બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

VTV / ગુજરાત / અમદાવાદ / More than 60 percent of the complaints of Ahmedabadi are only from the engineer department!

નિરાકરણ / અમદાવાદીઓની 60 ટકાથી વધુ ફરિયાદો ફક્ત ઈજનેર વિભાગની!, તકલીફ હોય તો ઘુમાવજો આ નંબર, ફટાકે થશે કામ

Vishal Khamar

Last Updated: 09:36 PM, 24 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મ્યુનિ. કોર્પો.માં નોંધાતી ફરિયાદોના મામલે તંત્રએ કુલ ૧,૫૬,૦૬૬ ફરિયાદ પૈકી ૧,૩૭,૧૩૪ ફરિયાદનું નિશ્ચિત સમયમર્યાદામાં નિરાકરણ કર્યું છે, જેનો અર્થ એ થાય છે કે ૮૭.૮૬ ટકા ફરિયાદનો સમયસર નિકાલ કરવામાં તંત્ર સફળ બન્યું છે.

  • AMC માં ફરિયાદના નિવારણ હેતુ CCRS સિસ્ટમ ઊભી કરાઈ
  • ફરિયાદમાં ૬૦ ટકાથી વધુ ફરિયાદ ઈજનેર વિભાગને લગતી 
  • દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી સૌથી ઓછી ૧૬૨૬ ફરિયાદ મ્યુનિ. કોર્પોરેશનને મળી

મ્યુનિ. કોર્પોરેશનમાં છેલ્લા ત્રણ મહિનામાં કુલ ૧,૫૬,૦૬૬ ફરિયાદ નોંધાઈ હોઈ તે પૈકી ઝોનદીઠ ફરિયાદની વિગત તપાસતા પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ ૩૨,૭૪૪, મધ્ય ઝોનમાં ૩૧,૧૮૧, ઉત્તર ઝોનમાં ૨૯,૨૬૯, દક્ષિણ   ઝોનમાં ૨૫,૬૬૪, પૂર્વ ઝોનમાં ૧૬,૬૦૮, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૧૧,૮૫૦ અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી સૌથી ઓછી ૮,૭૫૦ ફરિયાદ મળી છે. 

મ્યુનિ. કોર્પોરેશનમાં શહેરીજનો દ્વારા કરાતી ફરિયાદમાં ૬૦ ટકાથી વધુ ફરિયાદ ઈજનેર વિભાગને લગતી 
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિકાસ માટે કરોડો રૂપિયાના પ્રોજેક્ટ હાથ ધરાઈ રહ્યા છે. વર્તમાન નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે શાસકોએ રૂ. ૯,૪૮૨ કરોડનું રિવાઇઝ બજેટ મંજૂર કર્યું છે. આ ડ્રાફ્ટ બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ દ્વારા મ્યુનિ. કમિશનરના એમ. થેન્નારસનના રૂ. ૮,૪૦૦ કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂ. ૧,૦૮૨ કરોડનો વધારો કર્યો છે કે જેમાં વિકાસનાં કામો પાછળ વધુ રૂ. ૪૭૪.૯૧ કરોડ ખર્ચાશે. એટલે કે સ્વાભાવિકપણે મ્યુનિસિપલ બજેટમાં વિવિધલક્ષી ઈજનેરનાં કામોમાં સૌથી વધુ રકમ વપરાતી રહી છે. જેના કારણે નાગરિકોને નવા રોડ સહિતના પ્રોજેક્ટની ભેટ મળી રહી છે. આની સાથે એ પણ ઉલ્લેખનીય છે કે મ્યુનિ. કોર્પોરેશનમાં શહેરીજનો દ્વારા કરાતી ફરિયાદમાં ૬૦ ટકાથી વધુ ફરિયાદ ઈજનેર વિભાગને લગતી છે.

શહેરમાં ચોમાસા બાદ રોડને લગતી અલગ અલગ પ્રકારની ફરિયાદ ઊઠતી રહે છે. જેમ કે- રોડ પર ખાડા પડવા કે ભૂવો પડવો, રોડ બિસમાર હાલતમાં થવો, નોન મોટરેબલ રોડની પણ સમસ્યા ઊઠતી રહી છે. આ તમામ રોડને લગતાં કામ ઈજનેર વિભાગ હસ્તક હોઈ સ્વાભાવિકપણે લોકો પોતપોતાના વિસ્તાર કે વોર્ડના રોડનાં કામને લગતી ફરિયાદ ઈજનેર વિભાગને કરતા હોય છે. 
છેલ્લા ત્રણ મહિનાનો મ્યુનિ. તંત્રના તમામ વિભાગોને લગતી ફરિયાદનો ડેટા તપાસતા ઈજનેર વિભાગની કુલ ૯૪,૮૬૫ ફરિયાદ નોંધાઈ છે. તંત્રના ચોપડે મધ્ય ઝોનમાંથી સૌથી વધુ ૨૪,૯૪૭, ઉત્તર ઝોનમાંથી ૨૦,૯૪૫, પશ્ચિમ ઝોનમાંથી ૧૬,૧૯૫, દક્ષિણ ઝોનમાંથી ૧૫,૪૨૬, પૂર્વ ઝોનમાંથી ૯,૮૨૩, ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી ૪,૧૦૮ અને દક્ષિણ-પશ્ચિમમાંથી સૌથી ઓછી એટલે કે ૩,૪૨૧ ફરિયાદ તંત્રના ચોપડે નોંધાઈ છે.


ફરિયાદના નિવારણ હેતુ CCRS સિસ્ટમ ઊભી કરાઈ
મ્યુનિ. તંત્ર દ્વારા કાર્યરત ઈ-ગવર્નન્સ વિભાગ હેઠળ ફરિયાદના નિવારણ હેતુ CCRS સિસ્ટમ ઊભી કરાઈ છે. કોમ્પ્રેહેન્સિવ કમ્પ્લેઇન રિડ્રેસલ સિસ્ટમ એટલે કે CCRS હેઠળ નોંધાયેલી આ સિસ્ટમમાં નાગરિકો ૧૫૫૩૦૩ ફોન નંબરથી મ્યુનિ. કોર્પોરેશનમાં તમામ પ્રકારની ફરિયાદો નોંધાવી શકે છે.
ઈજનેર વિભાગ બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સૌથી વધુ ૨૧,૦૦૧ ફરિયાદ મળી છે. ડોર ટુ ડોર સર્વિસમાં અનેક વાર કોન્ટ્રાક્ટરની કચરાગાડી મેન્ટેનન્સના કારણે બંધ હોય કે પછી કચરાગાડી આવીને જતી રહે તો પણ લોકોને તેની જાણ ન થાય - વગેરે બાબતોની ફરિયાદ સૌથી વધુ તંત્રને મળતી રહે છે. આમાં ઝોનવાઇઝ વિગત તપાસતાં પશ્ચિમ ઝોનમાંથી સૌથી વધુ ૭૩૮૯, ઉત્તર-પશ્ચિમ ઝોનમાંથી ૨૭૧૬, ઉત્તર ઝોનમાંથી ૨૯૧૪, દક્ષિણ ઝોનમાંથી ૨૬૦૫, પૂર્વ ઝોનમાંથી ૨૦૧૭,  મધ્ય ઝોનમાંથી ૧૭૩૪ અને  દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી સૌથી ઓછી ૧૬૨૬ ફરિયાદ મ્યુનિ. કોર્પોરેશનને મળી છે.

ફાઈલ ફોટો

સ્ટ્રીટ લાઇટ બંધ હોય તેવી ફરિયાદ પણ અવારનવાર ઊભી થાય
અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટ બંધ હોય તેવી ફરિયાદ પણ અવારનવાર ઊભી થાય છે. ચોમાસાના સમયગાળામાં આવી ફરિયાદનું પ્રમાણ સૌથી વધુ હોય છે, જ્યારે ગત ત્રણ માસમાં લાઇટ વિભાગને લગતી ૧૮,૫૭૦ ફરિયાદ મળી છે. તંત્રમાં ઈજનેર વિભાગ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ બાદ લાઇટ વિભાગની ત્રીજા ક્રમની ફરિયાદ નોંધાઈ છે.
લાઇટ વિભાગને લગતી વિગતો તપાસતા દક્ષિણ ઝોનમાંથી સૌથી વધુ ૪૩૭૦, પશ્ચિમ ઝોનમાં ૩૫૬૪, ઉત્તર ઝોનમાં ૨૬૨૧, મધ્ય ઝોનમાં ૨૨૩૩, પૂર્વ ઝોનમાં ૨૨૯૬, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં ૨૦૧૮ અને દક્ષિણ-પશ્ચિમમાં સૌથી ઓછી ૧૪૬૮ ફરિયાદ તંત્રના ચોપડે ચડી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ