બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / modi government to announce agneepath scheme soon to allow 3 years military service

મોટી ખુશખબર / ભારતીય સેનામાં 3 વર્ષ સુધી આપી શકશો સેવા, મોદી સરકાર લાવી રહી છે જબરદસ્ત સ્કીમ

Pravin

Last Updated: 03:08 PM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સંરક્ષણ દળોના ખર્ચ અને વય પ્રોફાઇલને ઘટાડવા માટે સરકાર અગ્નિપથ એન્ટ્રી સ્કીમ નામની નવી યોજનાની જાહેરાત કરવા માટે તૈયાર છે.

  • ભારત સરકાર લાવી રહી છે જબરદસ્ત સ્કીમ
  • ભારતીય સેનામાં આપી શકશો 3 વર્ષ સેવા
  • સેવા યોગ્ય લાગશે તો સેનામાં નોકરી મળશે

સંરક્ષણ દળોના ખર્ચ અને વય પ્રોફાઇલને ઘટાડવા માટે સરકાર અગ્નિપથ એન્ટ્રી સ્કીમ નામની નવી યોજનાની જાહેરાત કરવા માટે તૈયાર છે. જે અંતર્ગત યુવાનો ત્રણ વર્ષ સુધી સેનામાં સામેલ થઈ શકશે અને દેશ સેવા કરી શકશે. ટોચના સરકારી સૂત્રોએ જણાવ્યું છે કે, યુવાનો અગ્નિપથ પ્રવેશ યોજનાના માધ્યમથી સેનામાં પ્રવેશ કરી શકશે અને સેનામાં પોતાના કાર્યકાળ દરમિયાન અગ્નિવીર તરીકે ઓળખાશે.

3 વર્ષ સુધી સેનામાં આપી શકશો સેવા

સેનાઓ આ પ્રોગ્રામ પર સરકારની સામે અંતિમ પ્રસ્તુતી આપી રહી છે. અગ્નિવીરોની વચ્ચે સર્વશ્રેષ્ઠ પ્રતિભાઓને સેનામં બનાવી રાખવા અને બાકીના નાગરિકોને નોકરીઓ માટે છોડવાનો વિકલ્પ મળશે. સૈન્ય પ્રશિક્ષિત યુવાનોને નોકરી પર રાખવા માટે કોર્પોરેટર જગત પણ સરકાર સાથે સંપર્કમાં છે. કોરોના મહામારીના કારણે સશસ્ત્ર દળોમાં સૈનિક માટે એન્ટ્રી સાઈકલમાં છેલ્લા બે વર્ષોમાં ભારે કાપ મુકવામાં આવ્યો છે. રેકોર્ડ જણાવે છે કે, હાલમાં રક્ષાદળોમાં 1.25 લાખ ખાલી જગ્યાઓ છે. 

ભરતી પ્રક્રિયામાં થઈ શકે છે ફેરફાર

અંતિમ યોજનાની રૂપરેખા હજૂ સુધી સામે આવી નથી. મૂળ સમયમર્યાદા ત્રણ વર્ષના નિશ્ચિમત સમયગાળા માટે સામાન્ય અને વિશેષ કર્તવ્યો બંને માટે સૈનિકોને લાવવાની છે. આ સશસ્ત્ર દળોમાં સ્થાયી ભરતી પહેલાની એક સિસ્ટમમાં ફેરફાર હશે, જેમાં સૈનિક અલગ અલગ સમય માટે સેવા કરે છે. ભરતી માટે કૈચમેંટ એરિયાનો પણ ઘણો વિસ્તારમાં કરવામા આવશે.

ટ્રેનિંગ લીધેલા લોકોને રોજગાર માટે સેના મદદ કરશે

ત્રણ વર્ષના અંતમાં, મોટા ભાગના સૈનિકોની ડ્યૂટીથી મુક્ત કરવામા આવશે અન તેમને આગળ રોજગાર માટે અવસરો શોધવામાં સશસ્ત્ર દળ મદદ કરશે. કોર્પોરેટ કંપનીઓ આવા પ્રશિક્ષિત અને અનુશાસિત યુવાનો માટે નોકરીઓ આપવામાં રસ દાખવી રહ્યા છે, જેમને પોતાના દેશની સેવા કરી છે. 

સેવા પસંદ આવશે તો નોકરી ચાલુ રખાશે

સશસ્ત્ર દળો દ્વારા પ્રારંભિક ગણતરીમાં વેતન, ભથ્થા અને પેન્શનમાં બચતમાં હજારો કરોડનું અનુમાન લગાવ્યું હતું. અગ્નિવીર તરીકે ભરતી કરવામાં આવેલા યુવામાંથી સર્વશ્રેષ્ઠને ખાલી જગ્યા પડતાની સાથે પોતાની સેવા ચાલુ રાખવાનો અવસર મળી શકશે. સરકાર દ્વારા તેની જાહેરાત ટૂંક સમયમાં જ કરવામાં આવશે.

સંકળાયેલા મુદ્દાઓ

agneepath scheme military service modi government અગ્નિપથ યોજના ભરતી ભારતીય સેના મોદી સરકાર સેના ભરતી Indian army
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ