બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / અજબ ગજબ / most richest candidates of gujarat election 2022, bjp, congress
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં સૌથી ધનવાન ઉમેદવારોમાં સૌથી વધુ ભાજપનાં આશરે 89% ઉમેદવારો એવા છે કે જેમની પાસે 1 કરોડથી વધુની સંપત્તિ છે જ્યારે કોંગ્રેસનાં 73% ઉમેદવારો આ યાદીમાં સમાવિષ્ટ છે. આપણે ટોપ 6 ઉમેદવારો કે જે આ ચૂંટણીમાં ઊભા હતાં તેમની વાત કરીએ.
ધર્મેન્દ્રસિંહ વાઘેલા
ધર્મેન્દ્રસિંહ વાઘેલા વાઘોડિયાની સીટ પરથી ઇલેક્શન લડ્યાં હતાં. સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણીમાં ઉભેલા ધર્મેન્દ્રસિંહે જીત હાસિલ કરી છે. સૂત્રો અનુસાર તેમની પાસે 1,60,000થી વધુ જેટલી રોકડ અને 111.98 કરોડથી વધુની સંપત્તિ છે. વડોદરા જિલ્લાની વાઘોડિયાની સીટથી તેમણે ભવ્ય જીત મેળવી છે.
ADVERTISEMENT
.jpg)
રમેશ ટીલાળા
ભાજપનાં ઉમેદવાર રમેશ ટીલાળા રાજકોટ દક્ષિણની બેઠકથી ચૂંટણી લડી રહ્યાં હતાં જેમણે ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાવ્યો છે. રમેશ ટીલાળાનાં મિલકતની વાત કરીએ તો તેમની પોતાની ઘણી શકાય તેની કુલે 9.51 કરોડ સંપત્તિ છે જ્યારે પરિવાર પાસે 8.63 કરોડ જેટલી સંપત્તિ મેળવી છે. કુલે તેમની પાસે 171 કરોડની સંપત્તિ છે.
ADVERTISEMENT
ઇન્દ્રનીલ રાજગુરૂ
આ ઉમેદવાર પાસે કુલે 163 કરોડની સંપત્તિ છે જેમાં તેમના પોતાના નામે 49.82 કરોડ તો પરિવારનાં નામે 17.03 કરોડ સંપત્તિ છે. ઇન્દ્રવીલ રાજ્યગુરૂ કોંગ્રેસ પક્ષનાં ઉમેદવાર છે અને આ ચૂંટણીમાં તેમણે રાજકોટ પૂર્વથી હારનો સામનો કર્યો છે. રાજકોટ પૂર્વમાં પણ ભાજપે મોટી જીત મેળવતાં કોંગ્રેસનું પત્તું કપાયું છે.

ADVERTISEMENT
પાબુભા માણેક
66 વર્ષીય પબુભા માણેક છેલ્લા 32 વર્ષથી ધારાસભ્ય છે. તેઓ પહેલીવાર 34 વર્ષની ઉંમરે વિધાનસભા પહોંચ્યા હતા અને ત્યારથી ચૂંટણીમાં વિજય મેળવી રહ્યાં છે. તેઓ ભૂતકાળમાં ગુજરાતના આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે. પબુભા માણેક દ્વારકા બેઠકથી ભાજપ તરફથી ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડી રહ્યાં હતાં અને તેમાં વિજયી પણ બન્યાં છે. તેમની સંપત્તિની વાત કરીએ તો પબુભા પાસે કુલે 178.58 કરોડની સંપત્તિ હોવાની માહિતી મળી આવી છે. સૌથી ધનીક ઉમેદવારોમાં પબુભા માણેકનું પણ નામ સામેલ છે.
બળવંતસિંહ રાજપુત
ભાજપનાં ઉમેદવાર બળવંતસિંહ રાજપુતનું પણ નામ સૌથી વધુ ધનિક ઉમેદવારોની લિસ્ટમાં શામેલ છે. ઉંમરે 55 વર્ષીય બળવંતસિંહ ઉદ્યોગો અને ખેતીનાં વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેમની સંપત્તિની વાત કરીએ તો તેઓ આશરે 447 કરોડની મિલકતનાં માલિક છે. સિદ્ધપુરની બેઠકથી ચૂંટણી લડી રહેલા બળવંતસિંહ રાજપુતની જીત થઇ છે.
ADVERTISEMENT
જયંતિ પટેલ- જે.એસ. પટેલ
માણસાનાં અજોલ ગામમાં નિવાસી જે.એસ.પટેલ હવે 6 અરબ સંપત્તિનાં માલિક છે પરંતુ તેમનું જીવન ખુબ સંઘર્ષમય રહ્યું છે. એક ખેડૂતનાં રૂપે ખેતરમાં કામ શરૂ કર્યું ત્યારે તેમની આવક માત્ર 100 રૂપિયા પ્રતિ માહ હતી. પરંતુ આજે ગુજરાતનાં સૌથી મોટા ધનીક ઉમેદવાર તરીકે તેમનું નામ લેવાય છે. આશરે 661.29 કરોડનાં માલિક છેલ્લા 25 વર્ષથી સામાજિક કાર્યો કરી રહ્યાં છે. માણસાની બેઠકથી ભાજપનાં આ ઉમેદવારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાની બેઠક પર ભગવો લહેરાવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.