બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આજે અમિત શાહના હસ્તે 4 મલ્ટીસ્ટોરી ટાવરનું ઈ-લોકાર્પણ, 188 પરિવારોને મળશે લાભ

ગુજરાત / આજે અમિત શાહના હસ્તે 4 મલ્ટીસ્ટોરી ટાવરનું ઈ-લોકાર્પણ, 188 પરિવારોને મળશે લાભ

Nidhi Panchal

Last Updated: 06:58 AM, 12 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદમાં રાજ્ય સરકારના મહત્વપૂર્ણ વિકાસકાર્યોના કાર્યક્રમમાં ભાગ લઈ રૂ. 60.68 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 188 સરકારી આવાસોનું ઈ-લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ દ્વારા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને આધુનિક સુવિધાઓથી સજ્જ રહેઠાણો ઉપલબ્ધ થશે, જે તેમના જીવનધોરણને વધુ ગુણવત્તાસભર બનાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે (12 જુલાઈ) અમદાવાદમાં રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા નિર્માણ કરાયેલા 188 આધુનિક સરકારી આવાસોનું ઈ-લોકાર્પણ કરશે. અમદાવાદમાં યોજાનારા વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કાર્યક્રમના ભાગરૂપે આ મહત્વપૂર્ણ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે. કુલ રૂ. 60.68 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા આ પ્રોજેક્ટથી સરકારી સેવાના વર્ગ-1, વર્ગ-2 અને વર્ગ-3ના કુલ 188 અધિકારીઓ અને કર્મચારીઓને પરિવાર સાથે રહેવા માટે આધુનિક અને સુવિધાસભર સરકારી આવાસો ઉપલબ્ધ થશે.

Amit Shah on Delhi Blast

કુલ ચાર મલ્ટીસ્ટોરીડ ટાવરોનું નિર્માણ કરવામાં આવ્યું

રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓને ફરજના સ્થળે જ ઉચ્ચ ગુણવત્તાવાળા રહેઠાણો ઉપલબ્ધ કરાવવાના અભિગમ સાથે કુલ ચાર મલ્ટીસ્ટોરીડ ટાવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ તમામ આવાસોમાં આધુનિક માળખાકીય સુવિધાઓ, ગુણવત્તાસભર બાંધકામ અને જરૂરી રહેણાંક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ કેટેગરીના આવાસો

આ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં અલગ-અલગ કેટેગરીના આવાસો બનાવવામાં આવ્યા છે. જેમાં કક્ષા-‘ઈ’ (E-Category)ના 40 આવાસો, કક્ષા-‘ડી-1’ (D1-Category)ના 52 આવાસો, કક્ષા-‘સી’ (C-Category)ના 52 આવાસો અને કક્ષા-‘બી’ (B-Category)ના 44 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ નવનિર્મિત સરકારી આવાસોનો સીધો લાભ સરકારી સેવાના વિવિધ વર્ગના અધિકારીઓ અને કર્મચારીઓને મળશે. તેમાં વર્ગ-1ના 40 અધિકારીઓ, વર્ગ-2ના 104 અધિકારીઓ અને વર્ગ-3ના 44 કર્મચારીઓ સહિત કુલ 188 પરિવારોને આધુનિક સરકારી રહેણાંકની સુવિધા ઉપલબ્ધ થશે.

માસ્ટર બેડરૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ

શાહીબાગ વિસ્તારમાં નિર્માણ કરાયેલા 'ઈ' કેટેગરીના રેસિડેન્સી ટાવરમાં અત્યાધુનિક ડ્રોઈંગ રૂમ, ડાઈનિંગ રૂમ, વિશાળ કિચન એરિયા, ઓફિસ રૂમ, આરામદાયક બેડરૂમ અને માસ્ટર બેડરૂમ જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત વિશાળ બાલ્કની, વોશ એરિયા, સુંદર ગાર્ડન એરિયા તેમજ આધુનિક સીડીઓની રચના કરવામાં આવી છે જેથી રહેવાસીઓને વધુ આરામદાયક વાતાવરણ મળી રહે.

મલ્ટીસ્ટોરીડ ટાવરનું નિર્માણ પૂર્ણ

શહેરના અગ્રણી શૈક્ષણિક વિસ્તાર L.D.C.E. સુંદરમ કોલોની ખાતે 'ડી-1' કેટેગરીના મલ્ટીસ્ટોરીડ ટાવરનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત શાહીબાગ પોલીસ સ્ટેડિયમ સામે સરકારી અધિકારીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 13 માળ (GF + 13) ધરાવતા 'સી' કેટેગરીના આધુનિક રેસિડેન્શિયલ ક્વાર્ટર્સ તૈયાર કરવામાં આવ્યા છે. શહેરના મધ્ય વિસ્તારમાં આવેલી ફોટોલીથો પ્રેસ કોલોની ખાતે સરકારી કર્મચારીઓ માટે ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ 11 માળ (GF + 11) ધરાવતા 'બી' કેટેગરીના મલ્ટીસ્ટોરી ટાવરનું નિર્માણ પણ પૂર્ણ કરવામાં આવ્યું છે, જે તમામ જરૂરી આધુનિક સુવિધાઓથી સજ્જ છે અને હવે લોકાર્પણ માટે તૈયાર છે.

આ પણ વાંચો : નરેશ પટેલે દીકરીઓને કરી અપીલ, 'પ્રેમ કરવો પાપ નથી', માતા-પિતા પર ભરોસો રાખવો જોઈએ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે યોજાનારા આ લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી, રાજ્ય સરકારના પદાધિકારીઓ, માર્ગ અને મકાન વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેશે. રાજ્ય સરકારના આ મહત્વપૂર્ણ હાઉસિંગ પ્રોજેક્ટથી સરકારી કર્મચારીઓને ગુણવત્તાસભર રહેઠાણ ઉપલબ્ધ થશે અને તેમના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો થશે. સરકારના કર્મચારી કલ્યાણ અને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોમાં આ પ્રોજેક્ટ એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Government Housing Amit Shah
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ