બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ભારત / More than 5 people died in Holi festival in Bihar

બિહાર / માતમમાં ફેરવાઈ હોળી, 5થી વધુ લોકોના મોત, ઘરમાંથી ઉઠી મરણચીસો

Priyakant

Last Updated: 10:26 AM, 25 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Holi 2024 Latest News: એક જ દિવસે બે અલગ-અલગ અકસ્માતમાં 5થી વધુ લોકોના મોત થયા

Holi 2024 : હોળીના તહેવાર વચ્ચે બિહારથી એક દુ:ખદ સમાચાર સામે આવી રહ્યા છે. વાત જાણે એમ છે કે, હોળીના દિવસે પણ બિહારના અનેક જિલ્લાઓ માર્ગ અકસ્માતનું કારણ બની ગયા છે. પહેલો કિસ્સો બેગુસરાયનો છે જ્યાં એક માર્ગ અકસ્માતમાં ત્રણ લોકોના દુઃખદ મોત થયા હતા. આ સાથે બીજી ઘટના ભોજપુર જિલ્લાની છે જ્યાં માર્ગ અકસ્માતમાં બે યુવકોના મોત થયા હતા. આમ એક જ દિવસે બે અલગ-અલગ અકસ્માતમાં 5થી વધુ લોકોના મોત થયા છે. 

બિહારના બેગુસરાયમાં એક ભયાનક માર્ગ અકસ્માત બછવારા પોલીસ સ્ટેશન વિસ્તારના ઝમટિયા ડાલા પાસે થયો હતો. અહીં કાર કાબૂ બહાર જઈને ખાડામાં પલટી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા હતા. મળતી માહિતી મુજબ મૃતકો મુઝફ્ફરપુરના રહેવાસી હતા. પોલીસ મૃતદેહો વિશે માહિતી એકઠી કરી રહી છે અને મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં પણ વ્યસ્ત છે. આ મામલે વિગતવાર માહિતીની રાહ જોવાઈ રહી છે. બીજો કિસ્સો આરાનો છે.

વધુ વાંચો: 'ભાષણ ન આપો, આતંકની ફેક્ટરીઓ બંધ કરો', UNમાં ભારતે પાકિસ્તાનને બરાબરનું ધોયું

આ તરફ બક્સર જિલ્લાના બ્રહ્મપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બ્રહ્મપુર પેટ્રોલ પંપ પાસે રવિવારે સાંજે આરા-બક્સર નેશનલ હાઈવે પર બે બાઈક વચ્ચે સીધી ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં બંને બાઇક પર સવાર બે લોકોના મોત થયા હતા. એકનું સારવાર માટે આરા સદર અને બીજાનું બક્સર સદર હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં મૃત્યુ થયું હતું, જ્યારે બંને બાઇક પર સવાર ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ પછી તમામ ઘાયલોની બક્સરની અલગ-અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. મળતી માહિતી મુજબ મૃતકોમાં જિલ્લાના પીરો પોલીસ સ્ટેશન વિસ્તારના જીતૌરા ગામના રહેવાસી રામચંદ્ર કુમારના 18 વર્ષના પુત્ર કૃષ્ણ કુમાર વર્મા અને બક્સર જિલ્લાના અન્ય એક યુવકનો સમાવેશ થાય છે. આ ઘટના બાદ મૃતકના પરિવારજનો ખરાબ હાલતમાં છે અને રડી રહ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ