બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Mohammad Shami's surgery was a success, wrote an emotional post on social media

સ્પોર્ટ્સ / મોહમ્મદ શમીની સર્જરી સફળ રહી, સોશ્યલ મીડિયા પર લખી ભાવુક પોસ્ટ, જુઓ Photos અને પોસ્ટ

Priyakant

Last Updated: 09:27 AM, 27 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mohammed Shami Surgery Update: લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા સ્ટાર બોલર મોહમ્મદ શમીએ સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે, તેને સાજા થવામાં સમય લાગશે

Mohammed Shami Surgery : લાંબા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર રહેલા સ્ટાર બોલર મોહમ્મદ શમીને મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, આખરે મોહમ્મદ શમી સર્જરી થઈ ગઈ છે. શમીની એડીનું ઓપરેશન સફળ રહ્યું છે. સ્ટાર બોલરે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા જણાવ્યું કે, તેને સાજા થવામાં સમય લાગશે. પોતાની ઈજા અંગે અપડેટ આપતા શમીએ કહ્યું કે તેની હીલનું ઓપરેશન સફળ રહ્યું છે. 

સ્ટાર બોલરે સોશિયલ મીડિયા પર ઈમોશનલ પોસ્ટ લખી હતી. શમીએ લખ્યું- હું મારા પગ પર પાછો ઉભો થવા માટે ઉત્સુક છું. શમીએ કુલ ચાર ફોટા શેર કર્યા છે, જેમાં તે હોસ્પિટલમાં દાખલ જોવા મળે છે. નોંધનીય છે કે, સર્જરીને કારણે તે IPL 2024માંથી બહાર હતો, જેણે ગુજરાત ટાઇટન્સને મોટો ફટકો આપ્યો હતો. શમી ઈંગ્લેન્ડ સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં પણ રમી શક્યો ન હતો, તે ભારત માટે છેલ્લે નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયા સામે ODI વર્લ્ડ કપની ફાઇનલમાં રમ્યો હતો.

શમી ઈજાગ્રસ્ત હોવા છતાં રમ્યો હતો વર્લ્ડ કપ
શમીએ વર્લ્ડ કપની 7 મેચમાં 24 વિકેટ લઈને ભારત માટે શાનદાર પ્રદર્શન કર્યું, તે આ ટૂર્નામેન્ટમાં દર્દ હોવા છતાં રમ્યો. બોલિંગ કરતી વખતે તેને લેન્ડિંગમાં સમસ્યા થઈ રહી હતી. પરંતુ તેણે તેના પરફોર્મન્સ પર તેની અસર થવા ન દીધી. હાલમાં જ શમીને અર્જુન એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો. શમીએ એક દાયકાથી વધુની કારકિર્દીમાં 229 ટેસ્ટ, 195 વનડે અને 24 ટી-20 વિકેટ લીધી છે.

વધુ વાંચો: 'બની શકે કે IPLમાં પણ ના રમે', વિરાટ કોહલીને લઇ સુનીલ ગાવસ્કરની મોટી ભવિષ્યવાણી

IPLમાં કર્યું છે શાનદાર પ્રદર્શન 
શમીએ IPL 2023માં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શમીએ 17 મેચમાં 18.64ની એવરેજથી સૌથી વધુ 28 વિકેટ લીધી હતી. શમીની સમગ્ર IPL કારકિર્દી વિસ્ફોટક રહી છે. અત્યાર સુધીમાં તેણે 110 IPL મેચ રમી છે, જેમાં તેણે 26.87ની એવરેજ અને 8.44ની ઈકોનોમી રેટથી 127 વિકેટ લીધી છે. શમીએ બે વખત એક ઇનિંગમાં ચાર વિકેટ લીધી છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ