બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Mohammad Shami Ruled Out of T20 World Cup 2024

ક્રિકેટ / ટીમ ઈન્ડીયાને તગડો ઝટકો, વર્લ્ડ કપમાંથી આઉટ થયો આ મોટો ખેલાડી, ઋષભ પંતને લેવાશે

Hiralal

Last Updated: 06:50 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીમ ઈન્ડીયાનો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ટી 20 વર્લ્ડ કપમાંથી બહાર થયો છે. જોકે ઋષભ પંતને ટી 20 વર્લ્ડ કપમાં લેવામાં આવી શકે છે.

1 જૂનથી યુએસએ અને વેસ્ટ ઇન્ડીઝમાં ટી 20 વર્લ્ડ કપ શરુ થવાનો છે જોકે ભારતીય ટીમનું એલાન બાકી છે પરંતુ તે પહેલા ભારતીય ટીમનો ઝટકો લાગ્યો છે.  ટીમના સ્ટાર બોલર અને વન-ડે વર્લ્ડકપના હીરો રહેલા મોહમ્મદ શમી ટી-20 વર્લ્ડકપ બહાર થઇ ગયો છે. શમી હવે સપ્ટેમ્બરમાં રમાનારી બાંગ્લાદેશ સામેની શ્રેણી દરમિયાન સીધો જ પુનરાગમન કરી શકે છે.  ભારતીય ટીમ હવે સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશનો પ્રવાસ ખેડશે. આ પ્રવાસમાં ટીમને બે ટેસ્ટ મેચ પણ રમવાની છે. એટલે કે હવે સપ્ટેમ્બર પહેલા શમી ફિટ નહીં હોય. આ કારણે તેને ટી-20 વર્લ્ડ કપ 2024માંથી પણ બહાર કરી શકાય છે.

શમી આઈપીએલ 2024માંથી પણ બહાર 
આ પહેલા શમી આઈપીએલ 2024માંથી પણ બહાર થઈ ગયો છે. તે આ આખી સિઝનમાં બહાર રહ્યો છે. તેના વિશે ફ્રેન્ચાઇઝી ગુજરાત ટાઇટન્સે કહ્યું હતું કે, શમી આખી ટૂર્નામેન્ટમાંથી બહાર રહેવાનો છે. તેના જવાથી ગુજરાતની ટીમને આંચકો લાગ્યો હતો. મોહમ્મદ શમી ભારતનો સર્વશ્રેષ્ઠ બોલર રહ્યો છે. તેણે વનડે વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ પણ લીધી હતી. હવે ટી-20 વર્લ્ડ કપમાં તેની ગેરહાજરી ટીમને મોટો ફટકો આપી શકે છે.

ઋષભ પંતને સ્થાન મળી શકે
ટી 20 વર્લ્ડ કપમાં ઋષભ પંતની વાપસી થઈ શકે છે. બીસીસીઆઈ સચિવ જય શાહે કહ્યું હતું કે ઋષભ પંત સારુ રમી રહ્યો છે અને તેની તબિયત પણ સારી છે. જય શાહે પંત વિશે કહ્યું કે જો ઋષભ પંત T20 વર્લ્ડ કપ 2024 રમી શકે છે તો તે ખૂબ જ સારી વાત છે, જોકે એ પણ જોવું પડશે કે IPL 2024 દરમિયાન તેનું પ્રદર્શન કેવું છે.

આઈપીએલમાં પાછો આવશે ઋષભ પંત 
એક્સિડન્ટ બાદ ઋષભ પંત આઈપીએલમાં રમવા તૈયાર છે. NCAએ તેને ફિટ જાહેર કર્યો છે. જો કે તેની વિકેટ કીપિંગ અંગે હજુ પણ શંકા છે. તમને જણાવી દઈએ કે પંતની વાપસી વિશે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે આ વખતે પંત બેટ્સમેન તરીકે રમતા જોવા મળશે, પરંતુ હવે જોવાનું એ છે કે તે IPL 2024માં વિકેટ કીપિંગ કરતો જોવા મળશે કે પછી માત્ર બેટિંગ કરશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ