બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / More than 3 thousand children were given cochlear implants free of charge in Gujarat

ગાંધીનગર / ગુજરાતમાં 3 હજારથી વધુ બાળકોનું વિનામૂલ્યે કરાયું કોકલિયર ઇમ્પ્લાન્ટ, જાણો શું છે આ સર્જરી

Vishal Khamar

Last Updated: 03:44 PM, 5 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વિધાનસભા સત્રની પ્રશ્નોત્તરી કાળથી શરૂઆત થવા પામી હતી. જેમાં રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોનાં પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના અભિનંદન પ્રસ્તાવ બાદ રાજ્યપાલના સંબોધન પર ચર્ચા શરૂ કરવામાં આવી હતી.

  • ગુજરાતમાં ૩૦૧૮ બાળકોનું વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ કરાયું
  • સબ હેડીંગ ધારસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આરોગ્ય મંત્રીનો જવાબ
  • અમદાવાદ જિલ્લામાં એક વર્ષમાં ૩.૬૧ લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસણી : આરોગ્ય મંત્રી 

વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કોકલિયર ઈમ્પ્લાન્ટ અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, ‘શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ‘ અંતર્ગત ગુજરાતમાં વર્ષ ૨૦૧૪-૧૫ થી ૨૦૨૩-૨૪ સુધીમાં ૩૦૧૮ બાળકોની વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી કરવામાં આવી છે. જેના માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૨૧,૧૨૬ લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત સરકાર દ્વારા ૬ વર્ષ સુધીના જન્મજાત બહેરાશની તકલીફ ધરાવતા બાળકોને વિનામૂલ્યે કોકલિયર ઈમ્પ્લાન્ટ સર્જરી અને સર્જરી બાદ ૧૦૦ સ્પીચ થેરાપી સેશન સહિતની ગુણવત્તાસભર સારવાર પૂરી પાડવામાં આવે છે.

RBSK હેઠળ આરોગ્ય તપાસણી અંગે પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતા મંત્રીએ કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં તા. ૩૧-૧૨-૨૦૨૩ની સ્થિતિએ છેલ્લા એક વર્ષ દરમિયાન ૩.૬૧ લાખથી વધુ બાળકોની આરોગ્ય તપાસણી કરવામાં આવી છે. જે પૈકી ૧૭૪ બાળકોને હૃદય રોગ, ૭૫ બાળકોને કિડની રોગ અને ૪૮ બાળકોને કેન્સર રોગ મળી કુલ ૩૯૭ બાળકોને આ ગંભીર બીમારીઓની સારવાર આપવામાં આવી છે.

વધુ વાંચોઃ શું કોવિડ વેક્સિનેશનની આડ અસરથી ખરેખર યુવાનોના હાર્ટ એટેકની ઘટનાઓ વધી? આરોગ્ય મંત્રીએ વાતને નકારી

તેમણે ઉમેર્યું કે, હૃદય, કિડની અને કેન્સર જેવા ગંભીર રોગો ધરાવતા બાળકોની સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. હૃદયની બીમારીવાળા બાળકોને યુ.એન. મહેતા ઇન્સ્ટિટયૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર-અમદાવાદ ખાતે, કિડનીની બીમારી વાળા બાળકોને ઇન્સ્ટિટયૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર-અમદાવાદ ખાતે તેમજ કેન્સરની બીમારી ધરાવતા બાળકોને એમ.પી. શાહ કેન્સર હોસ્પિટલ-અમદાવાદ ખાતે સારવાર આપવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Children Cochlear Implants Health Minister gujarat આરોગ્ય મંત્રી કોકલિયર ઈમ્પ્લાન્ટ ગુજરાત બાળકો રૂષિકેશ પટેલ gandhinagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ