બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / Mohammad Shami creates history, 40 wickets in 13 matches, 9 wickets in 2 matches played in World Cup 2023

World Cup / મોહમ્મદ શમીએ રચ્યો ઈતિહાસ, 13 મેચમાં ઝડપી 40 વિકેટ, વર્લ્ડ કપ 2023માં 2 મેચ રમી લીધી 9 વિકેટ

Megha

Last Updated: 07:49 AM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોહમ્મદ શમીએ ઈંગ્લેન્ડ સામેની ODI વર્લ્ડ કપ 2023ની મેચમાં પોતાની શાનદાર બોલિંગથી ઈતિહાસ રચ્યો હતો. શમીએ 7 ઓવરમાં માત્ર 22 રન આપીને 4 વિકેટ લીધી

  • ટીમ ઇન્ડિયાએ ઈંગ્લેન્ડને હરાવીને સતત છઠ્ઠી જીત નોંધાવી
  • મોહમ્મદ શમીએ શાનદાર બોલિંગથી ઈતિહાસ રચ્યો હતો
  • ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી 40 વિકેટ લીધી 

ભારતીય ક્રિકેટ ટીમનો વિજય રથ વર્લ્ડ કપ 2023માં અટકવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. લખનૌના અટલ વિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવીને સતત છઠ્ઠી જીત નોંધાવી હતી.

ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું
મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ અને કુલદીપ યાદવની ઘાતક બોલિંગના કારણે ભારતે ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા ભારતે 229 રન બનાવ્યા હતા. જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ માત્ર 129 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

7 ઓવરમાં માત્ર 22 રન આપીને 4 વિકેટ લીધી
મોહમ્મદ શમીએ ઈંગ્લેન્ડ સામેની ODI વર્લ્ડ કપ 2023ની મેચમાં પોતાની શાનદાર બોલિંગથી ઈતિહાસ રચ્યો હતો. શમીએ 7 ઓવરમાં માત્ર 22 રન આપીને 4 વિકેટ લીધી અને જોની બેરસ્ટો, બેન સ્ટોક્સ, મોઈન અલી અને આદિલ રશીદને પોતાનો શિકાર બનાવ્યો હતો.

ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી 40 વિકેટ
મોહમ્મદ શમી ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં સૌથી ઝડપી 40 વિકેટ લેનારો બોલર બની ગયો છે. મોહમ્મદ શમીએ માત્ર 13 ઇનિંગ્સમાં 40 વિકેટનો આંકડો પાર કર્યો છે. ICC ODI વર્લ્ડ કપના ઈતિહાસમાં અત્યાર સુધી માત્ર 12 બોલરોએ 40 કે તેથી વધુ વિકેટ લીધી છે, પરંતુ માત્ર 13 ઈનિંગ્સમાં કોઈ બોલર આ આંકડા સુધી પહોંચી શક્યો નથી. આ સિવાય શમી વર્લ્ડ કપની 13 મેચ બાદ સૌથી વધુ વિકેટ લેનારો બોલર પણ બની ગયો છે. 

અહિયાં એ વાત નોંધનીય છે કે વર્તમાન વર્લ્ડ કપમાં શમી માત્ર 2 મેચ રમ્યો છે, જેમાં તેણે 9 વિકેટ ઝડપી છે.

આ સિવાય તે વર્લ્ડ કપમાં સૌથી વધુ વખત ચાર કે તેથી વધુ વિકેટ લેવાના મામલે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને પહોંચી ગયો છે. છઠ્ઠી વખત આ સિદ્ધિ કરીને તેણે મિશેલ સ્ટાર્કની બરાબરી કરી લીધી છે પરંતુ સ્ટાર્કે 24 મેચમાં આવું કર્યું હતું અને શમીએ 13 મેચમાં કરી બતાવ્યું છે. 

શમીએ ODI ઈતિહાસમાં કેટલા બેટ્સમેનને ક્લીન બોલ્ડ કર્યા
મોહમ્મદ શમીએ ઈંગ્લેન્ડ સામે પહેલા બે બોલમાં બે બેટ્સમેનોને આઉટ કર્યા હતા. શમી અવારનવાર બેટ્સમેનોને ક્લીન બોલ્ડ કરતો જોવા મળતો હોવાથી દરેકના મનમાં એક પ્રશ્ન હશે કે શમીએ અત્યાર સુધીના ODI ઈતિહાસમાં કેટલા બેટ્સમેનને ક્લીન બોલ્ડ કર્યા છે? આ કિસ્સામાં શમીએ તે કર્યું જે અત્યાર સુધી ઇતિહાસમાં કોઈ બોલર નથી કરી શક્યો. શમીએ વનડે ઈતિહાસમાં અત્યાર સુધી 178 વિકેટ લીધી છે, જેમાં તેણે 60 બેટ્સમેનોને બોલ્ડ કર્યા છે. શમીએ માત્ર 96 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી છે. અત્યાર સુધી કોઈ બોલર આટલી ઓછી ઇનિંગ્સમાં આટલા બોલરોને ફટકારી શક્યો નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ