બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / modi govt to revamp century old telecom laws 5g services by october december

એકશન મોડમાં / 100 વર્ષથી પણ જૂનો કાયદો બદલવાની તૈયારીમાં મોદી સરકાર, આવતા વર્ષે લાગુ થઈ શકે છે લાગુ

Premal

Last Updated: 11:32 AM, 17 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટેલિકોમ્યુનિકેશન સેક્ટર દેશના વિકાસનો કરોડરજ્જૂ છે. પરંતુ આ સેક્ટર સાથે જોડાયેલા જૂના કાયદાઓ કરોડરજ્જૂમાં અડચણ સમાન છે. જે આગળ વધવામાં મુશ્કેલી ઉભી કરી રહ્યાં છે.

  • કેન્દ્ર સરકાર હવે જૂના કાયદામાં મોટા ફેરફાર કરવાની તૈયારીમાં
  • કંપનીઓનું એકબીજામાં મર્જર થાય  અને તેનું વિસ્તરણ થાય
  • ટેલીકોમ હજી 1885માં બનાવવામાં આવેલા એક અધિનિયમ દ્વારા શાસિત

ભવિષ્યમાં આ મુદ્દાઓને કોર્ટમાં પણ ના પડકારી શકાય

કેન્દ્ર સરકાર હવે જૂના કાયદામાં મોટા ફેરફારની તૈયારી કરી રહી છે. સરકાર ઈચ્છે છે કે કંપનીઓનું એકબીજામાં મર્જર થાય અને તેનુ વિસ્તરણ કરવુ અને બિઝનેસ ચલાવવામાં નોકરશાહીમાંથી ઘણી બધી એપ્રુવલ લેવાની જરૂર ના પડે અને ભવિષ્યમાં તેમને આ મુદ્દાઓને કોર્ટમાં પણ ના પડકારી શકાય.

કંપનીઓને  બિઝનેસમાં વધુ સુવિધા મળે, સરકારની વિચારણા

મીડિયા રિપોર્ટ મુજબ, દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવે ગુરૂવાર નવી દિલ્હીમાં પોતાના કાર્યાલયમાં એક ઈન્ટરવ્યુમાં સરકારની આ મહત્વાકાંક્ષી યોજના અંગે જણાવ્યું. તેમણે જણાવ્યું કે સરકાર આ પ્રકારના વિકલ્પો તપાસી રહી છે કે કંપનીઓને બિઝનેસમાં સુવિધા મળે. સરકારનું લક્ષ્ય છે કે ફેબ્રુઆરી 2022 સુધી નવા નિયમ પ્રસ્તુત કરવામાં આવે. 

નિયમો પણ 60-70 વર્ષ જૂના

વૈષ્ણવે ઔપનિવેશિક યુગના ભારતીય ટેલિગ્રાફ અધિનિયમનો ઉલ્લેખ કરતા કહ્યું કે ટેલીકોમ હજી પણ 1885માં બનાવવામાં આવેલા એક અધિનિયમ દ્વારા શાસિત છે, પરંતુ ચીજ વસ્તુઓ નાટકીય ઢબે ખૂબ બદલાઈ ગઈ છે અને તેની સાથે જોડાયેલા રેગ્યુલેશન પણ 60-70 વર્ષ જૂના છે. જે સરકારને આ ક્ષેત્ર પર વિશેષ અધિકાર આપે છે. તેમણે કહ્યું કે સરકાર આ નિયમોને સંપૂર્ણ રીતે બદલવા માંગે છે.

ભારત પણ આગામી વર્ષે 5G નેટવર્ક લોન્ચ કરશે

દૂરસંચાર ક્ષેત્ર માટે રાહત પેકેજ આપવુ અને સેમીકંડક્ટર નિર્માતાઓને દક્ષિણ એશિયન દેશોની જેમ વલણ અપનાવવાની યોજના આપી ચૂકેલા દૂરસંચાર મંત્રી અશ્વિની વૈષ્ણવ કહે છે કે ભારતની જરૂરીયાતોને પૂર્ણ કરવા માટે એક સંપન્ન ટેલીકૉમ ઈન્ડસ્ટ્રીની જરૂર છે. ચીન અને સાઉથ કોરિયા જેવા દેશ પહેલાંથી જ 5G નેટવર્કનો ઉપયોગ કરી રહ્યાં છે.  આશા છે કે ભારત પણ આગામી વર્ષે ઓક્ટોબર-ડિસેમ્બર સુધી 5G નેટવર્ક લોન્ચ કરી દેશે.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ