરાતની પહેલા સાસુએ વર્જિનિટીની તપાસ કરી. અને ત્યારબાદ થોડા સમય પછી જેઠે વહુ સાથે દુષ્કર્મ પણ કર્યો. શર્મસાર કરતી આ ઘટના મધ્યપ્રદેશના ઈંદોરની છે.

  • સુહાગરાત પર સાસુએ વહુની વર્જિનિટી તપાસ કરી હતી
  • વહુ સાથે જેઠે દુષ્કર્મ પણ આચર્યો હતો
  • લગ્ન બાદ અઢી વર્ષ સુધી વહુ પોતાના પિયરમાં રહી
  • ઘરના સભ્યો વિરુદ્ધ દુષ્કર્મ અને દહેજ મુદ્દે હેરાન ગતિનો કેસ કર્યો 

ઈંદોરના દ્વારકાપુરી થાણા પર એક ચોંકાવનાર ઘટના સામે આવી. B.E પાસ એક વહુનો આરોપ છે કે પોણા ત્રણ વર્ષ પહેલા તેની સુહાગરાત પર સાસુએ વર્જિનિટી તપાસ કરવા માટે અશ્લીલ હરકત કરી હતી. જયારે તેના થોડા સમય પછી જેઠે દુષ્કર્મ આચર્યો હતો. આ ઘટનાથી દુઃખી થઇ વહુ અઢી વર્ષ પોતાના પિયરમાં રહી. તેણે થોડા સમય પહેલા તેના પતિના વિરુદ્ધ ભરણ પોષણ-ઘરેલુ હિંસાનો પણ કેસ કર્યો હતો. 

પ્રતિકારાત્મક તસ્વીર

મહિલાની ફરિયાદ પર તેની સાસુ, સસરા, પતિ, અને જેઠના વિરુદ્ધ દુષ્કર્મ અને દહેજ મુદ્દે હેરાનગતિનો કેસ કર્યો છે. દરેકની ધરપકડ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યાં છે. પીડિતા સ્ત્રીએ જણાવ્યું કે તેના લગ્ન મે 2017માં થયા હતા અને સુહાગરાત વાળા દિવસે સાસુ, નણંદ, સસરા, પતિ અને જેઠ આવ્યા. તે સમયે સાસુ તેને બાથરૂમમાં લઈ ગઈ અને બોલી- અમારે તો તારી વર્જિનિટી તપાસવી છે. મહિલાએ તેનો વિરોધ કર્યો તો તેના પતિએ ધમકાવતા કહ્યું મારા ઘર વાળા જૂનવાણી વિચારો ધરાવે છે એટલે આવું તો કરવું જ પડશે.

પ્રતિકારાત્મક તસ્વીર

થોડા દિવસ પછી મહિલા પર તેના જેઠે ખરાબ નજર રાખવાની ચાલુ કરી દીધી. એક દિવસ તક મળતા જેઠે તેના પર દુષ્કર્મ આચર્યુ. મહિલાએ આ ઘટના તેના પતિ અને સાસુને કહી તો તેઓએ તેના પર ધ્યાન ન આપ્યું. થોડા દિવસો બાદ પતિએ તેને બસમાં બેસાડી તેના પિયરમાં મોકલી દીધી. અઢી વર્ષ સુધી તે પોતાના પિયરમાં રહી. હવે તેને ફરિયાદ દાખલ કરી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Rape Case daughter in law honeymoon mother in law virginity test ઈંદોર દુષ્કર્મ મધ્યપ્રદેશ વર્જિનિટીની તપાસ સાસુ-વહુ સુહાગરાત OMG
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ