બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Travel / More Indian women opting for adventure trips Survey

ટ્રાવેલ / ભારતીય મહિલાઓમાં વધ્યો એડવેન્ચર ટૂરિઝમનો ક્રેઝ, આવી એક્ટિવિટી વધુ પસંદ કરે છે

Noor

Last Updated: 05:51 PM, 13 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતની મહિલાઓમાં એડવેન્ચર ટ્રિપનો ક્રેઝ વધ્યો છે. થોડા સમય પહેલા ભારતીય મહિલાઓ એડવેન્ચર ટ્રિપ પર ઓછી જતી હતી. એક ઈન્ટરનેશનલ ટ્રાવેલ કંપની દ્વારા કરાયેલા રિસર્ચમાં આ વાત સામે આવી છે. સાથે સાથે રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે ભારતની મિલેનિયલ મહિલાઓ આવી ટ્રિપમાં વધુ રસ દાખવી રહી છે. રિપોર્ટની વાત માનીએ તો એડવેન્ચર ટૂર પર જતી મહિલાઓની સંખ્યા 2017ની તુલનામાં 2018માં 32 ટકા વધી છે. સોલો ટ્રિપ પર જતી મહિલાઓની સંખ્યામાં પણ 9 ટકાનો વધારો થયો છે. આ મહિલાઓનું કહેવું છે કે એડવેન્ચર ટ્રિપ તેમને આઝાદીનો અહેસાસ કરાવે છે.

  • 2017ની તુલનાએ 2018માં એડવેન્ચર ટ્રિપ પર જતી મહિલાઓ 32 ટકા વધી
  • એડવેન્ચર ટ્રિપ આઝાદીનો અહેસાસ કરાવે છે
  • 30થી 40 વર્ષની ઉંમરની મહિલાઓ એડવેન્ચર કે સોલો ટ્રિપ પર વધુ જાય છે 

જાણકારી મુજબ આ રિપોર્ટ લગભગ 2000 મહિલાઓના બુકિંગ અને ઈન્ક્વાયરી ટ્રેન્ડ્સને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયો છે. રિપોર્ટ મુજબ એડવેન્ચર ટ્રિપ કરનારી મહિલાઓમાં મોટાભાગની મહિલાઓનો જન્મ 1980થી 1990ની વચ્ચે થયો હતો અને તેમાં 70 ટકાથી વધુ મહિલાઓ મેટ્રો શહેરોમાંથી આવતી હતી. બાકીની 30 ટકા મહિલાઓ મેટ્રો સિવાયના શહેરોમાંથી આવતી હતી. આવી ટ્રિપ પર જનારી મોટાભાગની મહિલાઓ આર્થિક રીતે આત્મનિર્ભર છે અને તેમાં લોયર, ડોક્ટર, કોર્પોરેટ મેનેજર, ડિઝાઇનર, રાઇટર અને વિવિધ સંસ્થાઓની પ્રમુખ મહિલાઓ સામેલ છે.

ડાઇવિંગ અને ટ્રેકિંગનો ક્રેઝ સૌથી વધુ

રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે આવી ટ્રિપ પર મહિલાઓ પોતાના દોસ્તો સાથે જાય છે. દોસ્તો ઉપરાંત માતા સાથે એડવેન્ચર ટ્રિપ પર જનારી મહિલાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ટ્રિપ પર જતી મહિલાઓમાં ડાઇવિંગ અને ટ્રેકિંગનો ક્રેઝ સૌથી વધુ જોવા મળ્યો છે. ડેસ્ટિનેશનની વાત કરીએ તો ટ્રેકિંગ માટે હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, લદ્દાખ અને નેપાળને પ્રાથમિકતા અપાઇ છે. ડાઇવિંગ માટે ભારતમાં આંદામાન ઉપરાંત માલદીવ્સ, થાઇલેન્ડ, મલેશિયા અને મોરેશિયસ જેવા ડેસ્ટિનેશન્સ ટોપ પર છે.

મહિલાઓ સોલો ટ્રિપ પર જવાનો પ્લાન કરે છે

ટ્રેકિંગ અને ડાઇવિંગ ઉપરાંત ફિમેલ ટ્રાવેલર્સ વોકિંગ, સાઇકલિંગ, બાઇકિંગ, રાફ્ટિંગ અને પેરા સેલિંગ પણ પસંદ કરે છે. રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સ અને લોકો પાસેથી તેમના અનુભવો સાંભળીને મહિલાઓ સોલો ટ્રિપ પર જવાનો પ્લાન કરે છે. ટ્રિપ પર જતા પહેલા સુરક્ષાને લઇને પણ ઘણું સંશોધન કરે છે તેમ પણ આ રિપોર્ટમાં જણાવાયું છે. સાથે સાથે સોશિયલ મિડિયા પર ફીમેલ ટ્રાવેલર્સના અનુભવોથી મહિલાઓ એડવેન્ચર ટ્રિપ પર જવાનો નિર્ણય કરે છે.

આલેખનઃ ભૂમિ ત્રિવેદી

સંકળાયેલા મુદ્દાઓ

Adventure Trips Indian Women Travel driving tracking ટ્રાવેલ ભારતીય મહિલાઓ Travel
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ