બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ઇ-રિક્ષા ચલાવી મેળવે છે રોજગારી
સિંગલ મધર હોવું એ કોઇપણ મહિલા માટે પડકારરૂપ હોય છે. તેવામાં ઉત્તરપ્રદેશના નોયડામાં રહેતી સ્ત્રીએ પોતાની તમામ ફરજો ઉત્તમતાથી નિભાવી. આ મહિલાનું નામ ચંચલ શર્મા છે. પોતાના બાળકો માટે જે રીતે આ મહિલા પોતાનું જીવન જીવી રહી છે તેના વિષે જાણી સૌ કોઇ તેના ફેન બની જશે. ચંચલ શર્મા પુરુષો સમાન ઇ-રિક્ષા ચલાવી રોજગારી મેળવે છે.
ADVERTISEMENT
27 વર્ષિય આ મહિલા પોતાના બાળકનું ભવિષ્ય ઉજ્જવળ કરવાં પોતાના બાળકને ખભે બાંધી અને ઇ-રિક્ષા ચલાવે છે. સવારના 6:30 વાગ્યાથી પેસેન્જરની સવારી લેવાનું શરૂ કરે છે અને બપોરના સમયે બાળકને નહડાવીને ફરી ઈ-રિક્ષા ચલાવવા લાગે છે.
પૈસા કમાવવા ચલાવે છે ઇ-રિક્ષા
નોયડા સેક્ટર 62થી સેક્ટર 59 વચ્ચે ચંચલ ઇ-રિક્ષા ચલાવે છે. તમને જાણીને નવાઇ લાગશે કે પોતાના બાળકના જન્મના માત્ર અઢી મહિનામાં જ ચંચલે નોકરી શોધવાનું શરૂ કરી દીઘું હતું. પરંતુ પોતાના બાળકને નોકરી દરમિયાન સાચવવાની સગવડ ન થતાં મહિલાને ઇ-રિક્ષા ખરીદવી પડી. અને બાળકને ખભે રાખી કામ શરૂ કરવું પડ્યું.
ADVERTISEMENT
લોકો માટે પ્રેરણાત્મક ઉદાહરણ
ચંચલ પોતાના પતિથી અલગ થઇ ગઇ છે અને હાલ એક રૂમમાં પોતાની માતા સાથે રહે છે. તેની માતા ડુંગળીની લારી લગાવી દિવસનાં 700રૂ કમાવે છે જેમાંથી 300 રૂ. એક પ્રાઇવેટ એજન્સીમાં જાય છે જ્યાંથી ચંચલે લૉન લીધી હતી. આ મહિલા પોતાના બાળકને ઉત્તમ ભવિષ્ય આપવા ખૂબ મહેનત કરે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.