ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / modi cabinet decisions farmers msp prakash javadekar

નિર્ણય / ખેડૂતોને મોદી સરકારની મોટી ભેટ, આટલા અન્નદાતાઓના ખાતામાં સીધા પૈસા થશે જમા

Published By: Kavan

Last Updated: 05:16 PM, 16 December 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કૃષિ કાયદાના મુદ્દે ચાલી રહેલા આંદોલન વચ્ચે બુધવારે મોદી કેબિનેટે મોટો નિર્ણય લીધો છે. સરકારે 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાનો નિર્ણય લીધો છે, તેનાથી થનારી કમાણીની સબસિડી 5 કરોડ ખેડૂતોના ખાતામાં સીધી જમા થશે. કેબિનેટની બેઠક બાદ કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદે પ્રેસ કોન્ફરન્સ કરીને નિર્ણય અંગે જાણકારી આપી હતી.

ADVERTISEMENT

  • મોદી કેબિનેટમાં ખેડૂતોનો લઇને લેવાયા મહત્વના નિર્ણય 
  • ખાંડની નિકાસ કરનારાઓને મળશે સબસિડી 
  • 5 કરોડ ખેડુતોને મળશે લાભ 

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ વર્ષે સરકારે 60 મિલિયન ટન ખાંડની નિકાસ પર સબસિડી આપવાનો નિર્ણય લીધો છે. સબસિડી સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે, તેનો ખર્ચ 3500 કરોડ થશે. આ ઉપરાંત 18000 કરોડ રૂપિયાની આવક પણ ખેડૂતોને આપવામાં આવશે.

5 કરોડ ખેડુતોને મળશે લાભ 

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 5 કરોડ ખેડુતોને આનો લાભ મળશે, 5 લાખ મજૂરોને મોટો ફાયદો થશે. મંત્રીના જણાવ્યા મુજબ એક અઠવાડિયામાં જ ખેડૂતોને 5000 કરોડ રૂપિયા સુધીની સબસિડી મળશે. 60 લાખ ટન ખાંડની નિકાસ ટન દીઠ 6 હજાર રૂપિયાના દરે કરવામાં આવશે.

સબસિડી આપશે સરકાર 

પ્રકાશ જાવડેકરના જણાવ્યા મુજબ આ વર્ષે ખાંડનું ઉત્પાદન 310 લાખ ટન થશે, દેશનો વપરાશ 260 લાખ ટન છે. ખાંડના નીચા ભાવ હોવાને કારણે, ખેડુતો અને ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયા છે, આને પહોંચી વળવા 60 લાખ ટન ખાંડની નિકાસ કરવાનો અને નિકાસને સબસિડી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ખેડૂતોને લઇને મોદી સરકારની મોટી જાહેરાત 

કૃષિ કાયદા મુદ્દે ખેડુતોના આંદોલન વચ્ચે મોદી સરકારે મોટી સંખ્યામાં ખેડૂતો માટે નિર્ણય કર્યા છે. સરકાર કૃષિ કાયદા મુદ્દે ખેડુતોને મનાવવા માટે સતત પ્રયાસ કરી રહી છે.

પ્રકાશ જાવડેકરે જણાવ્યું હતું કે પૂર્વોત્તરમાં વીજળી વ્યવસ્થામાં સુધારો કરવા માટે નવું બજેટ મંજૂર કરાયું છે. પહેલાં, 5 હજાર કરોડનો ખર્ચ થતો હતો, પરંતુ હવે 6700 કરોડનો ખર્ચ થશે. પ્રકાશ જાવડેકરના જણાવ્યા મુજબ આ દ્વારા ટ્રાન્સમિશન લાઇન લંબાવાશે, 24 કલાક વીજળીનું લક્ષ્ય પૂર્ણ કરવામાં આવશે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, 2016 માં આવી હરાજી કરવામાં આવે તે પહેલાં સરકાર વતી સ્પેક્ટ્રમની હરાજી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય સરકારે ટેલિકોમ ક્ષેત્ર માટે રાષ્ટ્રીય સમિતિ બનાવવાનો નિર્ણય લીધો છે.

સંકળાયેલા મુદ્દાઓ

MSP Modi cabinet Prakash Javadekar અન્નાદાતા કૃષિ કાયદા ખેડૂત મોદી કેબિનેટ Modi Cabinet

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ