બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / mns raj thackeray aggressive hindutva agenda bjp shivsena Maharashtra politics

રાજનીતિ / મહારાષ્ટ્રમાં ભાજપ અને મનસેનું થશે ગઠબંધન ? આ દિગ્ગજ નેતાએ રાજ ઠાકરે સાથે કરી મુલાકાત, જાણો રાજકીય પરિબળો

Published By: Hiren

Last Updated: 02:46 PM, 4 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અઝાનના જવાબમાં હનુમાન ચાલીસા... શું રાજ ઠાકરે 'શિવસેના' બનવાના પ્રયત્નો કરી રહ્યા છે ? રાજનીતિમાં ભાજપ અને મનસેની નિકટતાની ચર્ચાએ જોર પકડ્યું છે.

  • ભાજપ માટે રાજ ઠાકરે શિવસેનાનો વિકલ્પ
  • નિતિન ગડકરીએ મુંબઈમાં રાજ ઠાકરેના ઘરે પહોંચ્યા
  • વિધાનસભા ચૂંટણી બાદ ટૂટી હતી ભાજપ-શિવસેનાની દોસ્તી

શિવસેના સંસ્થાપક બાળ ઠાકરેની છત્ર-છાયામાં ઉછરેલા અને તેમની આંગળી પકડીને રાજનીતિની બારખડી શીખનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(MSN)ના પ્રમુખ રાજ ઠાકરે પોતાના રાજકીય અસ્તિત્વને બચાવી રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ત્યારે, ઉદ્ધવ ઠાકરે પોતાના વૈચારિક વિરોધી કોંગ્રેસ અને એનસીપીની સાથે મળીને મહારાષ્ટ્રની સરકાર ચલાવી રહ્યા છે. ગઠબંધનની મજબૂરી કહો કે પછી સત્તા ભોગવવાની ઘેલછા, શિવસેના અનેક સમયે હિન્દુત્વના મુદ્દે નરમ પડી તો રાજ ઠાકરેએ આને અવસરના રૂપમાં લઇ લીધું.

નિતિન ગડકરીએ મુંબઈમાં રાજ ઠાકરેના ઘરે પહોંચ્યા

મસ્જિદોમાં લાઉડસ્પીકર બંધ કરો, નહીં તો મસ્જિદની બહાર હનુમાન ચાલીસા જોર જોરથી વગાડવાની ધમકી આપનારા રાજ ઠાકરેએ હિન્દુત્વનું પોતાનું ઉગ્ર વલણ દેખાડ્યું છે. એટલું જ નહીં, તેમણે મુખ્યમંત્રી અને પોતાના પિતરાઈ ભાઈ ઉદ્ધવ ઠાકરે અને એનસીપી પ્રમુખ શરદ પવાર પર પણ પ્રહાર કર્યા. રાજ ઠાકરે ઉગ્ર હિન્દુત્વ તરફ વધતા પગલા અને મુખ્યમંત્રી ઉદ્ધવ પર તેમના આક્રામક વલણના બીજા દિવસે કેન્દ્રીય મંત્રી અને ભાજપ નેતા નિતિન ગડકરીએ મુંબઈમાં રાજ ઠાકરેના ઘરે જઇને તેની સાથે મુલાકાત કરી છે. તેવામાં એવી ચર્ચા પણ છે કે શું મહારાષ્ટ્રની રાજનીતિમાં ભાજપ માટે રાજ ઠાકરે શિવસેનાનો વિકલ્પ બનતો નજરે પડી રહ્યો છે, કારણ કે રાજ ઠાકરેએ 2019 બાદથી પોતાનો રાજકીય ટ્રેક ચેન્જ કરી દીધો છે.

રાજ ઠાકરેએ 2019માં ભાજપના વિરોધીમાં 10 રેલીઓ કરી હતી

જોકે, શિવસેના મહારાષ્ટ્રના રાજકારણમાં ભાજપની સાથે મળીને લાંબા સમય સુધી હિન્દુત્વના એજન્ડા પર તાલથી તાલ મિલાવીને ચાલી. રાજ ઠાકરેએ 2019ની લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદી અને ભાજપ વિરૂદ્ધ આક્રામક વલણ રાખ્યું હતું. મુંબઈમાં રેલી કરીને ભાજપના નેતાઓ અને દેવેન્દ્ર ફડણવીસના જૂના નિવેદનો બતાવીને એન્ટી મોદી સ્ટેન્ડ લીધું હતું. તેમણે 2019માં એક પણ બેઠક પર પોતાની પાર્ટીના ઉમેદવારને ન ઉતર્યા, પરંતુ મોદીના વિરોધીમાં 10 રેલીઓ કરી હતી.

વિધાનસભા ચૂંટણી બાદ ટૂટી હતી ભાજપ-શિવસેનાની દોસ્તી

હારાષ્ટ્રની 2019ની વિધાનસભા ચૂંટણી બાદ સત્તા માટે ભાજપ-શિવસેનાની 25 વર્ષની મિત્રતા તૂટી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ પોતાની વૈચારિક વિરોધી ગણાતી કોંગ્રેસ-એનસીપીની સાથે હાથ મિલાવીને સત્તાની કમાન પોતાના હાથોમાં લઇ લીધી. શિવસેનાની હાલની સહયોગી કોંગ્રેસ-એનસીપી બન્ને હિન્દુત્વની રાજનીતિના બદલે ધર્મનિરપેક્ષવાળી રાજનીતિ કરવાનું પસંદ કરે છે. મહારાષ્ટ્રના બદલે થયેલા રાજકીય મિજાજમાં રાજ ઠાકરેએ પોતાનો રાજકીય ટ્રેક ચેન્જ કરી દીધો છે. તેવામાં એવા તમામ મુદ્દાઓ ઉઠી રહ્યા છે, જે ઉગ્ર હિન્દુત્વની ધાર આપનારા મનાઇ છે.

રાજ ઠાકરેએ આ ઉગ્ર હિન્દુત્વનું વલણ ભાજપ માટે ઘણુ યોગ્ય નજરે આવી રહ્યું છે, કારણ કે ભાજપ નેતા પહેલાથી જ મસ્જિદોથી લાઉડ સ્પીકર હટાવવાના મુદ્દા ઉઠાવી રહ્યું હતું. આ સિવાય મદરેસાઓમાં દરોડા પાડવાની વાત પણ રાજ ઠાકરેએ ઉઠાવી હતી, જેના પર ભાજપ પણ સમર્થન કરી રહ્યું છે. રાજ ઠાકરેએ 2022 જાન્યુઆરીમાં પોતાની પાર્ટીનો ચોરંગી ઝંડો બદલીને ભગવો રંગ આપ્યો અને શિવાજીની મહોર અપનાવી. રાજ ઠાકરેએ સ્ટેજ પર સાવરકરનો ફોટો સજાવીને હિન્દુત્વની દિશામાં પગલું ભરવાની નીતિ જાહેર કરતા કહ્યું કે આ ઝંડો હતો, જે પાર્ટીની સ્થાપના કરતા સમયે તેમના મનમાં હતો અને હિન્દુત્વ તેમના ડીએનએમાં છે.

શું ભાજપની સાથે આવશે રાજ ઠાકરે?

રાજ ઠાકરે પોતાની  છાપ હવે હિન્દુત્વવાદી નેતા તરીકે મજબૂત કરવાની કવાયતમાં છે જેથી મહારાષ્ટ્રમાં શિવસેનાના પારંપરિક હિન્દુ વોટબેંકને છલાંગ લગાવી શકે, જે કોંગ્રેસ-એનસીપીને લઇને હાલ નારાજ મનાઇ રહ્યા છે. એટલું જ નહીં રાજ ઠાકરેને ભાજપના નજીક આવવાના મોકા પણ મળી શકે છે. રાજ ઠાકરેની કટ્ટર મરાઠી છાપને લઇને ભાજપ પણ તેનાથી દૂરી બનાવીને ચાલતું હતું. રાજ ઠાકરેએ પોતાનો રાજકીય ટ્રેક ચેન્જ કર્યો છે તો ભાજપ નેતાઓની સાથે તેમની નિકટતા પણ સ્પષ્ટ દેખાઇ રહી છે. એ જ કારણ છે કે મહારાષ્ટ્રના ભાજપ નેતા રાજ ઠાકરે લાઉડ સ્પીકર વાળા નિવેદનના સમર્થનમાં ઉભા રહ્યા છે.

ગુડી પડવાના દિવસે પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સહિત કેટલાક ભાજપના નેતા મનસે પ્રમુખ રાજ ઠાકરેના ઘરે ભોજન કરવા પહોંચ્યા હતા. ત્યારે, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ રવિવારે મુંબઈમાં રાજ ઠાકરેના ઘરે ઝઇને મુલાકાત કરી. ગડકરીએ આ બેઠકની પાછળ કેટલાક રાજકીય કારણો ન હોવાની વાત કરી છે. તેઓ ભલે એક પારિવારિક બેઠક ગણાવી રહ્યા હોય પરંતુ રાજકીય પક્ષોમાં ભાજપની સાથે તેમની બતની રાજકીય કેમિસ્ટ્રીની ચર્ચા તેજ છે. વિપક્ષી દળ રાજ ઠાકરેને ભાજપની બી-ટીમ ગણાવી રહ્યા છે.

શિવસેના સાંસદ સંજય રાઉતે કર્યો ઇશારો

મસ્જિદથી લાઉડસ્પીકર હટાવવાની રાજ ઠાકરેની વાત પર શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે, મહારાષ્ટ્રમાં કાયદાનું રાજ કાયમ છે. તેમણે કહ્યું કે, શિવાજી પાર્કમાં રાજ ઠાકરેનું નિવેદન ભાજપ નેતા દ્વારા પ્રાયોજિત હતી. મનસે પ્રમુખે એજ કહ્યું, જે ભાજપે તેમને લખીને આપ્યું હતું.

રાજ ઠાકરે દ્વારા શરદ પવારને નિશાને લેવા પર સંજય રાઉતે કહ્યું કે તમે થોડો સમય પહેલા સુધી પવારના ચરણોમાં તેમનું માર્ગદર્શન લેવા માટે બેસતા હતા. તમને પવાર જેવા મહાન વ્યક્તિત્વ પર બોલતા પહેલા વિચારવું જોઈએ. સાથે જ રાઉતે કહ્યું કે શિવસેના આ પ્રકારની વાતો પર ધ્યાન નથી આપતી, કારણ કે પાર્ટીનો એજન્ડા મહારાષ્ટ્રનો વિકાસ કરવાનો અને રાજ્યમાં પોતાનો ભગવો ઝંડો લહેરાવવાનો છે.

જણાવી દઇએ કે, રાજ ઠાકરેએ 2006માં અલગ મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) નામથી અલગ પાર્ટી બનાવી લીધી હતી. ત્યારબાદ 3 વિધાનસભા અને 3 લોકસભા ચૂંટણી જીત્યા છે. મનસે કોઈ ખાસ સફળતા ન મેળવી શકી. 2014માં ભાજપ પાસે રાજ ઠાકરનેને આશા હતી કે મનસેને સાથે લઇને ચાલવામાં ભાજપને તકલીફ નહીં હોય. પરંતુ ત્યારે ભાજપે શિવસેના સાથે ગઠબંધન કરવાને સમજદારી માની. ભાજપનો સાથ ન મળવાથી નારાજ રાજ ઠાકરેએ 2019માં પવારની સાથે જવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ 2019માં શિવસેના, કોંગ્રેસ અને એનસીપીની સાથે આવવાના પણ તમામ સમીકરણ બદલાઇ ગયા.

વર્ષ 2019માં થયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીઓમાં રાજ ઠાકરેની પાર્ટી મનસે ભાજપ સામે હતી, પરંતુ હવે બન્નેની કેમિસ્ટ્રી બનતી નજરે આવી રહી છે. જોકે, ભાજપ માટે સૌથી મોટી તકલીફ એ છે કે ઉત્તર ભારતીયો વિરૂદ્ધ મોરચો ખોલનારા રાજ ઠાકરેને સાથમાં કેવી રીતે લેવામાં આવે. ક્ષેત્રમાં બદલેલા રાજકીય માહોલમાં શિવસેનાવાળા મહાવિકાસ અઘાડી સામે મુકાબલા માટે ભાજપ સચોટ અને ચાલાકીથી આગળ વધી રહી છે અને રાજ ઠાકરને સાથે લેવાના નફા-નુકસાનને પણ જોઇ રહી છે. તેવામાં એ જોવાનું છે કે બીએમસી ચૂંટણીમાં કઇ પ્રકારની બન્ને વચ્ચે રાજકીય કેમિસ્ટ્રી જોવા મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

BJP Maharashtra raj thackeray ભાજપ મહારાષ્ટ્ર રાજ ઠાકરે Maharashtra Politics

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ